Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રત્યગૌરવ :
સરસ્વતીના સાક્ષાત્ અવતાર સમા પૂ. આચાર્ય ભગવંત સાડાત્રણ કરોડ થી યે વધુ શ્લેક પ્રમાણ સાહિત્યના સર્જક હતા. સાહિત્યના ક્ષેત્રમાં પણ કોઈ એક વિષયને પકડીને તેઓ બેઠા નેતા રહ્યા પણ વ્યાકરણ / કોશ | અલંકાર / છન્દ | કાવ્ય/ચરિત્ર/સ્તોત્ર, ગ તર્ક | પ્રમાણ આદિ સર્વ વિષયમાં તેઓ પારંગત હતા. તેમણે રચેલા ગ્રન્થના વિવિધ વિષયો અને તે ગ્રન્થમાં કરેલી તત્તદ્વિષયક અનેકાનેક શાસ્ત્રની ઝીણવટભરી ચર્ચા આ બધા તરફ ધ્યાન આપતા જાણી શકાય છે કે તેઓશ્રીએ સાહિત્યના પ્રત્યેક અંગને કે ન્યાય આપ્યો છે, દરેક અંગની કેટલી સૂફમવિચારણા કરી છે, અને તે દરેક અંગને વિચાર કરવા માટે તે સમયના વિશાળ સાહિત્યનું તેમણે કેટલી ગંભીરતાથી અવગાહન વ્યાલેડન કર્યું હશે. આ સાથે તેમની પ્રતિભા, તેમનું સૂફમદર્શિપણું, તેમનું સર્વદિગ્ગામી પાંત્યિ અને તેમના બહુશ્રતપણાને પરિચય પણ આપણને મળી રહે છે. સ્વર્ગવાસ :
સાધુ સામાચારીનું સંપૂર્ણ પાલન, દેશદેશાંતરમાં વિહાર, નવ્યસાહિત્યનું સર્જન, લહિયાઓ પાસે ગ્રન્થ લખાવવા, શિષ્યોને અધ્યાપન, રાજાઓને પ્રતિબંધ કરે, શ્રાવકોને દેશના આપવી ઇત્યાદિ અનેક પ્રવૃત્તિ જોતા લાગે છે કે તેઓશ્રીનું જીવન સાધનામય હતું, પ્રમાદાદિ દોનો તેમના જીવનમાં અંશતઃ પણ પ્રવેશ નહિ હોય. સંપૂર્ણ જીવન સાધનામય જીવીને અંતે સકળસંઘ સમક્ષ મિથ્યાદુકૃત આપીને ૩ દિવસનું અણુશણ કરીને સંગ ૧૨૨૯ માં ૮૪ વર્ષની ઉંમરે પાટણમાં કાળધર્મ પામી ચોથા દેવલેકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા દેવ થયા. અભિધાન વ્યુત્પત્તિ ક્યાકેશ :
પ્રસ્તુત ગ્રંથ અભિધાન ચિંતામણિની ટીકાથી ભિન્ન નથી માટે તેના કર્તા પણ આ ભગવંત શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જ છે. શબ્દના અર્થને સમજવા માટે તેની વ્યુત્પત્તિઓનું જ્ઞાન જરૂરી છે. વ્યુત્પત્તિથી શબ્દને અર્થ સરળતાથી સમજાય છે. અભિધાનચિંતામણિ મૂળમાં આચાર્ય ભગવંતે તે તે વિષયને લગતા શબ્દો તથા પર્યા એકી સાથે આપેલા છે. તથા તેની ટીકામાં તે તે શબ્દોની ક્રમશઃ વ્યપત્તિઓ આપી છે. વર્તમાનમાં અનેક ભાષામાં અનેક કેશ અકારાદિકને બહાર પડે છે. અકારાદિકમે આપવામાં આવતા શબ્દો સહેલાઈથી શોધી શકાય છે. તેથી અભિધાનચિંતામણિના શબ્દોને અકારાદિકમે ગોઠવી તેની વ્યુત્પત્તિઓ આપવામાં આવે તે વ્યુત્પત્તિજ્ઞાન જે વર્તમાનમાં ઘટતું જાય છે તે ઘટતુ અટકી જાય અને કાવ્ય ભણતા નવા વિદ્યાથીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org