Book Title: Acharya Jawaharlalji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 6
________________ પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી ૧૦૯ થયું. તેમાં પાક થઈ ગયો અને પરુ ભરાઈ ગયું. આખરે પ્રખ્યાત સર્જન ગુલગાંવકરે મધુપ્રમેહનું નિદાન કર્યું અને ઑપરેશન કર્યું ત્યારે બેભાન કર્યા વગર ચીરો મૂકીને પર કાઢી નાખતાં ધીમે ધીમે સારું થઈ ગયું. મહારાજશ્રીની સહનશીલતા, નિર્ભયનો અને દેહ પ્રત્યેના નિર્મમત્વનો આ અદ્ભુત પ્રસંગ હતો. સતારામાં શ્રી ભીમરાજજી અને સિમલજી તથા પૂનામાં શ્રી જીવણલાલજીની દીક્ષાઓ સારી રીતે સંપન્ન થઈ. ૧૯૮૦ નો ઘાટકોપરનો ચાતુર્માસ જીવદયાનાં કાયોને લીધે, શ્રાવકોની એકતાને લીધે, મુનિશ્રી “સુંદરલાલજીના’ ૮૧ દિવસોના ઉપવાસને લીધે અને વિવિધ વિષયો ઉપરનાં જાહેર પ્રવચનોના સામૂહિક આયોજનને લીધે ખૂબ સફળ રહ્યો. જેન તેમજ જૈનપ્રેમી સમસ્ત જનતા માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરક અને પ્રભાવશાળી રહ્યો. અહીંથી ભુસાવળ, જલગાંવ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા, ઉદેપુર અને બ્લાવર થઈ વિ. સં. ૧૯૮૪માં મહારાજશ્રી બીકાનેર પધાર્યા. અહીં સામાર્ગી જેન હિતકારિણી સંસ્થાની સ્થાપના થઈ. જે હજુ સુધી સુચારૂ રીતે કામ કરી સાધુઓનાં શિક્ષણ, વિહાર અને આચારસંહિતાને ઉપકારી થવામાં પોતાનું યોગદાન આપે છે. આગળના વિહારમાં મહારાજશ્રી સરદાર શહેર થઈ ચૂરુ પધાર્યા. અહીં શ્રી શેખચંદજીની દીક્ષા ભવ્ય રીતે સંપન્ન થઈ. અહીં ચાતુર્માસ કરી મહારાજશ્રીએ બીકાનેર, રોહતક, દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં સમાજ તરફથી મહારાજશ્રી માટે ખાસ પદવીદાન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અહીંથી આગ્રા થઈ જોધપુર તરફ વિહાર કર્યો અને જયનારણમાં શ્રી મોતીલાલજી કોટેચાની દીક્ષા થઈ. ત્યાંથી ક્રમે ક્રમે અજમેર થઈ ઉદેપુરમાં આવ્યા. અજમેરમાં મુનિશ્રી ગણેશલાલજીનો યુવાચાર્ય સમારોહ સંપન્ન થયો. તેઓની ૨૮ વર્ષની દીર્ધ જ્ઞાન-સાધના અને સંયમસાધના સમસ્ત સંધને અને ખાસ કરીને ત્યાં હાજર રહેલા કુલ ૬૫ સંત-સતીઓને માટે પ્રેરક, માર્ગદર્શક અને અનુકરણીય બની રહી. - સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ: આવા સમર્થ વિદ્વાન અને સુધારાવાદી મહાપુરુષનો લાભ હજી સૌરાષ્ટ્ર-ગુજરાતને મળ્યો નહોતો, ને સમાજના આગેવાનોને ખટકતું હતું. અગ્રગણ્ય ગુજરાતી શ્રાવકોનું એક ડેપ્યુટેશન બે-ત્રણ વાર મહારાજશ્રીને વિનંતિ કરી આવ્યું. તેઓશ્રીએ સંમતિ આપી અને પાલનપુર, વીરમગામ, વઢવાણ થઈ તેઓ રાજકોટ પધાર્યા. વિ. સં. ૧૯૯૩થી ચાર ચાતુર્માસ અનુક્રમે રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં થયા. અહીં સર્વત્ર જેનોનો, જેને પ્રેમીઓનો, રાષ્ટ્રીય નેતાઓનો અને સૌરાષ્ટ્રના રાજવીઓનો તેમના પ્રત્યેનો સદુભાવ અને ભક્તિ ખૂબ પ્રશંસનીય રહ્યાં. પરંતુ અહીંથી તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થય નરમ-ગરમ રહેવા લાગ્યું. અશક્તિ વધારે જણાવા લાગી. છતાં તેઓશ્રીએ મારવાડ તરફ વિહાર કર્યો અને છેલ્લા ચાતુમસો તેમણે ક્રમશ: બાવર, બગડી, બીકાનેર અને ભીમાસરમાં કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9