Page #1
--------------------------------------------------------------------------
________________
ફોટોગ્રાફ અપ્રાપ્ય
૧૪. પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી
ભૂમિકા : સામાન્ય રીતે જૈન સાધુઓ વિશે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ પોતાના સંપ્રદાયની ક્રિયાઓ કરે છે, પોતાના મતનાં શાસ્ત્રો વાંચે છે અને પોતાના સંકુચિત ક્ષેત્રમાં ઉપદેશ આપી પોતાનું જીવન પૂરું કરે છે. આ માન્યતાને તદ્દન ખોટી પાડનાર “ગામવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને અપનાવી જગતનાં સમસ્ત પ્રાણીઓ અને મનુષ્યોને આમીય માનનાર અને સ્વીકારનાર ઉદારદષ્ટિ-સંપન્ન એક મહાન સાધુના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય આપવો ને આ લેખનો ઉદ્દેશ છે.
જન્મ અને બાલ્યાવસ્થા : માળવા ભારતીય ઉપખંડના હૃદયસમો એક મહાન પ્રદેશ છે, જ્યાં વિક્રમાદિત્ય અને ભોજ જેવા મહાન રાજાઓ તેમજ મહાકવિ કાલિદાસ અને ભવભૂનિ જેવા સરસ્વતી-ઉપાસકો થઈ ગયા. અહીંના ઝાબુઆ જિલ્લાના ચાંદલા નામના ગામમાં ઓશવાળ વણિક જ્ઞાતિના જીવરાજજી અને નાથીબાઈ નામના ધર્મસંસ્કારી દંપતીનો નિવાસ હતો. આ પવિત્ર દંપતીના ઘેર, જ્ઞાનપંચમીની પૂર્વ રાત્રિએ વિ. સં. ૧૯૩૨ના કાર્તિક સુદ ચોથને દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. માતાપિતાને આ પહેલું જ સંતાન હતું અને વળી વિશિષ્ટ શરીર સંપત્તિવાળું હતું. તેથી તેનું નામ ‘જવાહર’ રાખવામાં આવ્યું.
૧૪
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી
૧૦૫
માનવજીવનનો વિકાસ સુવર્ણની માફક તપવાથી થાય છે. મહાપુરુષોના જીવનમાં આવતી વિપત્તિઓ તેમના જીવનના સ્વાભાવિક પરિમાર્જન માટે હોય છે. બાળક જવાહરને બે વર્ષની વયે માતાનો અને પાંચ વર્ષની વયે પિતાનો વિયોગ થયો. તેથી તેના ઉછેર અને સંસ્કારની જવાબદારી મામા શ્રી મૂળચંદભાઈએ સ્વીકારી, જેઓ પોતે ગામમાં જ કાપડના વેપારથી પોતાની આજીવિકા ચલાવતા હતા.
ચાંદલા ગામની આજુબાજુ ભીલ અને આદિવાસીઓની ઘણી વસ્તી હતી. તેથી ખ્રિસ્તી મિશનરીઓની એક શાળામાં જવાહરને મૂકવામાં આવ્યો. પુસ્તકો કરતાં પ્રકૃતિમાંથી વધારે શીખવાના સંસ્કાર આ બાળકમાં પહેલેથી જ હતા. તે ગુજરાતી, હિંદી અને થોડું ગણિત શીખ્યો, ત્યાં તો શાળા છૂટી ગઈ અને મામા સાથે દુકાનમાં બેસવાનું શરૂ થઈ ગયું. કાપડને ઓળખવાની કળામાં બાળક જવાહર થોડા જ સમયમાં એવો નિષ્ણાત થઈ ગયો કે ઘણા વર્ષોના અનુભવીઓ પણ આશ્ચર્ય પામતા. પ્રતિભા, સાહસ, એકાગ્રતા અને સતત ઉદ્યમથી થોડા જ વર્ષોમાં બાળકની પોતાના વિષયની તજ્ઞતા આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. પરંતુ ભાવિનાં એધાણ કંઈક જુદાં જ હતાં. જીવનના રંગો કોઈ નવી જ દિશા ધારણ કરવાના હતા. એટલે એક અણધાયો બનાવ બન્યો.
વૈરાગ્ય અને અંતરમંથન : બાળક જવાહર ૧૩ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં તો ૩૩ વર્ષની ઉંમરના તેના મામા-પાલક પિતા-એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. “આ શિરછત્રરૂપ બનીને જીવનભર મારા માર્ગદર્શક અને રક્ષક બની રહેશે” એવી જેના માટે આશા સેવી હતી તે એકાએક ચાલ્યા જવાથી તેર વર્ષની ઉમરના જવાહરના કોમળ હૃદય ઉપર વજપાત જેવી અસર થઈ. વળી વિધવા મામી અને તેના પાંચ વર્ષના બાળક ઘાસીવાલની જવાબદારી પણ જવાહર ઉપર આવી પડી !
