Book Title: Acharya Jawaharlalji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 8
________________ પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી ૧૧૧ બાળલગ્નો અને વૃદ્ધલગ્નો થતાં. દહેજની પ્રથા વ્યાપક હતી. બહેનોની અને ખાસ કરીને વિધવાઓની દશા દયનીય હતી. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, માંસાહાર, જુગાર, વિષયલંપટતા આદિનો ખૂબ ફેલાયો હતો. અસ્પૃશ્યતાની અધમ માન્યતા હિંદુ ધર્મનું મહાન કલંક હતું. આર્ય ધર્મોના અનુયાયીઓમાં એકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુના હતી. આવા અનેક સાંપ્રત, નૈતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણમાં તેઓએ પોતાનું યોગ્ય અને પ્રશંસનીય યોગદાન કર્યું. (૬) વિદ્વાન સર્વત્ર પૂજ્યા આ લોકોક્તિને તેમણે પોતાની વિશાળ, તેજસ્વી, વિદ્વત્તાપૂર્ણ, સર્વગ્રાહી અને અનુભવસિદ્ધ વકતૃત્વકળાથી સાબિત કરી બતાવી અને તેથી જ તેમની જાહેર ધર્મસભાઓમાં હિંદુ, જૈન, મુસલમાન, શીખ, બાળક, યુવાન વૃદ્ધ, યુવતીઓ, વૃદ્ધાઓ વગેરે સૌ કોઈ રસ લેતાં અને પોતાના જીવનના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન મેળવતાં. ઉપદેશ પ્રસાદી (૧) પ્રાર્થના : પ્રભુ ! હું ઊર્ધ્વગામી બનવા ઇચ્છું છું. પ્રગતિના મહાન અને અંતિમ લક્ષ્યની દિશામાં નિરંતર પ્રયાણ કરવાની ઇચ્છા કરું છું. મને એવી શક્તિ આપો કે અધોગામી ન બની જાઉં, મારી અવનતિ ન થાય. વિશ્વનાં પ્રલોભનો મને જરા પણ આકર્ષી શકે નહિ. ભગવાન, જે આપ મારા કવચ બની જાઓ તો હું કેટલો ભાગ્યશાળી બની જાઉં? મેં તમારું સ્વરૂપ જાણીને તમને મારા હૃદયમાં સ્થાન આપ્યું છે. હું મારા હૃદયને તમારું મંદિર સમજવા લાગ્યો છું. (૨) નામસ્મરણ : મહાપુરુષોના જીવનમાં નામસ્મરણનું સ્થાન હંમેશાં બહુ જ ઊંચું હોય છે. જે સમયે તેઓ સાંસારિક સમસ્યાઓથી કંટાળી જાય, તેમનું ચિત્ત અશાંત અને વ્યગ્ર બની જાય તે સમયે ભગવાનનું નામ જ તેમને શાંતિ આપે છે. ભયંકર આપત્તિ આવી પડે ત્યારે પણ ભગવસ્મરણથી જ તેમને ધીરજ પ્રાપ્ત થાય છે. નામસ્મરણ જ પથ–પ્રદર્શક બને છે. જે સમયે મનુષ્ય સિદ્ધોદું, શુદ્ધોદું, અનન્તાના કુળ ઢોવ્રુનું તત્ત્વ સમજીને ભગવાનમાં (તેના સ્વરૂપમાં) તન્મય બનીને તેમના નામનું સ્મરણ કરવા લાગે છે ત્યારે તેને પોતાની અંદર રહેલી શક્તિઓનો આભાસ થવા લાગે છે. તે આભાસ જેમ જેમ નિર્મલ બનતો જાય તેમ તેમ પરમ આનંદનો અનુભવ વધતો જાય છે, ભગવત્સ્મરણ આત્મવિકાસને આમંત્રણ આપે છે. નામસ્મરણ આત્મિક શક્તિનું ઊર્ધ્વરોહણ કરે છે, કારણ કે પૂર્ણ વિકસિત આત્મા જ ભગવાન છે. (૩) શિક્ષણ : મનુષ્ય અનંત શક્તિનો તેજસ્વી પુંજ છે. પરંતુ તેની શક્તિ આવરણમાં અટવાઈ ગઈ છે. તે આવરણને દૂર કરીને વિદ્યમાન શક્તિને પ્રકાશિત કરવી તે શિક્ષણનું ધ્યેય છે. બહુ જ ઓછી સંખ્યામાં માતા-પિતા શિક્ષણનું વાસ્તવિક મહત્ત્વ સમજે છે. પ્રિય માતા-પિતા શિક્ષણને આજીવિકામાં મદદ કરનાર અથવા ધનોપાર્જનનું સાધન માનીને પોતાનાં બાળકોને શિક્ષણ આપે છે. આ કારણથી તેઓ શૈક્ષણિક વિષયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9