SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ઉંમરે આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી ચાતુર્માસને અંતે દીક્ષા ગ્રહણ કરી. આ ધર્માત્માએ જૈનશાસ્ત્રો, સંસ્કૃત, ફારસી વગેરેનો ખૂબ સારો અભ્યાસ કર્યો અને આગળ ઉપર આચાર્યપદ શોભાવ્યું. અહીંથી નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલવાડા, ચિત્તોડ થઈ તેઓ અજમેર પાસે મસૂદા ગામમાં આવ્યા. અહીં સુગનચંદજી કોઠારીને બોધ આપી ફરીથી શ્રાવકધર્મમાં સ્થિર કર્યા અને રાયપુર થઈ ૧૯૬૩નો ચાતુર્માસ ગંગાપુરમાં અને ૧૯૬૪નો ચાતુર્માસ રતલામમાં કર્યો. અહીં સ્થાનકવાસી કૉન્ફરન્સના ભાઈઓને યોગ્ય માર્ગદર્શન આપી તેઓશ્રી ચાંદલા પધાર્યા. વાંદલાના આ ચાતુર્માસમાં હાથી દ્વારા વિવેક-વિનયની, સર્પ દ્વારા શાંતભાવ રાખવાની અને પથ્થર મારનારાઓ પર ક્ષમા કરવાની અનેક વિસ્મયકારક ઘટનાઓ લોકોને ચમત્કારિક લાગી, પણ આજે સંતના જીવનમાં વણાઈ ગયેલી વિશ્વમૈત્રી અને કરુણાનો જ પ્રભાવ ગણવો જોઈએ. થાંદલાથી વિહાર કર્યો ત્યારે પૂ. મહારાજશ્રીની તબિયત બગડી ગઈ હતી. પણ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ જાવરા આવ્યા અને ત્યાંથી કોઇ નામના ગામમાં જઈ શ્રી લાલચંદજી નામના પરોપકારી શ્રીમંતને દીક્ષા આપી. અહીંથી દેવાસ થઈ તેઓશ્રી ઇન્દોર પહોંચ્યા અને ૧૯૬૭નો ચાતુર્માસ ઈન્દોરમાં કર્યો. અહીં શ્રી ચંદનમલજી ફિરોદિયા વગેરે શ્રાવકોએ મહારાજશ્રીને દક્ષિણ તરફ આવવા વિનંતિ કરી અને તેનો સ્વીકાર થયો; તેથી મહારાજશ્રીએ ઇન્દોરથી બડવાહા, નાવદ, બુરહાનપુર, ફૈજપુર તથા ભુસાવળ થઈ અહમદનગરમાં ૧૯૬૮માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. દક્ષિણના સુપ્રસિદ્ધ આતુર્માસ : અહમદનગર, જુન્નર, ધોડનદી અને જામગાંવમાં ચાતુર્માસ થયા. જામગાંવના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીને “ગણી”ની પદવી અર્પણ કરવામાં આવી. અહીંથી ફરી અહમદનગર, ધોડનદી, મીટી, હિવડા, સોનઈ વગેરે નગરોમાં વિહાર કર્યો. હિવડામાં ઉદેપુરથી આવેલા પૂ. શ્રી લાલજી મહારાજે સંધની આજ્ઞાથી તેઓશ્રીને યુવાચાર્યની પદવી અર્પણ કરી. ૧૯૭૫ના સીલામના ચાતુર્માસ વખતે ચૈત્ર વદ ૯ ને બુધવારના રોજ વિધિપૂર્વક યુવાચાર્યપદની ઉજવણી કરવામાં આવી. બીજે જ વર્ષે પૂ. શ્રી લાલજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર મહારાજશ્રીને ભીનાસરમાં મળ્યા, જેના અનુસંધાનમાં તેઓએ આઠ દિવસના ઉપવાસ કર્યા. આચાર્ય પદવી : હવે સમસ્ત સંઘ અને સમાજના કાર્યકલાપ, માર્ગદર્શન અને રક્ષણની જવાબદારી મહારાજશ્રીને શિરે આવી પડી હતી. તેમણે પોતાનો અનુભવ સમાજ સમક્ષ રજૂ કરી દીધો. તેઓએ કહ્યું કે શિક્ષણનું કાર્ય ત્વરાથી હાથ ધરી નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યને અગ્રિમતા આપવી જોઈએ. પરંતુ સમાજમાં હજુ એવા કાર્યકરો તૈયાર થયા નહોતા તેથી “સાધુનાગ જેન હિતકારિણી સંસ્થા” એ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બીકાનેર અને રતલામમાં ચાતુર્માસ પૂરા કરી મહારાજશ્રી દક્ષિણમાં સતારા, પૂના, જલગાંવ અને અહમદનગરમાં ફર્યા. વિ. સં. ૧૯૮૧ ના જલગાંવના ચાતુર્માસમાં તેઓના હાથમાં એક નાનું ગૂમડું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.249014
Book TitleAcharya Jawaharlalji
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size414 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy