Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 264
________________ ૨૪૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ પડશે, બહુ થોડે ઠેકાણે એનો અર્થ શો ? બીજામાં ન જ હોય એ ભાવના નથી. પણ ઘટી ગયા એ ભાવ છે. આગળ તો આંગણા ઉપરથી પરખાય કે આ જૈન છે. ઘરમાં પેસતાં સંસ્કારથી અને વાતાવરણથી જ જૈનત્વની પ્રતીતિ થાય. જિનદાસ શેઠની દીકરી : જિનદાસ શેઠને એક દીકરી હતી. એ ગુણનિષ્પક્ષ નામધારી શેઠે વિચાર્યું કે ‘દીકરી દેવી પડે તો ક્યાં દેવી ?' શબ્દો યાદ રાખો ! દેવી નહિ, પણ દેવી પડે તો ક્યાં દેવી ? ધર્મને બાધ ન આવે ત્યાં. સમાન આચાર, સમાન વિચાર, સમાન શીલકુળ હોય ત્યાં ! એવું સ્થાન મનમાનતું ન મળવાથી, દીકરી મોટી થઈ છે પણ કુંવારી છે. એવામાં બહારગામનો એક મિથ્યાદૃષ્ટિ વેપારી આવે છે. મંદિરે જતી તે રૂપલાવણ્યવતી બાળાને જોઈ, આને અનુરાગ થાય છે. પોતે જ્યાં ઊતર્યો છે ત્યાં પૂછપરછ કરતાં માલૂમ પડે છે કે એ તો શ્રી જિનદાસની દીકરી છે, કુંવારી છે અને જૈનધર્મીને જ દેવાની છે. એ તો વિષયાધીન બન્યો હતો. તરત પોતે જૈનસાધુ પાસે ગયો ! વિધિવિધાન શીખી લીધાં. બનાવટી પરમવ્રતધારી શ્રાવક બની, એ જ જિનદાસનો મહેમાન થયો. ત્યાં જ ઉતારો કર્યો. ત્રિકાલપૂજન, આવશ્યક ક્રિયાદિ જોઈ જિનદાસ ઠગાયા અને એને યોગ્ય માની, પોતાની પુત્રી એની સાથે પરણાવી. થોડા દિવસ પછી એ પોતાને ગામ ગયો. સ્ત્રી પણ સાથે ગઈ. ત્યાં ઘરમાં પેસતાં જ સ્ત્રીએ જાણ્યું કે ‘મારા પિતાજી ઠગાયા !' આ બનાવટી શ્રાવક બન્યા હતા, પણ ઘરમાં તો કાંઈ હતું જ નહિ. કઈ રીતના એ જૈનકુળના આચારવિચાર હશે, કે જેમાં પળોટાયેલી આ સંસ્કારી બાળા ઘરમાં પેસતાં જ જાણી શકી કે ‘મારા પિતાજી ઠગાયા !' 524 મુનિ તો પાપથી બચે જ, પણ શ્રાવકમાં પણ જો જૈનકુળના આચાર હોય, તો તે પણ દુનિયાનાં ઘણાં પાપોથી સહેજે બચે : કારણ કે શ્રાવકનું જીવન સહેજે મર્યાદિત થવું જોઈએ. હવે એ બાળા ઉપર અહીં અનેક જાતનાં આક્રમણો શરૂ થયાં. એની ધાર્મિક ક્રિયા ઉપર પણ અંકુશ મુકાવા માંડ્યા : ‘આ નહિ, આ નહિ, પણ આ.’ એમ એના પ્રત્યે વર્તાવા માંડ્યું. રાત્રે જમવાની વાત આવી, ત્યારે સ્ત્રીએ કહી દીધું કે ‘મારે એક જ વાર જમવું છે.’ જેમ જેમ અંકુશ મુકાતા ગયા, તેમ તેમ પોતાના આચારમાં કડકાશ વેઠવી પડી. સ્ત્રીએ જણાવ્યું કે ‘તકલીફ વેઠીને પણ હું મારા આચારનું પાલન કરીશ, પણ મારી ખાતર તમને ઉત્પાતનું કારણ નહિ રાખું.' આટલું છતાં કુટુંબ કહે કે ‘આપણે આમ કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274