Book Title: Adhar Abhishek Vidhi Author(s): Arvindsagar Publisher: Sanjaybhai Pipewala View full book textPage 6
________________ श्री अठार अभिषेक विधि ઉદ્વર્તન એટલે માર્શન-અર્થાત્ તે તે ચૂર્ણોથી બિંબનું માર્જન કરીને પછી અભિષેક કરવો. આ પ્રમાણે અઢાર અભિષેકનું વિધાન ચાલતું હોય ત્યારે નાનું શાન્તિસ્નાત્ર ચાલતું હોય તેવું લાગે, ક્રિયાવિધિ કરનારા અને કરાવનારા મહાનુભાવો આવા સુંદર અને સ્વપર શ્રેયસ્કર વિધાનો સમજીને શુદ્ધિ જાળવવા પૂર્વક તૈયાર થવા જોઈએ, જો એ પ્રમાણે તૈયાર થવામાં આળસ કરાય છે તો કલ્યાણકર વિધિ વિધાનોનું પરિણામ સામી બાજુનું આવે છે. આ વિધાનથી શુદ્ધિની વૃદ્ધિ થવા સાથે અરિહંત પરમાત્માના શાસનની મંગલમયતાનો લાભ અનેક ભવ્યાત્માઓ પ્રાપ્ત કરે એ જ અભિલાષા. (પ. પૂ. આ. ધર્મધુરન્ધર સૂરિ) પ્રતિષ્ઠાકલ્પ આધારે. અઢાર અભિષેકનું સુંદર પુસ્તક છપાય સાથે શુદ્ધિ, ભાવાર્થી, વિગેરે જળવાય તેના માટે ઘણા સમયથી ભાવના હતી, આ માટે શાસન સમ્રાટ સમુદાયના પ.પૂ.આ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. ને વાત કરતાં તેમણે પણ ઘણો ઉત્સાહ દાખવ્યો અને આ પુસ્તકમાં ઘણું બધું મુકવાની ભાવના વ્યક્ત કરી. પણ સમયની અનુકૂળતા ન હોવાના પરિણામે, બીજી આવૃત્તિમાં લઈશું તેમ સમજી તાત્કાલિક પુસ્તિકા છપાવવાનો વિચાર કરેલ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગર સૂરીશ્વર જી મ.સા.ના શિષ્ય પ. પૂ. પંન્યાસજી શ્રી અરુણોદયસાગરજી મ.સા. ના શિષ્યરત્ન જ્યોતિર્વિદ્ મુનિ શ્રી અરવિંદસાગરજી મ.સા. ના અથાગ પ્રયત્ને આ પુસ્તિકા પ્રગટ કરીએ છીએ. ५ પરમાત્મા પોતે પૂજનીય છે. તેમનું બિમ્બ પવિત્ર છે. છતાં પૂજાવિધિ કરનારે જાણ્યે-અજાણ્યે કોઈ આશાતના કરી હોય અગર તેવા બીજી કોઈ કારણે એ પવિત્રતા જળવાઈ ન હોય ત્યારે આશાતનાને દૂર કરવા પવિત્રતાનું પુનઃ સ્થાપન કરવા પૂર્વના મહાપુરુષોએ આ અનુષ્ઠાન જણાવેલ છે. આ અનુષ્ઠાનવિધિ આચાર દિનકર, નિર્વાણકલિકા, અને કલ્યાણકલિકા વિગેરે ગ્રન્થોમાં નિર્દેશેલ છે. તેના આધારે આ અભિષેકનું વિધાન તૈયાર કરેલ છે. આ પુસ્તક દ્વારા શુદ્ધ વિધિ વિધાનો પૂર્વક પરમાત્માના અભિષેક દ્વારા સર્વ આત્માઓ નિર્મળ અને પવિત્ર બને અને નિકટભવે મોક્ષગામી બને એ જ અભ્યર્થના. Jain Education International લી. વિધિકારક- સંજયભાઈ પાઈપવાળાના પ્રણામ. For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26