Book Title: Adhyatma Kavya Sarita
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 4
________________ (( પ્રસ્તાવના)) ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સપુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે એવો પદાર્થ છે. - ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય. –શ્રીમદ્ રાજચંદ્ર છેલ્લાં ૩૧ વર્ષથી, આશ્રમના આરંભકાળથી આશ્રમના દૈનિક ક્રમની પૂર્ણાહુતિ રોજ રાત્રે ૮.૩૦ થી ૯.૦૦ જ્ઞાની પુરુષોએ રચેલાં ભક્તિપદો ગાઈને કરવામાં આવે છે. સદ્ગુરુદેવ પ.પૂ.બાપુજી શ્રી લાડકચંદ માણેકચંદ વોરાએ સ્વયં ૧૬ વર્ષની વયે પોતાના પુરુષાર્થને પુષ્ટિ આપતાં તત્ત્વસભર પદોનું સંકલન કરેલ હતું. જુદા જુદા સંપ્રદાયના સંતોની આધ્યાત્મિક રચનાઓમાં પૃથક પૃથક ભાવો પ્રગટ થાય છે. કોઈમાં જગતના જીવો પ્રત્યેની કરુણા પ્રગટ થાય છે, તો કોઈમાં અનુભવની મસ્તી, કોઈમાં ઈશ્વર પ્રત્યેની પ્રચુર ભક્તિ છે, તો કોઈમાં ફિકરથી મુક્ત બની અભય બનવાનું સૂચન છે. જેમ દરેક સુગંધી પુષ્પ પોતાની મહેક વડે સૌરભને પ્રસરાવી આ જગતને પ્રભાવિત કરે છે, તેમ આ પદો આપણી ભીતરની ચેતનાને પ્રભાવિત કરી જગાડે છે. જ્ઞાની પુરુષોએ રચેલાં પાંચ કડીના પદને સમજાવવા માટે અનેક પાનાંઓ ભરી એનો વિશેષાર્થ કરવામાં આવતો હોય છે. એ પદનાં ભેદ-રહસ્યોને પ્રગટ કરવા વક્તાઓને પાંચ કલાક પણ ઓછા પડે છે. સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ રીતે વિષયને આવરી લેતાં પદોને સાંભળીએ, વાંચીએ કે વિચારીએ ત્યારે સિંધુને બિંદુમાં સમાવી દેવાની જ્ઞાની પુરુષોની આત્મિક શક્તિના ઐશ્વર્યનો ખ્યાલ આવે છે. આ પદોમાં જયારે આપણું મન સ્થિર થાય છે ત્યારે સંતોના હૃદયમાંથી વહેતા નિષ્કામ પ્રેમનું માધુર્ય વેદાય છે. બહિરાત્મભાવથી અપવિત્ર થયેલો આત્મા અને મેલું થયેલું મન જ્યારે જ્યારે આ અધ્યાત્મ કાવ્ય-સરિતામાં સ્નાન કરે છે ત્યારે ત્યારે તે પવિત્ર બને છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 178