Book Title: Abhinav Hem Laghu Prakriya Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ ક -: પ્રસ્તાવના :૭િ૭૭૭૭૮ નામાભિધાન :- આ ગ્રંથનું નામ અભિનવ પહેમ લધુ પ્રક્રીયા કેમ ? ખરેખર તો આ ગ્રંથનું અપર નામ “ગુરૂકૃપાટ રાખવું જોઈએ. કારણ કે સૌ પ્રથમ વર્ષે બે બુક, પછી સિદ્ધહેમ વ્યાકરણ માટે એક વર્ષ અને પછી બે વર્ષ આ ગ્રંથનું લેખન કાર્ય એમ ચાર વર્ષ પર્યન્ત મારા પૂ. ગુરુદેવ મુનિરાજ શ્રી સુધર્મ સાગરજી મહારાજ સાહેબે મારા પર કોઈ જ કામ કે જવાબદારી મુક્યા નહીં, માત્ર હું ભણ્યા કરૂં-લખ્યા કરૂં બધો જ કાર્ય બેજ-ગોચરી પાણી પણ પૂ. ગુરુ મહારાજે જ સંભાળ્યા. પૂરતો સમય અધ્યયન માટે મળે, ચોમાસાની પસંદગી પણ મારા અભ્યાસને આશ્રીને જ કરતા હતા. પુસ્તક–પ્રત કે તેવી જે અન્ય સામગ્રીની જરૂર પડે તે પણ તેટલી જ ઝડપથી મેળવી આપતા હતા. અને જે “સિદ્ધહેમ” માટે ભણવાની મારી આનાકાની હતી તે પણ તેઓએ પૂરા ઉત્સાહથી, પ્રોત્સાહન આપવા પુર્વક, આગ્રહ પૂર્વક બધીજ અનુકુળતા ઉભી કરીને પણ મને ભણવા અને પછી આ ગ્રંથ લખવા માટે વિશિષ્ટ પ્રેરણા આપી. એકજ દશેય- કે ભણીને ભવિષ્યમાં બે-પાંચ ને પણ પણ ભણાવી શકું-અથવા- આ ગ્રંથથી ઘણા પૂ. સાધુ સાધ્વીજી મહારાજેને સ્વઅધ્યયનની તક મળે.—એમ કરતા ગ્રન્થ લખાયો, પ્રકાશન ખર્ચને અંદાજ મેળવ્યું તે રૂ. ૮૦૦૦૦ થી ૧-લાખ-મને થયું હવે આ પ્રસ્થ અભેરાઈ ને જ શોભાવી શકે, પ્રકાશિત ન થઈ શકે. છ માસ પડી રહ્યા બાદ ફરી મારા માટે જ પૂ. ગુરુદેવ શ્રી સધર્મ સાગરજીને મહેનતું બનવું પડયું–તેમણે કહયું કે “તું પ્રેસ કોપી તે કર” પ્રકાશન થશે અને તેમની જ સંપૂર્ણ પ્રેરણા અને માંડલી કામકાજ ઉપરાંત ૫. વડીલો સાથેના પત્ર વ્યવહાર દ્વારા તેઓએ સ્વાભાવિક અને દઢ વિશ્વાસ પૂર્વક મકમ ગતિએ આગળ વધીને પ્રકાશન માટેની ખર્ચની જવાબદારી પૂર્ણ કરાવી. મારે તે માત્ર થોડા મહીનાઓની મહેનત અને સંકલન બુધ્ધિથી જસ લેવાને જ રહ્યો ટુંકમાં કહું તે માત્ર ચાર વર્ષના ટુંકા દીક્ષા પર્યાયમાં આટલું મેટું–ભગીરથ કાર્ય પૂર્ણ થવાની સફળતાનું એક માત્ર રહસ્ય એ કે બાકીના તમામ ક્ષેત્રે મારા પૂ ગુરૂદેવ સફળ અને સમર્થ હતા આમ છતાં આ પ્રન્યનું નામ “ગુરૂકૃપા” ન રાખતાં અભિનવ દેહેમ લધુ પ્રક્રીયા કેમ ? પૂ. ગુરુમહારાજે જ “અભિનવ લઘુ પ્રક્રિયા' એવું નામ સુચવેલું, એટલે આ નામાભિધાન પણ તેમની જ સહજ સ્કૂરણાની પ્રસાદી ગણાય –અને હેમ' શબ્દ વચ્ચે ગોઠવવાનું સૂચન પૂ આ. દેવ મિત્રાનંદ સૂરીશ્વરજીનું હતું–અમને પણ થયું કે કલિકાલ સર્વજ્ઞ ભગવંત પૂજ્ય હેમચંદ્રાચાર્યનું પ્રણિધાન કર્યા સિવાય આગળ વધવું ઠીક નથી માટે અભિનવ “હેમ લધુ પ્રક્રીયા નામાભિધાન થયું. [17] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 256