દુન્યવી દુઃખને વૈરાગ્યમાં પરિણત કરવાની જે શક્તિ આ બાળકમાં ઉત્પન્ન થઈ તે તેના પૂર્વસંસ્કારોની સાક્ષી પૂરે છે. તેના વિચારોની એક નોંધ નીચે મુજબ મળી આવે છે :
“નન્ય આત્મા! તારી આ ગંભીર ભૂલ છે કે અત્યાર સુધી પોતાને ભૂલતો રહ્યો. આટલો બધો કાળ વ્યતીત થવા છતાં પણ ને ધર્મની વિશિષ્ટ આરાધના કરી નહીં. હવે તો મારી વાત માની લે અને પોતાની ભૂલ સુધારી લેવાનો ખરેખરો પ્રયત્ન કર. હવે તો તને અત્યંત અનુકૂળ અવસર પ્રાપ્ત થયો છે. આવો અવસર વારંવાર મળતો નથી, માટે પોતાની બધી શક્તિને ભેગી કરીને ભગીરથ પુરુષાર્થ કર અને પરમાત્માનાં ભજન અને સાંનિધ્યનો લાભ લઈ લે.”
કોઈ કોઈ વાર જવાહરના માનસપટલ પરથી તેના નાનકડા જીવનનું ચલચિત્ર પસાર થઈ જતું. માતા ગઈ, પિતા ગયા, મામા ગયા. હવે દુકાનદારીમાં લાભ મેળવીને મારે શું પ્રયોજન સિદ્ધ કરવાનું છે ? મામી અને તેના બાળક માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તેમ છે, તો હવે ગમે તેમ કરીને ગુરુની પ્રાપ્તિ કરી પ્રભુએ ચીંધેલા માર્ગે
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
જવું જ મારે માટે હિતકારી છે. જોકે મામાએ કરેલો ઉપકાર વારંવાર સાંભળી આવતો હતો અને તેથી કોઈ વાર ને ગદગદ થઈ જતો હતો. છતાં સતત ચિંતન, દઢ અને સ્થાયી નિશ્ચયબળ અને સાહસ કરવાની ટેવવાળો આ બાળક આગળ વધી રહ્યો હતો.
ધનરાજી દ્વારા રૂકાવટઃ જવાહર આજકાલ દુકાનના કામમાં બરાબર રસ લેતો નથી' એવી ખબર જવાહરના બાપુજી(પિતાના મોટા ભાઈ)ને પડતાં તેમણે તેને બોલાવીને સમજાવ્યો ત્યારે જવાહરે તેમને પોતાના આંતરિક વૈરાગ્યની વાત જણાવી. આ વાત સાંભળી ધનરાજજી ઘણા ગુસ્સે થઈ ગયા અને ગામમાં કોઈ સંત, સતી આવે તો તેનો સમાગમ જવાહર ન કરી શકે તે માટે પોતાના બે પુત્રોને તેના ઉપર સતત ચોકી ભરવા માટે કહ્યું. આમ થોડો વખત ચાલ્યું પણ જવાહરની વૃત્તિમાં કોઈ ફેર પડ્યો નહીં, તેથી તેમણે ગામના અગ્રણીઓ અને વડીલોને સૂચના આપી કે જ્યારે નક મળે ત્યારે આ બાળકને સાધુઓની નિદા સંભળાવવી, તેના મનમાં સાધુઓ પ્રત્યે ભયની લાગણી ઉત્પન્ન કરવી અને ધાર્મિક બાબતો પ્રત્યે અરુચિ થાય તેવું આયોજન કરવું. આમ વિવિધ ઉપાયો દ્વારા જવાહરના વિરક્ત જીવન પ્રત્યેના વલણને નિષ્ફળ બનાવવા તેમણે યથાશક્ય પ્રયત્ન કર્યો. પરંતુ હોનહારને કોણ ટાળી શકે છે? છેલ્લાં લગભગ ચાર વર્ષથી જવાહરલાલજી દુકાનમાં અને ઘરમાં જળકમળવત રહેતા અને વાંચન, ચિંતન અને સંત-સમાગમના વિરહમાં દિવસો વિતાવના પણ તેમના મનનું સમાધાન થતું નહીં.
