Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 268
________________ ૨૫૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 528 થાળી સાફ થાય એમ જમતાં પણ નથી આવડતું. શ્રાવક જેમાં જમ્યો હોય, એ થાળી જોઈ ચીતરી ચડે એવી હોય ? બે લોચા આમ ને બે લોચા આમ પડ્યા હોય એવું હોય? એઠું બે ઘડી રહ્યા બાદ, એમાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય પેદા થાય છે એ માલૂમ છે ને ! દેરાસરમાં પાણીનું સાધન રહે છે, ત્યાં પણ શી દશા છે ? એ પણ વિચારો. બહારથી આવતા હોય, પાનના ડૂચા તો ચવાતા જ હોય, આ પાણી પીધું ને આ પ્યાલો બોળ્યો ! મુદ્દો એ છે કે વિવેક ક્યાં સુધી ભુલાયો છે, તે સમજો. ધર્મસ્થાનમાં પણ કેટલી કાળજીનો અભાવ છે તે વિચારો ! નોકારશીમાં કે સ્વામીવાત્સલ્યમાં જમવા જવું, ત્યાં શા માટે વધુ લેવું કે જેથી એઠું મૂકવું પડે ? લોલુપતા એ જ કારણ. ફરી નહિ આવે તો ? એટલા માટે ડબલ લે. પછી પડતું મૂકે. માલ કોનો, એ વિચાર્યું છે? જમવા જનારની ભાવના કઈ હોય ? જમાડનાર રૂપ-રંગને જમાડે છે, લક્ષ્મીને જમાડે છે, કે ધર્મના યોગે જમાડે છે ? અરે કહોને કે ત્યાં એ પચીસ જણા જમતા હોય, ત્યાં જ છવીસમો કોઈ એક ધર્માત્મા જમતો હોય, તો પેલા ‘ભગતડો-ભગતડો' કહી મશ્કરી કરે ! પેલો થાળી ધોઈ પાણી પીએ, તો પેલા પચીસે કાગડાની જેમ સળગીને મશ્કરી ફરે ! પેલાને એમ થાય કે, આવા નરાધમો પાસે ક્યાં આવીને બેઠો ! એમાં જો એ જરા ઢીલો થાય, એને એમ થાય કે “આજે થાળી ધોઈ નહિ પીઉં તો એ પણ પોતાની ફરજ ચૂકે. આ દશામાં ત્યાગ શેનો ગમે ? અયોગ્ય સંસ્કારને ફેરવો, તો આચાર-વિચાર તરફ રુચિ થાય. અત્યારે તો વસ્તુ શોધવી મુશ્કેલ થઈ પડી છે. ચડતા લોહીને વિફરાવો નહિ, ઠારો પણ નહિ, પણ અંકુશમાં લો ! હજી તો માન્યતાનો અંકુશ ક્યાં છે ? હવામાં, જમાનામાં, ઇચ્છામાં, મતિકલ્પનામાં ધર્મ નથી, એ ભાવના ક્યાં છે ? જો દુનિયા એમ જ કહે કે બધાએ સમયની પાછળ ચાલવું, તો તો છે તે પણ નષ્ટ થશે. હવા એ ધર્મ નહિ, પણ ધર્મ તો શ્રી જિનેશ્વરદેવે કહ્યો તે ! આટલા પણ અંકુશનો સ્વીકાર થાય, તો હમણાં ધર્મની જિજ્ઞાસા પ્રગટ થાય અને એ જિજ્ઞાસા પ્રગટ થાય, એટલે આપોઆપ આત્મા ધર્મ શોધે અને પછી બધું જ થાય. એના એ સો ગણું કામ આપે. “જમાનો એ ધર્મ નથી” એ વાત તો પ્રથમ નિશ્ચિત થવી જ જોઈએ. શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો દ્વિતીય ભાગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274