Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 02 Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ શ્રી મહાવીરસ્વામિને નમઃ | શ્રી પાર્શ્વનાથાય નમઃ | દ્રવ્ય સહાયક સમ * પૂજ્યપાદ સિદ્ધાંતમહેદધિ, સુવિશાળમુનિચ્છનિર્માતા, વાત્સલ્યમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજના અગણિત ઉપકારોથી વાસિત ડીસા જૈન સંધ પંચાચારના પાલનપૂર્વક જિનશાસનની સુંદર આરાધના કરી રહેલ છે. બનાસ નદીના કિનારે વસેલા નવાડીસા નગરમાં જૈનેની વિશાળ વસતી છે. સ્વ. પૂજ્યશ્રીએ ડીસા સંઘ પર ઉપકારાર્થે પિતાને સમુદાયના ઉત્તમ સંયમી આત્માઓને ચાતુર્માસાર્થે મોકલેલ છે. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ પછી પણ ડીસા સંઘને પૂજ્યશ્રીના સમુદાયના ઉત્તમ મહાત્માઓને યેગ લગભગ દરેક ચાતુર્માસમાં મળી રહ્યો છે. પૂર્વે સદર બજારમાં શ્રી પુરુષાદાની પાર્શ્વનાથના મંદિરમાં તથા બાજુમાં રહેલ ઉપાશ્રયમાં સકલ સંઘ આરાધના કરતો, પરંતુ તે જગ્યા નાની પડતા રીસાલાબજારમાં શ્રી મહાવીરસ્વામી ભગવંતનું ભવ્ય શિખરબંધી જિનાલય તથા નૂતન ઉપાશ્રયનું નિર્માણ કરી સંઘ હાલ ત્યાં આરાધના કરી રહેલ છે. પૂજ્યપાદ સિદ્ધાંતમહેદધિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ હસ્તે સંવત ૨૦૩૭ માં શ્રી મહાવીર સ્વામી ભગવંતાદિ જિનબિંબોની અંજલશલાકા તથા પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રીનું ચાતુર્માસ પણ થયું, આ ઉપરાંત નેમિનાથ સંસાયટીમાં પણ એક ભવ્ય શિખરબંધી દેરાસર તથા ઉપાશ્રયનું નિર્માણ સંઘ તરફથી કરવામાં આવેલ છે. શ્રી પુરૂષાદાની પાર્શ્વનાથ ભગવંતના સદર બજારના દેરાસરને પણ જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે, નમસ્કાર મહામંત્રના અનન્ય આરાધક પૂજ્ય પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્યશ્રીના વર્ષો પૂર્વેના ચાતુર્માસથી ડિસાસંઘમાં અનેરી ધમરેશની પ્રગટી તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ આદિના ચાતુર્માસથી પણ ડીસા સંઘમાં સુંદર ધર્મજાગૃતિ આવી છે. પૂજ્યપાદ વર્ધમાન તપિનિધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરિ મહારાજની આજ્ઞાથી તેઓશ્રીના શિષ્ય સમતાસાગર પંન્યાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રીના શિષ્ય પ. પૂ. પંન્યાસશ્રી હેમચંદ્ર વિજયજી ગણિવર્ય (હાલ પૂ. આચાર્યદેવ શ્રી વિજયહેમચંદ્ર સૂરિ મહારાજ સાહેબ)નું ચાતુર્માસ સંવત ૨૦૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 544