સંતસમાગમ અને દીક્ષા : જસવંતલાલજીના પુત્ર ઉદયચંદની સાથે એક વાર તેમને દાહોદની નજીક આવેલા લીંબડી ગામે જવાનું થયું. ત્યાં હુકમીચંદજીની પરંપરાના ઘાસીલાલજી મહારાજનો સમાગમ થયો. તેથી તે લીંબડી ગામે રોકાઈ ગયા અને પોતાના અંતરની વાત પૂ. મહારાજશ્રીને જણાવી, પરંતુ મહારાજશ્રીએ સ્વજનોની અનુમતિ માટે આગ્રહ કર્યો. જશરાજજીએ છળકપટ કરીને જવાહરલાલજીને બોલાવી લીધા. પરંતુ આ વાન હવે આગળ વધી ગઈ હતી, તેથી થોડા દિવસોમાં બૈરા નામના ધોબીના ઘોડા ઉપર બેસીને તેઓ પુન: લીંબડી પહોંચી ગયા. હવે કોઈ ઉપાય ન રહેવાથી ધનરાજજીને પણ પોતાના પુત્ર ઉદયચંદજી સાથે દીક્ષા લેવાનું સંમતિપત્ર મોકલી આપવું પડ્યું. આમ વિ. સં. ૧૯૪૮ના માગસર સુદ બીજના શુભમુહુર્ત જવાહરલાલજીની દીક્ષાનો નિર્ણય લેવાયો. શ્રી ઘાસીલાલજી મહારાજે કેશલોચ કર્યો અને જવાહરલાલજીએ શ્રી મગનલાલના શિષ્ય તરીકે મહાવ્રતનું ઉચ્ચારણ કરી દીક્ષા લેવાની પોતાની ભાવના પૂરી કરી. ભૂખ્યાને ઘેબર મળે કે નિર્ધનને રત્નચિંતામણિ મળે તેમ જવાહરલાલજીના હર્ષનો આજે પાર નહોતો, કારણ કે પોતાની ચિર પ્રતિક્ષિત વૈરાગ્યભાવના જીવનમાં આજે સાકાર બની હતી.
અધ્યયન અને વિહાર: પોતાનું જીવન ઉન્નત બનાવવાની તેમની પૂર્વસંસ્કાર ના બળથી જવાહરલાલજીને નાનપણથી જ પ્રાપ્ત થઈ હતી. આ જન્મજાત પ્રતિભામાં તીવ્ર
સ્મરણશક્તિ, તીણબુદ્ધિ અને ગ્રાહકતા, એકનિષ્ઠા, સેવામાં નાના અને આત્યંતિક વિનયશીલતા ભળતાં સરસ્વતીદેવીને પ્રસન્ન થયા સિવાય છૂટકો નહોતો. થોડા સમયમાં
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલ
૧૦૭
પ્રતિક્રમણ, સામાયિક, સૂત્રો, પ્રાર્થના પદો, ગાથાઓ વગેરે સેંકડોની સંખ્યામાં તેમને કિંઠસ્થ થઈ ગયાં. દીક્ષા પછી દોઢ માસની અંદર જ મહારાજશ્રીને પોતાના ગુરુ શ્રી મગનલાલજી મહારાજનો પટલાવદ મુકામે વિયોગ થયો. તપસ્વીશ્રી મોતીલાલજી મહારાજે તેમને ધીરજ બંધાવી અને દરેક રીતે સંભાળી લીધા. આ યુવામુનિના જીવનમાં સેવા, તપ, ત્યાગ, સહનશીલતા વગેરે અનેક ઉત્તમ ગુણોનો સંચાર કરવાનું મુખ્ય કાર્ય શ્રી મોતીલાલજી મહારાજે આ સમય દરમિયાન કર્યું. પહેલા ચાતુર્માસમાં ધાર ખાતે તેઓશ્રીએ કાવ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું અને બીજા ચાતુર્માસ વખતે રામપુરામાં શાસ્ત્રજ્ઞ શ્રી કેસરમલજી પાસેથી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃનાંગ, પ્રશ્નવ્યાકરણ વગેરે આગમસૂત્રોનો ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કર્યો. પોતાના વિશિષ્ટ બુદ્ધિબળને લીધે તેઓશ્રી અભ્યાસમાં સૌ મુનિઓમાં આગળ જ રહેતા. ત્યાર પછીના ત્રણ ચાતુર્માસ જાવરા, પાંદલા-શિવગંજ અને સૈલાનામાં થયા. આ સ્થળોમાં અધ્યયનની વૃદ્ધિની સાથે સાથે લોકોમાં નિર્વ્યસનનો સારો પ્રચાર થયો. વિ.સં ૧૯૫૪ ના ચાતુર્માસમાં તેઓશ્રીને યુવાચાર્યશ્રી ચોથમલજી મહારાજ અને તેમના મુનિઓના સમાગમનો લાભ પ્રાપ્ત થયો. ' બે ચાતુર્માસ પછી નવરા મુકામે આચાર્યશ્રી ચોથમલજી મહારાજના વિશાળ સંઘના સંત-સતિઓના સમાગમનો લાભ પણ તેમને મળવો.
