Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પૂર્ણ કર્યું. અમારા ચારે માટે આટલું વિશાળકાર્ય પ્રથમવાર જ હતું. તેમજ અમે ચારે જણે એક સ્થાને રહીને આ કાર્ય નથી કર્યું. પત્ર દ્વારા એકબીજાને આ કાર્ય જણાવવાનું રહેતુ. વળી શરૂઆતમાં તે નવા નવા પરિષ્કાર પણ થતા હતા. તેમ છતાં કાર્યની એકરૂપતા જાળવી રાખવાની અમે પૂરતી કે શિશ કરી છે. ક્યાંક કયાંક વિરૂપતા દેખાય તે તે ક્ષત્તવ્ય ગણવા વિનંતિ..કયાંક કયાંક ચિહ્નેમાં પણ ફેરફાર થઈ ગયું છેઆ બધું સુધારી તેમજ ગ્રંથના અંતે આપેલ શુદ્ધિપત્રકને ઉપગ કરીને કેશને ઉપગ કરવા અમારી નમ્ર વિનંતિ છે.
આ કેશના પ્રથમ ભાગનું લખાણ વાંચી યથામતિ શુદ્ધ કરી આપનાર પૂ. શ્રી રતનસેન વિજયજી મહારાજ, તથા મંથનું શુદ્ધિકરણ કરી આપનાર પૂ. શ્રી કુલબેધિ વિજયજી મહારાજના અમે ત્રણ છીએ. આ કેશના સંકલનમાં ઉપયુક્ત શ્રી જૈન સાહિત્યવર્ધક સભા તરફથી પ્રકાશિત અભિધાન ચિંતામણિ નામમાલા પણ ટીકાના તથા શ્રી નેમિવિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિરથી પ્રકાશિત થયેલ અભિધાન ચિંતામણિ કેશ (મૂળ) ને સંપાદકના અમે આભારી છીએ.
આ કાર્યમાં જરૂરી સૂચને તેમજ સુંદર સહાય કરી આપનાર શ્રમણ સંઘને ઉપકાર સદૈવ અવિસ્મરણીય છે.
આમ એક બે નહિ પણ અનેક મુનિવરની પૂર્ણ સહાયથી આ કેશ તૈયાર થયો. છે. આટલું વિશાળ કાર્ય પણ આટલી ઝડપથી પૂર્ણ થાય ત્યારે પેલી સંસ્કૃતની પંક્તિ સહજ યાદ આવી જાય છે... “સંતિઃ વાચંતાધિ” જેને ગુજરાતીમાં કહીએ તે જાજા હાથ રળીયામણા” જેટલે એક બીજાને સહયોગ વધુ તેટલી કાર્યની સિદ્ધિ જલ્દી થાય.
પ્રાન્ત... આ કેશના સંકલનમાં ગ્રંથકારના આશયથી કંઈ પણ વિરુદ્ધ થયું હોય તથા પ્રસ્તુત પ્રસ્તાવનામાં કેઇપણ ક્ષતિ રહી ગઈ હોય તેની ક્ષમા યાચુ છું. વિદ્વાને મારી આ ક્ષતિઓને અવશ્ય સુધારશે એજ અંતરની અભિલાષા.
જૈન ઉપાશ્રય રીસાલા બજાર, ડીસા સં. ૨૦૪૪–કા સુ. ૧૧ તા. ૧-૧૧-૮૭
પૂ. પં. શ્રી હેમચંદ્ર વિજયજી
મહારાજને પ્રશિષ્ય મુનિ મહાબોધિ વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org