Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 266
________________ ૨૫૦ —— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – –– આચાર-વિચારની શુદ્ધિ કેળવે! માનીએ કે તેવી દઢતા ભલે આજે ન પણ હોય, પણ આજના પ્રમાણમાં જે જોઈએ તે તો હોય ને ! તમે તમારા આડતિયાને ઘેર જાઓ ને ધારો તો બચી શકોને ! પણ આજ તો નિયમ લેનારામાંનો મોટો ભાગ એવો નીકળે છે કે ઘરમાં નિયમ અને બહાર છુટ્ટી ! ઘરમાં બંધી અને બહાર નહિ, એનું કારણ ? ગૃહસ્થ બહાર મુસાફરીમાં નીકળે, ત્યારે તપાસજો ! એમની ટૂંકમાં તથા બિસ્તરામાં શું હોય ? બધું હોય, પણ ન શું હોય ? ધર્મક્રિયાનાં સાધનો ન હોય ! પૌષધ, પૂજા-સેવાનાં સાધનો કે સામાયિક આદિનાં સાધનો ન હોય ! સારા સારાના પણ આચાર-વિચાર બગડ્યા છે, એમ હું કહું છું. એમાં ખોટું શું કહું છું ? સારા ગણાતાં માણસોના આચાર-વિચારમાં પણ કેવી ભયંકર ખામીઓ આવી ગઈ છે ? તમે બહાર નીકળો, ત્યારે જૈન તરીકે ઓળખાવાનું ચિહ્ન શું ? જાતિ સિવાય કઈ કાર્યવાહી તમારું જૈનત્વ જણાવે એવી છે? તમારા આડતિયાને ઘેર જમવા પાટલે બેસો, ત્યારે અમુક ચીજ આવે અને ન ખાઓ, તો સામાને ચીવટ પણ થાય અને કહી પણ દે કે “આ મહેમાન આવે ત્યારે સાચવજો.” એ તો સાચવવું પણ તમારે સચવાવવું છે ક્યાં? પોલ જ તમારામાં છે. રાતે ન ખાઓ, તો એ જ તમારા માટે વહેલું રંધાવે, તમને વહેલા જમાડવાની કાળજી રાખે, અને વહેલા જમાડે. તમારા યોગે એટલા દિવસ એ પણ વહેલા જમે અને એમાં જો અસર થઈ જાય, સમજાઈ જાય, તો ધર્મદષ્ટિએ અગર સામાન્ય હિતાહિતની દૃષ્ટિએ એ પણ, રાત્રિભોજન બંધ કરે. પણ તમારામાં હોય તો ને ! તમારા ઘરે જ એ પોલ જોઈ રહ્યા હોય, ત્યાં થાય શું? આચાર-વિચાર ગયા, એટલે બુદ્ધિ બગડી અને તેથી શ્રદ્ધા ગઈ. પૂજા-સેવાનું ઠેકાણું રહ્યું નહિ. સેંકડે પાંચદશ ટકા હોય તો બહુ બહુ એમ ને ? સભા એમાંથીયે ઘસાતા જાય છે. ત્યારે તમને સારા સારા શી રીતે કહ્યા કરવા ? સભા : નહિ, બરાબર હોય તેવું કહેવું જ જોઈએ. ધૂસેલા અનાચારો માટે ભયંકર પણ કહેવું પડે. એને શાસ્ત્ર ટીકા નથી કહી. છો તેવા ઓળખાવાય નહિ, તો કદી હિત થવાનું નથી. કૃપણને દાનવીર કહેવાથી શું થાય ? કૃપણ પણ ડાહ્યો હોય, તો કહી દે કે “અમને દાનવીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274