Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ સાડાત્રણ કરોડ લેક પ્રમાણ સાહિત્યની સુજના કરનાર આચાર્ય ભગવંતે સાહિત્યના પ્રાયઃ તમામ વિષયને સ્વકૃતિથી વિભૂષિત કર્યા છે. જેમાં કેશવિષયક ૪ ગ્રંથની વર્ત. માનમાં પ્રાપ્તિ થાય છે. ૧ અભિધાનચિંતામણી સટીકા ૨ અનેકાર્થસંગ્રહ મૂળ ૩ દેશી શબ્દ સંગ્રહ સટીક ૪ નિઘ, શેષ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ : કાળની રેતી પરથી આઠેક સૈકાઓ પસાર થઈ જવા છતાં શ્રી સંઘના હદયમાં આચાર્ય ભગવંત પ્રત્યેને ભક્તિભાવ જે ને તેવો જ છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય. ભગવંતનું જીવન કવન પૂર્વાચાર્યો વિરચિત પ્રબંધ/કાવ્યો/ચરિત્રમાં આજે પણ સચવાયેલું છે. તેમજ અનેક સ્થાનેથી તેઓશ્રીના જીવન અંગેનું ઘણું ઘણું સાહિત્ય બહાર પડી ગયું છે તેથી અહિં વિસ્તાર ન કરતા પૂજયશ્રીના જીવન ઉપર આછેરી નજર કરી લઈએ. ગુજરાતના ધંધુકામાં વિ. સં. ૧૧૪૫ કા. સુ. ૧૫ ના શનિવારે રાત્રિના સમયે ચાચિગની પત્ની પાહિનીદેવીએ એક પુત્રરત્નને જન્મ આપે. જેનું નામ ચાંગદેવ રખાયુ. ચાંગદેવના વિશિષ્ટ લક્ષણો જોઈને આચાર્ય ભગવંત શ્રી દેવચન્દ્રસૂરિ મહારાજે પાહિની પાસે ચાંગદેવની માંગણી કરી. શાસનની પ્રભાવનાને નજર સામે રાખીને પાહિનીએ ચાંગદેવ પૂ. આચાર્ય ભગવંતને સમર્પિત કર્યો. ચાંગદેવની યોગ્યતા જોઈ આચાર્યભગવંતે વિ. સં. ૧૧પ૦માં ખંભાતમાં ચાંગદેવને ચારિત્ર આપ્યું. ચાંગદેવ મુનિ સોમચન્દ્ર બન્યા. પિતાની પ્રચંડ પ્રતિભા અને સ્વાભાવિક પ્રજ્ઞાને લઈને થોડા જ વર્ષોમાં સેમચન્દ્ર મુનિએ વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું. બાળપણથી જ સુંદર સંયમ/ઊંડે વિદ્યા ભ્યાસ | સ્વાભાવિક તેજસ્વિતા આદિ ગુણેને લઈને ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિએ તેમને સંઘસમક્ષ વિ. સં. ૧૧૬૨માં આચાર્યપદે સ્થાપિત કર્યા. મુનિસેમચન્દ્ર હવે આ ભગવંત શ્રી. હેમચંદ્રસૂરિ મ. બન્યા. જિન શાસનના નભમંડળમાં તેજસ્વી તારલાની જેમ શોભતા આ આચાર્ય ભગવતને શ્રી રામચન્દ્રસૂરિ | શ્રી ગુણચન્દ્રગણિ | શ્રી મહેન્દ્રસૂરિ | શ્રી વર્ધમાનગણિ / શ્રી દેવચન્દ્રમુનિ | શ્રી ઉદયચંદ્રમુનિ આદિ અનેક તેજસ્વી શ્રમણને પરિવાર હતું તથા સિદ્ધરાજ જયસિંહ | કુમારપાળ મહારાજા | ઉદયન મંત્રી | આંબડ | શ્રીપાળકવિ આદિ શ્રાવકે અને પંડિતે પણ તેઓશ્રીના પરમભક્ત હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 386