Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 3
________________ આસો મહિનાની શાશ્વતી ઓળીની આરાધના, કહે કલાપૂર્ણસૂરિ-૧ તથા કહે કલાપૂર્ણસૂરિ-૨ (કહ્યું કલાપૂર્ણસૂરિએ) ગ્રંથની પરીક્ષા, સાયન - પ્રજા મંડલ સમક્ષ મનનીય પ્રવચન, મહિલાઓમાં ભગવાનના પારણા બનાવવાની સ્પર્ધા, દીવાળીના ૬૦ છઠ્ઠ, દીવાળીના વેકેશનમાં ચાર દિવસની શિશુ-શિબિર, આશાલયના આંગણે ભવ્ય ચાતુર્માસ પરિવર્તન, માટુંગા - લુહારવાડીમાં પૂ. કનકસૂરિજીની સ્વર્ગતિથિના પ્રસંગે શ્રી વાગડ સાત ચોવીશી સમાજ સમક્ષ ગુણાનુવાદ - પ્રવચન, મનફરાના સમાજ સમક્ષ પ્રવચન, શક્રસ્તવ કંઠસ્થીકરણ સ્પર્ધા, મૌન એકાદશીની આરાધના, પોષી દશમના પ્રસંગે અટ્ટમ, સામુદાયિક ત્રણ એકાસણા તથા શાન્તિસ્નાત્ર, સમૂહ સામાયિક આદિ અનેક અનુષ્ઠાનો દ્વારા અમારું સાયનનું આ ચાતુર્માસ એક મધુર સંભારણું બની ગયું છે. પૂજ્યશ્રીએ સાહિત્યક્ષેત્રે પણ ઠીક-ઠીક વિકાસ સાધ્યો છે. અત્યાર સુધીમાં પૂજ્ય બંધુ-બેલડીના ૩૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. જેમાં કહે કલાપૂર્ણસૂરિના ચાર ભાગો અત્યંત લોકપ્રિય થયા છે. શાલિભદ્ર કાવ્ય-ટીકા, દુવ્યાશ્રય - મહાકાવ્ય - અનુવાદ, અભિધાન - ચિત્તામણિ - નામમાલા, શબ્દમાલા - વગેરે પૂજ્યશ્રીનાં પુસ્તકો અભ્યાસી સાધુ-સાધ્વીજીઓને ખૂબ જ ઉપયોગી બન્યાં છે. આવું બધું જાણ્યા પછી અમારા શ્રીસંઘે પણ પૂજ્યશ્રીના એક પુસ્તકના પ્રકાશનનો નિર્ણય કર્યો. આત્મકથાઓ નામનું આ પુસ્તક જો કે અગાઉ પ્રકાશિત થઇ ચૂક્યું છે, પણ એ પુસ્તક અત્યારે અપ્રાપ્ય બનતાં અમે પુનઃ પ્રકાશનાર્થે નિર્ણય કર્યો છે. એ પુસ્તકમાં પરકાયપ્રવેશ તથા કહે કુમારપાળ પુસ્તક પણ સંમિલિત કરવામાં આવ્યાં છે. પૂજ્યશ્રીનાં આ ત્રણેય પુસ્તકો આત્મકથા સ્વરૂપે જ છે. અનેક પાઠશાળાઓમાં એકપાત્રી અભિનયના પ્રસંગે આ પુસ્તકો ઉપયોગી બની રહ્યાં છે, તેવું જાણી અમે ગૌરવાન્વિત બન્યા છીએ. પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન વાચકોને પરમ-પદ માટે પ્રેરક બની રહો, એવી ભાવનાપૂર્વક વિરમીએ છીએ. લિ. સાયન જૈન સંઘ, મુંબઇ. આત્મ કથાઓ • ૪ દ્વિતીય આવૃત્તિ પ્રસંગે ઘણા વાચકો આત્મકથાઓ, પરકાય-પ્રવેશ વગેરે પુસ્તકોની માંગણી કરતા હતા અને જણાવતા હતા કે આ પુસ્તકોમાં નવીનતા છે, વાંચતાં આનંદ આવે છે, કોઇ નવી દુનિયાની સફર કરી હોય તેવું લાગે છે. પાઠશાળામાં થતા એક-પાત્ર અભિનયમાં (વેશભૂષા સ્પર્ધામાં) આમાંના સંવાદો ઘણા કામ લાગે છે. માટે આ પુસ્તકો હોય તો આપો. પુસ્તકો ખલાસ થઇ ગયેલા હોવાથી અમે તેમને આપી શકતા નહિ. સાયન જૈન સંઘની વિનંતીથી અને સહયોગથી ત્રણેય પુસ્તકો (આત્મકથાઓ, પરકાય-પ્રવેશ, કહે કુમારપાળ)નું એકીસાથે પ્રકાશન થઇ રહ્યું છે. આ કાર્યમાં ઉત્સાહ દાખવનાર લલિતભાઇ, જયસુખભાઇ, રમણીકભાઇ, કૌશિકભાઇ વગેરે ધન્યવાદાઈ છે. સાહિત્ય-રસિક ઇશ્વરભાઇ પોપટલાલ (જામનગર, સાયન)ની સૂચનાઓ પણ કામ લાગી છે. - ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ આપનાર સાયન સંઘના ભાઇઓ તથા અન્ય દાતાઓ ધન્યવાદને પાત્ર છે. આત્મકથાઓ', “પરકાય પ્રવેશ’ અને ‘કહે કુમારપાળ' - આ ત્રણેય પુસ્તકોનો આ એક જ પુસ્તકમાં સમાવેશ કરાયો છે તથા કેટલાક નવા કથા-લેખો પણ ઉમેરાયા છે. વાચકો આના વાંચનથી સત્રેરણા પ્રાપ્ત કરે, તેવી અપેક્ષા છે. - પં. મુક્તિચન્દ્રવિજય ગણિ - પં. મુનિચન્દ્રવિજય ગણિ સાયન (મુંબઈ) માંગ. સુ. 8, બુધવાર (પૂ. કલાપૂર્ણસૂરિજીનો ૩૧મો આચાર્ય-પદ-દિવસ) વિ.સં. ૨૦૬૦ તા. ૨૬-૧૧-૨૦૦૩ આત્મ કથાઓ • ૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 273