Book Title: Acharanga Sutram Uttar Bhag Author(s): Tattvadarshanvijay, Publisher: Parampad Prakashan View full book textPage 7
________________ છેક સંપાદકીય) : . આત્મશુદ્ધિનું અમોઘકારણ ગણાય એવી આચારશુદ્ધિ આ શ્રી આચારાંગસૂત્રમાં દશવિવામાં આવી છે. જ્ઞાનની ક્ષિતિજોને અનાવૃત કરનાર અન્ય આગમસૂત્રોની પૂર્વે પહેલવહેલું આ શ્રી આચારાંગસૂત્ર આવે છે. આત્મશુદ્ધિ માટે આચારશુદ્ધિ કેટલી બધી અનિવાર્ય છે તે સમજવા આટલો ઉલ્લેખ પૂરતો છે. પરિચયમાં આવતાં અનેક ભાવિક શ્રી સંઘોની જ્ઞાનદ્રવ્યના યોગ્ય વિનિયોગ અંગેની અવારનવાર થતી વિનંતીથી પ્રેરાઈને આ વિશે મેં વિદ્વતપ્રવર પુજ્યપાદ આયાદિવ શ્રીમદ્ વિજય ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા.ને પૂછાવ્યું અને તેઓશ્રીએ મદ્રણઉપયોગી ગ્રન્થ તરીકે શ્રી આચારાંગસૂત્રનું નામ સૂચવ્યું અને તે અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. તેઓશ્રીનો ત્રાણી છું. વિદ્વાન પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા. દ્વારા સંપાદિત પુસ્તકમાંથી શુદ્ધિપત્રક અને વૃદ્ધિપત્રક આ ગ્રન્થને અંતે પ્રકાશીત કરવામાં આવ્યા છે. તેથી અભ્યાસીઓને વધુ સુવિધા રહેશે. જેઓશ્રીની અનરાધાર વરસતી કૃપાથી આ સંપાદન શક્ય બન્યું છે તે પરમપૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમતારક ચરણારવિંદમાં અહોભાવપૂર્વક વંદનાંજલિ અર્પણ કરું છું. જેઓશ્રીની આશિષ અને સંમતિ આ ગ્રન્થ પ્રકાશનનું પ્રેરકબળ બની છે, તે સુવિશાલ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યદિવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના પાવન ચરણે ભક્તિસભર વંદના... પૂજ્ય મુનિરાજશ્રી મોક્ષરતિવિજયજી મ.સા.ના મૂલ્યવાન માર્ગદર્શન બદલ તેઓશ્રીનો પણ અણી છું. અને, આ ગ્રન્થના અધ્યયન દ્વારા પૂર્ણ આચારશુદ્ધિની દિશામાં આપણે સૌ પ્રયાણ આદરીએ, અને ક્રમસર પૂર્ણ Aિ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરીએ એ જ એક માત્ર શુભાભિલાષા ! સૂરિરામ-ચરણરજ મુનિ તત્વદર્શનવિજય વિ.સં. ૨૦૫૬ માગશર સુદ ૨, ખંભાત. માળારોપણ દિનPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 250