Book Title: Abhinav Hem Laghu Prakriya Part 01 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 8
________________ ઉ ૬ ભ વ ૧૧૯૩-૯૫ના સમય ગાળામાં પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ શબ્દાનુશાશનની રચના કરી પછી તત્સમ્બન્ધિ અન્ય સંસ્કૃત સાહિત્યની રચનાઓ થઈ, જુદા જુદા વિધવાએ અષ્ટાધ્યાયી ક્રમમાં રહેલાં શબ્દાનુશાશનને પ્રક્રિયા ક્રમમાં ફેરવ્યું પણ તે બધામાં મહેપાધ્યાય વિનય વિજયજી દ્વારા ૧૦૧૦ માં રચાયેલ હમ લઘુપ્રક્રિયા પૂસ્તક વધુ પ્રચલિત બન્યું આજ પર્યંત તે ગ્રન્થનો અભ્યાસ પૂ સાધુ સા વીજ કરી રહ્યા છે. સમયના વહેણ સાથે પલટાતી પરિસ્થિતીમાં પૂ. સાધુ સાધ્વીજી મહારાજાને 0 પંડિતે પ્રાપ્ત થવા મુશ્કેલ બનતા જાય છે, 0 પ્રત્યેક સ્થાનમાં શ્રી સંઘ દ્વારા પંડિતની સગવડ મળવી પણ સુલભ નથી 0 મહિને ૪૦૦-૫૦૦ રૂ. જેવી રકમ પંડિતો માટે આપવાની થાય તે પૂ. સાઘુ મહારાજે કરતાં પણ – સાધ્વીજીઓને કેટલી દુર્લભ છે તે અનુભવી જ સમજી શકે-મારા જ પુજય ગુરૂદેવને અત્યંત જ્ઞાન પિપાસા છતાં રૂા. ૧૫ ના નજીવા તફાવત માટે એક ચાતુર્માસમાં અભ્યાસ થઈ શકે ન હેતે આવી મુશ્કેલીઓ તો કેટલાંયે વડીલે ના મુખેથી સાંભળી–આવા કારણોસર જ કયારેક ગામડામાં ચાતુર્માસ માટે પણ સંમતિ અપાતી નથી. આ અને આવા કેટલાંક કારણોની માનસ વિચારણા ચાલતી હતી જત્યાં પૂ. આ વિજય સુશીલ સૂરીશ્વરજી કૃત હેમશબ્દાનુશાશન સુધા ભાગ -૧ પુસ્તક હાથમાં આવ્યું અને એક વિચાર , મારા p. મરુદેવશ્રી ને વાત કરી સંદર્ભગ્રન્થ એકઠા કર્યા અને વધુ પ્રક્રીયા ગ્રન્યનું ગુજરાતી ભાષાન્તર શરૂ કરવા નકકી કર્યું " હૈમ લઘુ પ્રક્રિયા ગ્રન્થ ઘણાં ભણી રહ્યા છે. ૧૭૧૦ થી આજ સુધી એનું ભાષાન્તર થયુ નથી. અભ્યાસકની સુવીધા અને પંડિત તથા ખર્ચની દુર્લભતા નિવારવા તેનું ભાષાન્તર કરવું યંગ્ય લાગ્યું ૫. જિતરત્ન સાગરજી તથા પૂ. મુકિતરત્ન સાગરજી પાસેથી તેમના પ્રકિયા અભ્યાસની ને મેળવી. શ્રી શંખેશ્રવર આગમમંદિરમાં ઉપાશ્રયમાં આ કાર્યનો આરંભ કર્યો મારા પૂ ગુરુ મહારાજની ઈચ્છા એવી હતી કે પુસ્તક માત્ર અનુવાદ સ્વરૂપે ન રાખવું પણ વિવિધ ગ્રન્થોને એ નિચોડ મુકવો કે જે ગ્રન્થોને અભ્યાસ લઘુવૃત્તિ ભણનારા પણ ભાગ્યે જ કરતાં હેય. તેથી લગભગ છ માસ સુધી વિવિધ ' ગ્રન્થ એકઠા કર્યા અને મૂળ ગ્રન્થ કરતાં લગભગ ત્રણ ગણા મેટાં એવા આ અભિનવ “હેમ” લઘુ પ્રક્રિયા નામક અનુવાદ અને વિવેચન ગ્રંથને ઉદ્ભવ થયો જેમાં અભ્યાસક પૂ. સાધુ-સાધ્વીજી મ. ગુજરાતી માધ્યમ દ્વારા પ્રક્રિયા ક્રમમાં તત્સમ્બન્ધિ સૂત્રોમાં લઘુત્તિ કરતાં પણ વધારે માહિતી પૂર્ણ અને સરળ રીતે સિદ્ધહેમ શબ્દાનું શાશનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે તેવી અતુટ શ્રદ્ધા છે. [v] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 256