Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 02
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અભિધાવ્યુત્પતિપ્રક્રિયાકેશ:
પ્રસ્તુતગ્રન્થ અભિધાનચિંતામણિની ટીકાથી ભિન્ન નથી માટે તેના કર્તા પણ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જ છે. ' શબ્દના અર્થને સમજવા માટે તેની વ્યુત્પત્તિઓનું જ્ઞાન જરૂરી છે. વ્યુત્પત્તિથી શબ્દને અર્થ સરળતાથી સમજાય છે. અભિધાનચિંતામણિમૂળમાં આચાર્યભગવંતે તે તે વિષયને લગતા શબ્દો તથા પર્યાય એકી સાથે આપેલા છે. તથા તેની ટીકામાં તે તે શબ્દોની ક્રમશઃ વ્યુત્પત્તિઓ આપી છે.
વર્તમાનમાં અનેક ભાષામાં અનેક કેશો અકારાદિક્રમે બહાર પડે છે. અકારાદિક આપવામાં આવતા શબ્દો સહેલાઈથી શોધી શકાય છે. તેથી અભિધાન ચિંતામણિના શબ્દોને અકારાદિકમે ગઠવી તેની વ્યુત્પત્તિઓ આપવામાં આવે તે વ્યુત્પત્તિજ્ઞાન જે વર્તમાનમાં ઘટતું જાય છે તે ઘટતું અટકી જાય અને કાવ્ય ભણતા નવા વિદ્યાર્થીઓ તેમજ સંસ્કૃતાદિ ભાષામાં જેને સાહિત્યની રચના કરવી હોય તેને આમાંથી ઘણું ઘણું મળી રહે તે માટે અભિધાનચિંતામણિશના શબ્દોને અકારાદિકમે ગોઠવીને સાથે તેની વ્યુત્પત્તિઓ આપીને પ્રસ્તુત ગ્રન્થ તૈયાર કરવામાં આવે છે. કેશ સંકલન પદ્ધત્તિ :
કેશ સંકલન પદ્ધત્તિ અંગે અમે આ કેશના પ્રથમ ભાગમાં વિસ્તારથી કહી ગયા છીએ. તેથી વાંચકોને ત્યાંથી જોઈ લેવા નમ્ર વિનંતિ છે. પ્રથમ ભાગમાં થી ૪ સુધીના શબ્દ લીધા છે. પ્રસ્તુત દ્વિતીય વિભાગમાં થ થી સુધીના તમામ શબ્દો લીધા છે. આમ બે વિભાગમાં આ કોશ પૂર્ણ થાય છે.
કેશ સંકલનમાં અમે ચારેય જણાએ બને ત્યાં સુધી એકરૂપતા જાળવવાની મહેનત કરી છે, તે છતાં ક્યાંક ક્યાંક વિરૂપતા દેખાય તો તે ક્ષતવ્ય ગણાશે. મુદ્રણને લગતું આટલું વિશાળ કાર્ય પ્રથમવાર જ હઈ તેમજ ટાઈપ પણ નાના હોવાથી અશુદ્ધિઓ પણ રહી જવા પામી છે. ગ્રંથના અને શુદ્ધિપત્રક આપેલ છે. કેશગ્રન્થ હોઈ શુદ્ધિપત્રકને ઉપયોગ કરવાની અમારી નમ્ર વિનંતિ છે.
ભૂલ્યા ન ભૂલાય ? ૧. જેમની દિવ્યકૃપા શ્રુતભક્તિના કાર્યમાં અદ્ભુત શક્તિ પણ કરી રહી છે તે સિદ્ધાંત-- મહેદધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ૨. પ્રસ્તુત કેશના સંકલનથી પ્રકાશન સુધી જેમના આશીર્વાદ સતત સાંપડતા રહ્યા છે તે વર્ધમાન તપેનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org