________________
પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલ
૧૦૭
પ્રતિક્રમણ, સામાયિક, સૂત્રો, પ્રાર્થના પદો, ગાથાઓ વગેરે સેંકડોની સંખ્યામાં તેમને કિંઠસ્થ થઈ ગયાં. દીક્ષા પછી દોઢ માસની અંદર જ મહારાજશ્રીને પોતાના ગુરુ શ્રી મગનલાલજી મહારાજનો પટલાવદ મુકામે વિયોગ થયો. તપસ્વીશ્રી મોતીલાલજી મહારાજે તેમને ધીરજ બંધાવી અને દરેક રીતે સંભાળી લીધા. આ યુવામુનિના જીવનમાં સેવા, તપ, ત્યાગ, સહનશીલતા વગેરે અનેક ઉત્તમ ગુણોનો સંચાર કરવાનું મુખ્ય કાર્ય શ્રી મોતીલાલજી મહારાજે આ સમય દરમિયાન કર્યું. પહેલા ચાતુર્માસમાં ધાર ખાતે તેઓશ્રીએ કાવ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું અને બીજા ચાતુર્માસ વખતે રામપુરામાં શાસ્ત્રજ્ઞ શ્રી કેસરમલજી પાસેથી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃનાંગ, પ્રશ્નવ્યાકરણ વગેરે આગમસૂત્રોનો ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કર્યો. પોતાના વિશિષ્ટ બુદ્ધિબળને લીધે તેઓશ્રી અભ્યાસમાં સૌ મુનિઓમાં આગળ જ રહેતા. ત્યાર પછીના ત્રણ ચાતુર્માસ જાવરા, પાંદલા-શિવગંજ અને સૈલાનામાં થયા. આ સ્થળોમાં અધ્યયનની વૃદ્ધિની સાથે સાથે લોકોમાં નિર્વ્યસનનો સારો પ્રચાર થયો. વિ.સં ૧૯૫૪ ના ચાતુર્માસમાં તેઓશ્રીને યુવાચાર્યશ્રી ચોથમલજી મહારાજ અને તેમના મુનિઓના સમાગમનો લાભ પ્રાપ્ત થયો. ' બે ચાતુર્માસ પછી નવરા મુકામે આચાર્યશ્રી ચોથમલજી મહારાજના વિશાળ સંઘના સંત-સતિઓના સમાગમનો લાભ પણ તેમને મળવો.
વિ. સં. ૧૯૫૬માં શ્રી ચોથમલજી મહારાજે પોતાની શરીર અવસ્થાને વધતી જોઈને વિશાળ સંધની જવાબદારી ચાર વિશિષ્ટ મુનિઓને સોંપી દીધી, જેમાં માત્ર આઠ વર્ષથી દીક્ષિત, ચોવીસ વર્ષની ઉંમરના શ્રી જવાહરલાલજી પણ એક હતા. ૧૯૫૭નો ચાતુર્માસ ઉજજૈન પાસે મહિદપુરમાં થયો.
જવાહરની કિંમત ઝવેરીએ કરી : પૂ. શ્રી લાલજી મહારાજને આચાર્યપદની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તેઓ ઈન્દોર આવ્યા અને ત્યાંથી મેવાડ તરફ વિહાર કર્યો અને ઉદેપુર આવ્યા. અહીંના શ્રીસંઘે તેમને ચાતુર્માસ માટે વિનંતિ કરી ત્યારે તેઓશ્રીએ કહ્યું, “ તમને જવાહરની એક પેટી આ ચોમાસામાં આપી જઈશ જેથી તમારી ભાવના પૂર્ણ થશે, અર્થાન ૧૯૫૮નું ચાતુર્માસ ઉદેપુરમાં થયું જેમાં જ્ઞાન અને તપશ્ચર્યા ધરા ખૂબ ધર્મપ્રભાવના થઈ. ત્યાંથી વિહાર કરી જોધપુર તરફ પ્રસ્થાન કર્યું ત્યારે રસ્તામાં તરાવલીગઢ ગામ પાસે જંગલમાં લૂંટારાઓએ સાધુઓનાં વસ્ત્ર, પાત્ર લ્હૂંટી લીધાં. પણ સાધુઓએ સમતા રાખી. ૧૯૫૯નો ચાતુર્માસ જોધપુરમાં જ થયો, જ્યાં શ્રી પ્રતાપ મલજી નામના ઉચ્ચ શ્રાવકને બોધ આપી, તેની કેટલીક ખોટી માન્યતાઓનું નિરાન કરી, તેને સન્માર્ગ-આરાધનામાં જોડડ્યો અને ભીમાસરમાં ચાતુર્માસ પૂર્ણ કર્યો. ૧૯૬રનો ચાતુર્માસ તેઓએ ઉદેપુરમાં ક્ય.
ઉદેપુરમાં ગણેશલાલજીને દીક્ષા : આ ચાતુર્માસ ખૂબ પ્રભાવશાળી રહ્યો, કારણ કે અહીં (૧) ૮ થી માંડીને ૬૧ દિવસની ઉપવાસની તપસ્યાઓ થઈ, (૨) અને રાજ્યાધિકારીઓ સહિત સમસ્ત ઉદેપુરની જનતાએ મહારાજનાં પ્રવચનોનો લાભ લીધો અને (૩) શ્રી ગણેશલાલજી મારુ નામના વિરક્ત અને અભ્યાસીએ ૧૬ વર્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org