વિ. સં. ૧૯૫૬માં શ્રી ચોથમલજી મહારાજે પોતાની શરીર અવસ્થાને વધતી જોઈને વિશાળ સંધની જવાબદારી ચાર વિશિષ્ટ મુનિઓને સોંપી દીધી, જેમાં માત્ર આઠ વર્ષથી દીક્ષિત, ચોવીસ વર્ષની ઉંમરના શ્રી જવાહરલાલજી પણ એક હતા. ૧૯૫૭નો ચાતુર્માસ ઉજજૈન પાસે મહિદપુરમાં થયો.
જવાહરની કિંમત ઝવેરીએ કરી : પૂ. શ્રી લાલજી મહારાજને આચાર્યપદની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તેઓ ઈન્દોર આવ્યા અને ત્યાંથી મેવાડ તરફ વિહાર કર્યો અને ઉદેપુર આવ્યા. અહીંના શ્રીસંઘે તેમને ચાતુર્માસ માટે વિનંતિ કરી ત્યારે તેઓશ્રીએ કહ્યું, “ તમને જવાહરની એક પેટી આ ચોમાસામાં આપી જઈશ જેથી તમારી ભાવના પૂર્ણ થશે, અર્થાન ૧૯૫૮નું ચાતુર્માસ ઉદેપુરમાં થયું જેમાં જ્ઞાન અને તપશ્ચર્યા ધરા ખૂબ ધર્મપ્રભાવના થઈ. ત્યાંથી વિહાર કરી જોધપુર તરફ પ્રસ્થાન કર્યું ત્યારે રસ્તામાં તરાવલીગઢ ગામ પાસે જંગલમાં લૂંટારાઓએ સાધુઓનાં વસ્ત્ર, પાત્ર લ્હૂંટી લીધાં. પણ સાધુઓએ સમતા રાખી. ૧૯૫૯નો ચાતુર્માસ જોધપુરમાં જ થયો, જ્યાં શ્રી પ્રતાપ મલજી નામના ઉચ્ચ શ્રાવકને બોધ આપી, તેની કેટલીક ખોટી માન્યતાઓનું નિરાન કરી, તેને સન્માર્ગ-આરાધનામાં જોડડ્યો અને ભીમાસરમાં ચાતુર્માસ પૂર્ણ કર્યો. ૧૯૬રનો ચાતુર્માસ તેઓએ ઉદેપુરમાં ક્ય.
ઉદેપુરમાં ગણેશલાલજીને દીક્ષા : આ ચાતુર્માસ ખૂબ પ્રભાવશાળી રહ્યો, કારણ કે અહીં (૧) ૮ થી માંડીને ૬૧ દિવસની ઉપવાસની તપસ્યાઓ થઈ, (૨) અને રાજ્યાધિકારીઓ સહિત સમસ્ત ઉદેપુરની જનતાએ મહારાજનાં પ્રવચનોનો લાભ લીધો અને (૩) શ્રી ગણેશલાલજી મારુ નામના વિરક્ત અને અભ્યાસીએ ૧૬ વર્ષની
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ઉંમરે આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી ચાતુર્માસને અંતે દીક્ષા ગ્રહણ કરી. આ ધર્માત્માએ જૈનશાસ્ત્રો, સંસ્કૃત, ફારસી વગેરેનો ખૂબ સારો અભ્યાસ કર્યો અને આગળ ઉપર આચાર્યપદ શોભાવ્યું.
અહીંથી નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલવાડા, ચિત્તોડ થઈ તેઓ અજમેર પાસે મસૂદા ગામમાં આવ્યા. અહીં સુગનચંદજી કોઠારીને બોધ આપી ફરીથી શ્રાવકધર્મમાં સ્થિર કર્યા અને રાયપુર થઈ ૧૯૬૩નો ચાતુર્માસ ગંગાપુરમાં અને ૧૯૬૪નો ચાતુર્માસ રતલામમાં કર્યો. અહીં સ્થાનકવાસી કૉન્ફરન્સના ભાઈઓને યોગ્ય માર્ગદર્શન આપી તેઓશ્રી ચાંદલા પધાર્યા. વાંદલાના આ ચાતુર્માસમાં હાથી દ્વારા વિવેક-વિનયની, સર્પ દ્વારા શાંતભાવ રાખવાની અને પથ્થર મારનારાઓ પર ક્ષમા કરવાની અનેક વિસ્મયકારક ઘટનાઓ લોકોને ચમત્કારિક લાગી, પણ આજે સંતના જીવનમાં વણાઈ ગયેલી વિશ્વમૈત્રી અને કરુણાનો જ પ્રભાવ ગણવો જોઈએ.
