Book Title: Acharanga Sutram Uttar Bhag Author(s): Tattvadarshanvijay, Publisher: Parampad Prakashan View full book textPage 6
________________ આ તીર્થના સેવકની ફરજ કઈ ? એક પણ અયોગ્ય વિચારને પોતાનામાં ન આવવા દે. એક પણ સુયોગ્ય વિચારને ઘા ન દે. એના સિદ્ધાંતોના સેવનમાં આત્માને ઢીલો ન પડવા દે. એમાં અસ્થિરતા આવે એવો વિચાર ન થવા દે. શ્રી તીર્થકર દેવો કેવળજ્ઞાન થયા બાદ પણ તીર્થને ગમે છે. એવા તીર્થમે જપામે તે પરમ પુણ્યવાન. આપણે પાચા માટે આપણે પણ પરમ પુણ્યવાન ! પરમ પુણ્યવાન કહેવરાવ્યા પછી જોખમદારી ઘણી મોટી છે. અધિકાર મેળવ્યા પછી અઘિકાર સાચવવાની જોખમદારી ઓછી નથી. | તીર્થ પામ્યા એમ કહીએ અને સાચવવાની જોખમદારી સમજીએ નહિ ? તો તીર્થ પામ્યા તે કામનું શું ? ચિંતામણિ મળ્યા | પછી ભીખ માંગવા જાય, તો જોનારો તો એને મુર્મો જ કહે ને ? આ તીર્થ પામ્યા બાદ આ તીર્થનો મહિમા હદયમાં ઉતર્યા બાદ આત્મા એકે એક અયોગ્ય વિચાથી હંમેશા કંપતો રહે. જ્યારે અયોગ્ય વિચારને સ્થાન આપવાની ભાવના થઈ કે તીર્થ હારી વાય, એક પણ સુંદર વિચારને હદયમાં સ્થાન આપવા પ્રયત્ન ન થાય, સિદ્ધાંતોથી ખસવાની ભાવના આવે અને તેના શાશ્વતપણામાં શંકા થાય, તો એ તીર્થ હારી ઘાય. - શ્રી તીર્થકદેવથી સેવાયેલા અને જાતમાં જેની જોડી નહિં એવા તીર્થને પામેલા અમાને એ તીર્થના શાશ્વતપણામાં શંકા હોય જ નહિ. તેના સિદ્ધાંતોમાં શંકા લાવવાની ઈચ્છા પણ ન હોય. એક પણ સુંદર વિચારના સ્વીકામાં આનાકાની ન હોય. એક પણ અયોગ્ય વિચાર લાવવાની મૂર્ખાઈ ન હોય. આ તીર્થ પામેલા માટે આટલી બધી ખમદારી છે. ટીકાકાર મહર્ષિ કહે છે કે આ આચારશાસ્ત્રને ભગવાન શ્રી મહાવીરદેવે જગતના કલ્યાણ માટે કહ્યું છે. આ આચાર બતાવ્યા એમાં કેવલ પ્રાણીમાત્રનું હિત સમાયેલું છે. કોઈપણ પ્રાણીનું એનાથી અહિત નથી. આ આચારોને અમલમાં ઉતારવા ઘણી તકલીફ વેઠવી પડે તેમ છે પણ આ આચારશાસ્ત્રમાં વર્ણવાયેલા આચારોને જીવનમાં ઉતાર્યા વિના કદી પણ કલ્યાણ થઈ શકે તેમ નથી. તે માટે એકવાર શુદ્ધ ભાવના, ભાવનાની મજબૂતાઈ અને ધ્યેયની નિશ્ચલતા તો થવી જ જોઈએ. જPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250