Book Title: Acharya Jawaharlalji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 9
________________ 112 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો લોભ કરે છે. લોકો નાનાં બાળકો માટે ઓછા પગારથી નાના સામાન્ય અધ્યાપકો નીમે છે અને તેમની પાસે બાળકોને શિક્ષણ અપાવે છે, પરંતુ આ બહુ મોટી ભૂલ છે. નાનાં બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરવા અનુભવી અધ્યાપકની આવશ્યકતા છે. (4) તપ : તપ એક પ્રકારની અગ્નિ છે, જેમાં સમસ્ત અપવિત્રતા, સંપૂર્ણ કલિમલ અને સમગ્ર મલિનતા ભસ્મીભૂત થઈ જાય છે. તપસ્યારૂપી અગ્નિમાં તપ્ત થઈને આત્મા સુવર્ણની જેમ તેજસ્વી બની જાય છે. તેથી પધર્મનું મહત્ત્વ અપાર છે. જેઓ તપ કરે છે, તેમની વાણી પવિત્ર અને પ્રિય હોય છે. જેઓ પ્રિય, પથ્ય તથા સત્ય વાણી બોલે છે તેમનું તપ જ ખરેખરું તપ કહેવા યોગ્ય હોય છે. તપસ્વીને અસત્ય કે અપ્રિય વાણી ઉચ્ચારવાનો અધિકાર નથી. તેણે કલેશયુક્ત, પીડાકારક અથવા ભયોપાદક વાણી બોલવી જોઈએ નહિ. તપસ્વીની વાણીમાં અમૃત જેવું માધુર્ય હોય છે. ભયગ્રસ્ત પ્રાણી તેની વાણી સાંભળીને નિર્ભય બની જાય છે. તપસ્વી હંમેશાં પોતાની જીભ પર નિયંત્રણ રાખે છે. તેની વાણી શુદ્ધ અને પવિત્ર હોય છે. (5) અસ્પૃશ્યતા: ધર્મભાવનાનું હાર્દ એ છે કે મનુષ્ય માત્રને ભાઈ, ભાઈ સમજો. દરેક મનુષ્ય આપણો બધુ છે. બધુનો અર્થ છે “સહાયક'. એ પ્રકારે શૂદ્ર તમારા સહાયક (મદદગાર છે અને તમે શૂદ્રના સહાયક છો. શૂદ્ર સમાજનો પાયો છે. મહેલની આધારશિલા તેના પાયામાં હોય છે. પાયો મજબૂત બન્યા સિવાય મહેલ સ્થિર રહી શકતો નથી. જો તમે શુદ્રને અસ્થિર-વિચલિત કરી દેશો તો સમાજની બુનિયાદ ડગમગવા લાગશે. સંસ્કૃતિ ધૂળમાં મળી જશે. યાદ રાખો, તેઓ પોતાને અધમ અથવા હલકા કહેવાવાળા હિન્દુસમાજનાં વહાલાં સંતાન છે. તેમને ધિકકારો નહિ, તેમનું અપમાન કરો નહિ. તેમના તરફ કૃતજ્ઞતા પ્રદર્શિત કરો નહિ. તેમની સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર કરો. (6) સંકલ્પ : શું સંકલ્પમાં દુઃખ દૂર કરવાનું સામર્થ્ય છે? હા, અવશ્ય છે. સંકલ્પમાં અનંત શક્તિ છે. સંકલ્પથી દુ:ખ દૂર થઈ જાય છે તેમજ નવીન દુ:ખનો પ્રાદુર્ભાવ થતો નથી. પોતાની સંકલ્પશક્તિનો વિકાસ જ આધ્યાત્મિક વિકાસ છે. સંક૯પનો પ્રભાવ જડ-સૃષ્ટિ પર પણ અવશ્ય પડે છે. જો સંકલ્પમાં બળની મિલાવટ થઈ તો કાર્યસિદ્ધિમાં સરળતા અને વિશેષ પ્રકારની તત્પરતા આવે છે. સાચા અંત:કરણથી કરેલા સંકલ્પને પ્રકૃનિ સ્વયં સહાય કરે છે. આ માટે મિથ્યા અભિમાન છોડી, શુદ્ધ હૃદયથી પરમાત્માને શરણે જવું જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9