થાંદલાથી વિહાર કર્યો ત્યારે પૂ. મહારાજશ્રીની તબિયત બગડી ગઈ હતી. પણ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ જાવરા આવ્યા અને ત્યાંથી કોઇ નામના ગામમાં જઈ શ્રી લાલચંદજી નામના પરોપકારી શ્રીમંતને દીક્ષા આપી. અહીંથી દેવાસ થઈ તેઓશ્રી ઇન્દોર પહોંચ્યા અને ૧૯૬૭નો ચાતુર્માસ ઈન્દોરમાં કર્યો. અહીં શ્રી ચંદનમલજી ફિરોદિયા વગેરે શ્રાવકોએ મહારાજશ્રીને દક્ષિણ તરફ આવવા વિનંતિ કરી અને તેનો
સ્વીકાર થયો; તેથી મહારાજશ્રીએ ઇન્દોરથી બડવાહા, નાવદ, બુરહાનપુર, ફૈજપુર તથા ભુસાવળ થઈ અહમદનગરમાં ૧૯૬૮માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો.
દક્ષિણના સુપ્રસિદ્ધ આતુર્માસ : અહમદનગર, જુન્નર, ધોડનદી અને જામગાંવમાં ચાતુર્માસ થયા. જામગાંવના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીને “ગણી”ની પદવી અર્પણ કરવામાં આવી. અહીંથી ફરી અહમદનગર, ધોડનદી, મીટી, હિવડા, સોનઈ વગેરે નગરોમાં વિહાર કર્યો. હિવડામાં ઉદેપુરથી આવેલા પૂ. શ્રી લાલજી મહારાજે સંધની આજ્ઞાથી તેઓશ્રીને યુવાચાર્યની પદવી અર્પણ કરી. ૧૯૭૫ના સીલામના ચાતુર્માસ વખતે ચૈત્ર વદ ૯ ને બુધવારના રોજ વિધિપૂર્વક યુવાચાર્યપદની ઉજવણી કરવામાં આવી. બીજે જ વર્ષે પૂ. શ્રી લાલજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર મહારાજશ્રીને ભીનાસરમાં મળ્યા, જેના અનુસંધાનમાં તેઓએ આઠ દિવસના ઉપવાસ કર્યા.
આચાર્ય પદવી : હવે સમસ્ત સંઘ અને સમાજના કાર્યકલાપ, માર્ગદર્શન અને રક્ષણની જવાબદારી મહારાજશ્રીને શિરે આવી પડી હતી. તેમણે પોતાનો અનુભવ સમાજ સમક્ષ રજૂ કરી દીધો. તેઓએ કહ્યું કે શિક્ષણનું કાર્ય ત્વરાથી હાથ ધરી નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યને અગ્રિમતા આપવી જોઈએ. પરંતુ સમાજમાં હજુ એવા કાર્યકરો તૈયાર થયા નહોતા તેથી “સાધુનાગ જેન હિતકારિણી સંસ્થા” એ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બીકાનેર અને રતલામમાં ચાતુર્માસ પૂરા કરી મહારાજશ્રી દક્ષિણમાં સતારા, પૂના, જલગાંવ અને અહમદનગરમાં ફર્યા. વિ. સં. ૧૯૮૧ ના જલગાંવના ચાતુર્માસમાં તેઓના હાથમાં એક નાનું ગૂમડું
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી
૧૦૯
થયું. તેમાં પાક થઈ ગયો અને પરુ ભરાઈ ગયું. આખરે પ્રખ્યાત સર્જન ગુલગાંવકરે મધુપ્રમેહનું નિદાન કર્યું અને ઑપરેશન કર્યું ત્યારે બેભાન કર્યા વગર ચીરો મૂકીને પર કાઢી નાખતાં ધીમે ધીમે સારું થઈ ગયું. મહારાજશ્રીની સહનશીલતા, નિર્ભયનો અને દેહ પ્રત્યેના નિર્મમત્વનો આ અદ્ભુત પ્રસંગ હતો.
સતારામાં શ્રી ભીમરાજજી અને સિમલજી તથા પૂનામાં શ્રી જીવણલાલજીની દીક્ષાઓ સારી રીતે સંપન્ન થઈ. ૧૯૮૦ નો ઘાટકોપરનો ચાતુર્માસ જીવદયાનાં કાયોને લીધે, શ્રાવકોની એકતાને લીધે, મુનિશ્રી “સુંદરલાલજીના’ ૮૧ દિવસોના ઉપવાસને લીધે અને વિવિધ વિષયો ઉપરનાં જાહેર પ્રવચનોના સામૂહિક આયોજનને લીધે ખૂબ સફળ રહ્યો. જેન તેમજ જૈનપ્રેમી સમસ્ત જનતા માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરક અને પ્રભાવશાળી રહ્યો. અહીંથી ભુસાવળ, જલગાંવ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા, ઉદેપુર અને બ્લાવર થઈ વિ. સં. ૧૯૮૪માં મહારાજશ્રી બીકાનેર પધાર્યા. અહીં સામાર્ગી જેન હિતકારિણી સંસ્થાની સ્થાપના થઈ. જે હજુ સુધી સુચારૂ રીતે કામ કરી સાધુઓનાં શિક્ષણ, વિહાર અને આચારસંહિતાને ઉપકારી થવામાં પોતાનું યોગદાન આપે છે.
