Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ જે રાજાએ રાજ્ય સારી રીતે ચલાવવું હોય, પ્રજાને સુખી/સંસ્કારી/સદાચારી બનાવવી હોય એ રાજા પાસે ધનને કેશ જરૂરી છે. જે વિદ્વાને શબ્દમધુર કાવ્યની રચના કરવી હોય, અર્થગંભીર ગ્રંથની સજા કરવી હોય એ વિદ્વાન પાસે શબ્દને કેશ જરૂરી છે. અભિધાનચિંતામણિ કેશ : શબ્દ અને એના અર્થનું વિશાળ પાયા પર શાન કેશગ્રંથથી સહેલાઈથી થાય છે વર્તમાનમાં પ્રાપ્ત થતા અનેક કેશગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્ર સૂ. મહારાજ વિરચિત અભિધાન ચિંતામણિ કેશ આજે પણ શિરમોર છે. છે કાડમાં વિભક્ત આ કેશના પ્રથમ દેવાધિદેવ કાર્ડમાં ૨૪ તીર્થકર અને તેમના માતાપિતાદિના નામે તથા તેમના અતિશયેના નામે આપ્યા છે. દ્વિતીય દેવકાર્ડમાં છે અને તેની વસ્તુઓના નામે આપેલા છે. તથા કાળચક્ર અંગેના ઉત્સર્પિણી/અવસર્પિણ એમ બે વિભાગના છ-છ આરાઓનું વર્ણન છે. તૃતીય મત્યકાર્ડમાં મનુષ્ય અને તેના વ્યવહારમાં આવતા પદાર્થોના નામો આપેલા છે. તેમજ રોગ આદિના શબ્દો અને સગપણ સુચક શબ્દો આપેલા છે. ચતુર્થ તિર્યકાર્ડમાં પૃથ્વીકાય આદિ ૫ પ્રકારના એકેન્દ્રિય, ૩ પ્રકારના વિકલેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય આદિના નામે આપેલા છે. પાંચમાં નરકકામાં ૭ નરકના નામે તથા નારકીનું નિરૂપણ કરેલ છે. છઠ્ઠા સામાન્ય કાર્ડમાં લેક, જીવ તેમજ રૂપ વગેરે પાંચ પ્રકારના વિષયેને લગતા શબ્દ છે. અંતમાં અવ્યયેની સૂચિ છે. આ કેશમાં મુખ્યતયા /ગિક તથા મિશ્ર શબ્દો અને તેના પર્યાને ગ્રહણ કરવામાં આવેલા છે જે શબ્દોની વ્યુત્પત્તિ ન થઈ શકે તેવા આખડલાદિ શબ્દ રુદ્ધ છે. તથા જે શબ્દો ગુણ અને ક્રિયાના સંબંધથી ઉદ્ભવે છે તેવા નીલકંઠ, અષ્ઠ આદિ શબ્દો યૌગિક કહેવાય છે, જે શબ્દો ઢ તથા વેગથી યુક્ત છે તેવા ગીર્વાણાદિ શબે મિશ્ર કહેવાય છે. મુખ્યતયા અનુભ છંદમાં રચાયેલા આ શ્લેકમાં મુખ્યાWવાચક શબ્દોના પર્યાય વાચક શબ્દો એકી સાથે આપવામાં આવેલ છે. આ કેસમાં કર્તાએ સમાન શબ્દયેગથી અનેક પર્યાયવાચી શબ્દો બનાવવાનું વિધાન કર્યું છે. પણ આ વિધાન અનુસાર તેજ શબ્દોને ગ્રહણ કર્યા છે જે કવિ સંપ્રદાય દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 386