Book Title: Acharyana 36 Guno Chatrish Chatrishi Padya
Author(s): Premchand G Baua
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ de decese studos estados osastost stastastaseste testate astetadladesta casa sta da da da desteste staste sostestastestosteste dosadade de destedsbeddedes 30 નહિ. શરીર પરસેવાથી ગંધ મારતું હોય તે પણ સ્નાનાદિક ક્રિયા કરે નહિ. દેહ પર મેલાં કે જૂનાં કપડાં હોય, શેભાની દૃષ્ટિએ તેઓ કપડાં બદલાવે નહિ. આ પ્રમાણે નવ વાડોથી આચાર્ય ભગવંત શિયળ રક્ષે તે નવ ગુણ. ચાર કષાય : (૧) ક્રોધ : શિષ્ય કે શ્રાવકની સમવિષમ ક્રિયાઓ જોઈ તેમના પર ક્રોધ ન કરે. સંસારની પરંપરા વધારનાર કોધ મહાઘાતકી છે, એમ માની મનવચનકાયાથી ક્રોધને તિલાંજલિ આપી દે. ક્રોધ આત્માની અવનતિ કરનાર છે. આવેશમાં ઉત્સુત્ર પ્રરૂપણાનો ભય રહે છે, તેથી ક્રોધને જીતે. (૨) માન : જીવનમાં કદી માન મળે, તે કદી અપમાન. પણ સૂરિજી સમભાવમાં રહી યશ અપયશને સરખા ગણ મન કે આત્માથી દુભાય નહિ. જ્ઞાનનું અભિમાન કરે નહિ, તેની તકેદારી રાખે. (૩) માયા ? કપટ, પ્રપંચ, ઠગાઈ, પિતાની ક્ષતિ કે અપરાધ છુપાવવામાં કઈ પ્રપંચજાળ રચવી નહિ. માયાથી કોઈને ફસાવવું નહિ. માયાથી પોતે દૂર રહે અને અન્યને પણ દૂર રાખે, છળકપટની વાત ન કરે અને માયા કરીને સત્ય છુપાવે નહીં. માયા સંસારગર્તા છે. (૪) લોભ : જ્ઞાન ભણવામાં કે ભણાવવામાં આચાર્યશ્રી લભ ન કરે. શિષ્ય મારાથી વધુ ભણે વિદ્વાન બની જશે, એમ માની જ્ઞાન આપવામાં લભ ન રાખે. સાગરવર સંભીર જેવી વિશાળતા રાખી છૂટથી જ્ઞાનદાન આપે અને શાસનનો ઉદ્યોત કરે. મનસંકુચિત ન રાખે, પરિગ્રહમાં મોહ ન રાખે. આ ચાર કષાયો સંસારની પરંપરા વધારનારા છે. તેમનાથી પોતે પર રહે અને અન્યને પર રહેવા ઉપદેશ આપે, તે આચાર્ય શ્રી કષાયવિજયના ચાર ગુણ. પાંચ મહાવતે : (૧) પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવને જાણતાં કે અજાણતાં મનવચનકાયાના ત્રિકરણગથી મારવા નહીં કે દુ:ખ દેવું નહીં. તેમ તેવું કઈ પાસે કરાવવું નહિ, તેની અનુમોદના કરવી નહિ. તે ઉપદેશ આપ નહિ, વીસ વસા દયા પૂર્ણ પણે પાળવી. ગામવત સર્વભૂતેષુ અથવા ગામના પ્રતિનિ પરેશાં ન સમારેત એ સૂત્રોનું યથાવત પાલન કરે. (ર) મૃષાવાદ વિરમણ ત્રતઃ ગમે તેવું કષ્ટ આવે તે પણ અસત્ય ન બોલે, સત્યને છુપાવે નહિ, કોઈને ખોટું આળ ન આપે, અન્ય પાસે ઉસૂત્ર પ્રરૂપણ ન કરે, સિદ્ધાન્તને અસત્ય ન ઉપદેશે, કલહ ન કરે, એકાંત મંત્રણ ન કરે ઈત્યાદિ. (૩) અદત્તાદાન વિરમણ વ્રત ઃ કોઈની અણદીધેલી નજીવી ચીજ વસ્તુ પણ લે નહિ. ઉપગની વસ્તુ હોવા છતાં તેના માલિક ને પૂછડ્યા સિવાય લે નહિ. સુહમ અદત્તાદાનવિરામનું પાલન સમ્યગ્રપણે કરે. શિયળની અને શ્રી આર્ય, કથાગો ક્ષતિગ્રંથો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8