આગળના વિહારમાં મહારાજશ્રી સરદાર શહેર થઈ ચૂરુ પધાર્યા. અહીં શ્રી શેખચંદજીની દીક્ષા ભવ્ય રીતે સંપન્ન થઈ. અહીં ચાતુર્માસ કરી મહારાજશ્રીએ બીકાનેર, રોહતક, દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં સમાજ તરફથી મહારાજશ્રી માટે ખાસ પદવીદાન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અહીંથી આગ્રા થઈ જોધપુર તરફ વિહાર કર્યો અને જયનારણમાં શ્રી મોતીલાલજી કોટેચાની દીક્ષા થઈ. ત્યાંથી ક્રમે ક્રમે અજમેર થઈ ઉદેપુરમાં આવ્યા. અજમેરમાં મુનિશ્રી ગણેશલાલજીનો યુવાચાર્ય સમારોહ સંપન્ન થયો. તેઓની ૨૮ વર્ષની દીર્ધ જ્ઞાન-સાધના અને સંયમસાધના સમસ્ત સંધને અને ખાસ કરીને ત્યાં હાજર રહેલા કુલ ૬૫ સંત-સતીઓને માટે પ્રેરક, માર્ગદર્શક અને અનુકરણીય બની રહી.
- સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ: આવા સમર્થ વિદ્વાન અને સુધારાવાદી મહાપુરુષનો લાભ હજી સૌરાષ્ટ્ર-ગુજરાતને મળ્યો નહોતો, ને સમાજના આગેવાનોને ખટકતું હતું. અગ્રગણ્ય ગુજરાતી શ્રાવકોનું એક ડેપ્યુટેશન બે-ત્રણ વાર મહારાજશ્રીને વિનંતિ કરી આવ્યું. તેઓશ્રીએ સંમતિ આપી અને પાલનપુર, વીરમગામ, વઢવાણ થઈ તેઓ રાજકોટ પધાર્યા. વિ. સં. ૧૯૯૩થી ચાર ચાતુર્માસ અનુક્રમે રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં થયા. અહીં સર્વત્ર જેનોનો, જેને પ્રેમીઓનો, રાષ્ટ્રીય નેતાઓનો અને સૌરાષ્ટ્રના રાજવીઓનો તેમના પ્રત્યેનો સદુભાવ અને ભક્તિ ખૂબ પ્રશંસનીય રહ્યાં.
પરંતુ અહીંથી તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થય નરમ-ગરમ રહેવા લાગ્યું. અશક્તિ વધારે જણાવા લાગી. છતાં તેઓશ્રીએ મારવાડ તરફ વિહાર કર્યો અને છેલ્લા ચાતુમસો તેમણે ક્રમશ: બાવર, બગડી, બીકાનેર અને ભીમાસરમાં કર્યા.
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધશે
અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરીરનું દર્દ ચાલુ થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ. સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું. છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયાં. સમસ્ત રાજ્યમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ ‘શ્રી જવાહર વિદ્યાપીઠ' ની સ્થાપના કરવામાં આવી.
૧૧૦
મુ. મહારાજશ્રીની વિશેષતાઓ :
(૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દૃઢ સંસ્કાર ઉદય પામ્યા હતા. ( ૨ ) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ તેઓ વિશેષ લક્ષ આપતા.
(૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવાદી
અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની નીતિમાં તેઓ અંત સુધી દેઢ હતા.
(૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ પણ તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય :
૨. સરદાર વલ્લભભાઈ પટેલ વિ. સં. ૧૯૯૩, રાજકોટ
૩. શ્રી બાળગંગાધર તિલક
વિ. સં. ૧૯૭૨, અહમદનગર વિ. સ. ૧૯૯૩, પોરબંદર
વિ. સં. ૧૯૮૪, બીકાનેર વિ. સં. ૧૯૭૨, અહમદનગર વિ. સં. ૧૯૭૧, પારનેર (માહિતી મળતી નથી. વિ. સં. ૧૯૮૭, બીકાનેર
(માહિતી મળતી નથી. )
૧૨. સૌરાષ્ટ્ર-રાજસ્થાનના રાજવીઓ
વિવિધ સ્થળોએ વિ. સં. ૧૯૮૪, ભીનાસર
૧૩. સર મનુભાઈ મહેતા (૫) નિર્વ્યસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દ્રષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો.
