Book Title: Acharya Jawaharlalji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ફોટોગ્રાફ અપ્રાપ્ય ૧૪. પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી ભૂમિકા : સામાન્ય રીતે જૈન સાધુઓ વિશે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ પોતાના સંપ્રદાયની ક્રિયાઓ કરે છે, પોતાના મતનાં શાસ્ત્રો વાંચે છે અને પોતાના સંકુચિત ક્ષેત્રમાં ઉપદેશ આપી પોતાનું જીવન પૂરું કરે છે. આ માન્યતાને તદ્દન ખોટી પાડનાર “ગામવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને અપનાવી જગતનાં સમસ્ત પ્રાણીઓ અને મનુષ્યોને આમીય માનનાર અને સ્વીકારનાર ઉદારદષ્ટિ-સંપન્ન એક મહાન સાધુના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય આપવો ને આ લેખનો ઉદ્દેશ છે. જન્મ અને બાલ્યાવસ્થા : માળવા ભારતીય ઉપખંડના હૃદયસમો એક મહાન પ્રદેશ છે, જ્યાં વિક્રમાદિત્ય અને ભોજ જેવા મહાન રાજાઓ તેમજ મહાકવિ કાલિદાસ અને ભવભૂનિ જેવા સરસ્વતી-ઉપાસકો થઈ ગયા. અહીંના ઝાબુઆ જિલ્લાના ચાંદલા નામના ગામમાં ઓશવાળ વણિક જ્ઞાતિના જીવરાજજી અને નાથીબાઈ નામના ધર્મસંસ્કારી દંપતીનો નિવાસ હતો. આ પવિત્ર દંપતીના ઘેર, જ્ઞાનપંચમીની પૂર્વ રાત્રિએ વિ. સં. ૧૯૩૨ના કાર્તિક સુદ ચોથને દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. માતાપિતાને આ પહેલું જ સંતાન હતું અને વળી વિશિષ્ટ શરીર સંપત્તિવાળું હતું. તેથી તેનું નામ ‘જવાહર’ રાખવામાં આવ્યું. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9