Book Title: Adhyatma Kavya Sarita Author(s): Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 5
________________ પણ જીવનની સમગ્ર સમસ્યાઓનો ઉકેલ આ પદોમાંથી પ્રાપ્ત થાય છે. આ પદોમાં રહેલા આત્માના અમૃતરસનો આસ્વાદ થાય છે ત્યારે સમજાય છે કે સુખ સંપત્તિ કે સત્તામાં નથી. આ પદોમાં પ્રવેશ થતાં જ સંતોની ચૈતન્યસૃષ્ટિનો વૈભવ, તેની સોહામણી રમણીયતા ને પળપળના આનંદોત્સવનો ખ્યાલ આવે છે. | વિવિધ ધર્મોમાં, ભિન્ન-ભિન્ન દર્શનોમાં કે અનેક સંપ્રદાયોમાં થયેલા જ્ઞાની મહાત્માઓનો અંતરંગ અનુભવ એકસરખો જ હોય છે. સો જ્ઞાનીઓના એ એક મતને સમજવા આ પદો સહાયક બને છે. આ પદો વડે પૌલિક આસક્તિ તૂટે છે અને આત્માને અસંગ દશાની પ્રાપ્તિ થાય છે. પરદેશમાં વસતા મુમુક્ષુ આત્માઓ આધ્યાત્મિક સાધનામાં વિકાસ કરે તે અર્થે પ.પૂ.ભાઈશ્રી નલીનભાઈ કોઠારી ત્રણ વર્ષે એકવાર ત્યાં જતા હોય છે. ઈ.સ. ૨૦૦૩ની સાલમાં લંડન તેમ જ નૈરોબી જતાં પહેલાં ભાઈશ્રીની પ્રેરણાથી આશ્રમમાં ગવાતાં પદોનું સંકલન કરી એક પુસ્તિકા તૈયાર થઈ. ત્યાર બાદ ઘણાં બીજાં પદો તેમાં ઉમેરી આજના આ ૩ નવેમ્બર, ૨૦૦૭ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રની મંગળવેળાએ તેનું વિમોચન થઈ રહ્યું છે, તેનો આનંદ છે. આશ્રમ દ્વારા પ્રકાશિત આ “અધ્યાત્મ કાવ્ય-સરિતા' પુસ્તકપ્રકાશનનો તમામ ખર્ચ પંચાલી પરિવારે આપ્યો છે, તેમ જ તેમાં રહેલી અશુદ્ધિઓ સુધારી આપવામાં સંસ્કૃતનાં પ્રોફેસર આત્માર્થી ચંદ્રિકાબેન પંચોલી તથા નૈષધ પ્રિન્ટર્સવાળા દશરથભાઈએ કાળજીપૂર્વકની પરિશ્રમ લીધેલો છે. સંસ્થા તેઓની તેમ જ પંચાલી પરિવારની અત્યંત આભારી છે. ગચ્છમાં કે મતમાં નહીં, પણ આત્માના સન્માં નિવાસ કરવા માટે આ ‘અધ્યાત્મ કાવ્ય સરિતા' પ્રેરક બને, તેવી પ્રભુ પાસે અભ્યર્થના. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા છે લિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 178