૪. શ્રી પટ્ટાભી સીતારામૈયા ૫. માં મદનમોહન માલવિયાજી
૬. સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ
૭. સેનાપતિ બાપટ
૮. સંત વિનોબા ભાવે
૯. શ્રી રામનરેશ ત્રિપાઠી
૧૦. કાકા કાલેલકર ૧૧. શ્રી ઠક્કરબાપા
}
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી
૧૧૧ બાળલગ્નો અને વૃદ્ધલગ્નો થતાં. દહેજની પ્રથા વ્યાપક હતી. બહેનોની અને ખાસ કરીને વિધવાઓની દશા દયનીય હતી. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, માંસાહાર, જુગાર, વિષયલંપટતા આદિનો ખૂબ ફેલાયો હતો. અસ્પૃશ્યતાની અધમ માન્યતા હિંદુ ધર્મનું મહાન કલંક હતું. આર્ય ધર્મોના અનુયાયીઓમાં એકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુના હતી. આવા અનેક સાંપ્રત, નૈતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણમાં તેઓએ પોતાનું યોગ્ય અને પ્રશંસનીય યોગદાન કર્યું.
(૬) વિદ્વાન સર્વત્ર પૂજ્યા આ લોકોક્તિને તેમણે પોતાની વિશાળ, તેજસ્વી, વિદ્વત્તાપૂર્ણ, સર્વગ્રાહી અને અનુભવસિદ્ધ વકતૃત્વકળાથી સાબિત કરી બતાવી અને તેથી જ તેમની જાહેર ધર્મસભાઓમાં હિંદુ, જૈન, મુસલમાન, શીખ, બાળક, યુવાન વૃદ્ધ, યુવતીઓ, વૃદ્ધાઓ વગેરે સૌ કોઈ રસ લેતાં અને પોતાના જીવનના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન મેળવતાં.
ઉપદેશ પ્રસાદી (૧) પ્રાર્થના : પ્રભુ ! હું ઊર્ધ્વગામી બનવા ઇચ્છું છું. પ્રગતિના મહાન અને અંતિમ લક્ષ્યની દિશામાં નિરંતર પ્રયાણ કરવાની ઇચ્છા કરું છું. મને એવી શક્તિ આપો કે અધોગામી ન બની જાઉં, મારી અવનતિ ન થાય. વિશ્વનાં પ્રલોભનો મને જરા પણ આકર્ષી શકે નહિ. ભગવાન, જે આપ મારા કવચ બની જાઓ તો હું કેટલો ભાગ્યશાળી બની જાઉં? મેં તમારું સ્વરૂપ જાણીને તમને મારા હૃદયમાં સ્થાન આપ્યું છે. હું મારા હૃદયને તમારું મંદિર સમજવા લાગ્યો છું.
(૨) નામસ્મરણ : મહાપુરુષોના જીવનમાં નામસ્મરણનું સ્થાન હંમેશાં બહુ જ ઊંચું હોય છે. જે સમયે તેઓ સાંસારિક સમસ્યાઓથી કંટાળી જાય, તેમનું ચિત્ત અશાંત અને વ્યગ્ર બની જાય તે સમયે ભગવાનનું નામ જ તેમને શાંતિ આપે છે. ભયંકર આપત્તિ આવી પડે ત્યારે પણ ભગવસ્મરણથી જ તેમને ધીરજ પ્રાપ્ત થાય છે. નામસ્મરણ જ પથ–પ્રદર્શક બને છે.
જે સમયે મનુષ્ય સિદ્ધોદું, શુદ્ધોદું, અનન્તાના કુળ ઢોવ્રુનું તત્ત્વ સમજીને ભગવાનમાં (તેના સ્વરૂપમાં) તન્મય બનીને તેમના નામનું સ્મરણ કરવા લાગે છે ત્યારે તેને પોતાની અંદર રહેલી શક્તિઓનો આભાસ થવા લાગે છે. તે આભાસ જેમ જેમ નિર્મલ બનતો જાય તેમ તેમ પરમ આનંદનો અનુભવ વધતો જાય છે, ભગવત્સ્મરણ આત્મવિકાસને આમંત્રણ આપે છે. નામસ્મરણ આત્મિક શક્તિનું ઊર્ધ્વરોહણ કરે છે, કારણ કે પૂર્ણ વિકસિત આત્મા જ ભગવાન છે.
(૩) શિક્ષણ : મનુષ્ય અનંત શક્તિનો તેજસ્વી પુંજ છે. પરંતુ તેની શક્તિ આવરણમાં અટવાઈ ગઈ છે. તે આવરણને દૂર કરીને વિદ્યમાન શક્તિને પ્રકાશિત કરવી તે શિક્ષણનું ધ્યેય છે. બહુ જ ઓછી સંખ્યામાં માતા-પિતા શિક્ષણનું વાસ્તવિક મહત્ત્વ સમજે છે. પ્રિય માતા-પિતા શિક્ષણને આજીવિકામાં મદદ કરનાર અથવા ધનોપાર્જનનું સાધન માનીને પોતાનાં બાળકોને શિક્ષણ આપે છે. આ કારણથી તેઓ શૈક્ષણિક વિષયમાં
Page #9
--------------------------------------------------------------------------
________________ 112 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો લોભ કરે છે. લોકો નાનાં બાળકો માટે ઓછા પગારથી નાના સામાન્ય અધ્યાપકો નીમે છે અને તેમની પાસે બાળકોને શિક્ષણ અપાવે છે, પરંતુ આ બહુ મોટી ભૂલ છે. નાનાં બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરવા અનુભવી અધ્યાપકની આવશ્યકતા છે. (4) તપ : તપ એક પ્રકારની અગ્નિ છે, જેમાં સમસ્ત અપવિત્રતા, સંપૂર્ણ કલિમલ અને સમગ્ર મલિનતા ભસ્મીભૂત થઈ જાય છે. તપસ્યારૂપી અગ્નિમાં તપ્ત થઈને આત્મા સુવર્ણની જેમ તેજસ્વી બની જાય છે. તેથી પધર્મનું મહત્ત્વ અપાર છે. જેઓ તપ કરે છે, તેમની વાણી પવિત્ર અને પ્રિય હોય છે. જેઓ પ્રિય, પથ્ય તથા સત્ય વાણી બોલે છે તેમનું તપ જ ખરેખરું તપ કહેવા યોગ્ય હોય છે. તપસ્વીને અસત્ય કે અપ્રિય વાણી ઉચ્ચારવાનો અધિકાર નથી. તેણે કલેશયુક્ત, પીડાકારક અથવા ભયોપાદક વાણી બોલવી જોઈએ નહિ. તપસ્વીની વાણીમાં અમૃત જેવું માધુર્ય હોય છે. ભયગ્રસ્ત પ્રાણી તેની વાણી સાંભળીને નિર્ભય બની જાય છે. તપસ્વી હંમેશાં પોતાની જીભ પર નિયંત્રણ રાખે છે. તેની વાણી શુદ્ધ અને પવિત્ર હોય છે. (5) અસ્પૃશ્યતા: ધર્મભાવનાનું હાર્દ એ છે કે મનુષ્ય માત્રને ભાઈ, ભાઈ સમજો. દરેક મનુષ્ય આપણો બધુ છે. બધુનો અર્થ છે “સહાયક'. એ પ્રકારે શૂદ્ર તમારા સહાયક (મદદગાર છે અને તમે શૂદ્રના સહાયક છો. શૂદ્ર સમાજનો પાયો છે. મહેલની આધારશિલા તેના પાયામાં હોય છે. પાયો મજબૂત બન્યા સિવાય મહેલ સ્થિર રહી શકતો નથી. જો તમે શુદ્રને અસ્થિર-વિચલિત કરી દેશો તો સમાજની બુનિયાદ ડગમગવા લાગશે. સંસ્કૃતિ ધૂળમાં મળી જશે. યાદ રાખો, તેઓ પોતાને અધમ અથવા હલકા કહેવાવાળા હિન્દુસમાજનાં વહાલાં સંતાન છે. તેમને ધિકકારો નહિ, તેમનું અપમાન કરો નહિ. તેમના તરફ કૃતજ્ઞતા પ્રદર્શિત કરો નહિ. તેમની સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર કરો. (6) સંકલ્પ : શું સંકલ્પમાં દુઃખ દૂર કરવાનું સામર્થ્ય છે? હા, અવશ્ય છે. સંકલ્પમાં અનંત શક્તિ છે. સંકલ્પથી દુ:ખ દૂર થઈ જાય છે તેમજ નવીન દુ:ખનો પ્રાદુર્ભાવ થતો નથી. પોતાની સંકલ્પશક્તિનો વિકાસ જ આધ્યાત્મિક વિકાસ છે. સંક૯પનો પ્રભાવ જડ-સૃષ્ટિ પર પણ અવશ્ય પડે છે. જો સંકલ્પમાં બળની મિલાવટ થઈ તો કાર્યસિદ્ધિમાં સરળતા અને વિશેષ પ્રકારની તત્પરતા આવે છે. સાચા અંત:કરણથી કરેલા સંકલ્પને પ્રકૃનિ સ્વયં સહાય કરે છે. આ માટે મિથ્યા અભિમાન છોડી, શુદ્ધ હૃદયથી પરમાત્માને શરણે જવું જરૂરી છે.