Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 15
________________ આત્મકથાનાં અમૃતબિંદુઓ અધુરી હોઈ અનુમાન માત્ર હોય છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ. ૩૪ જાહેર સંસ્થા એટલે લેકની મંજુરી ને લેકેનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે કેની મદદ ન મળે, ત્યારે તેને હસ્તી ભેગવવાનો અધિકાર જ નથી. સ્થાયી મિલ્કતથી નભતી સંસ્થા લેકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે. ને કેટલીક વેળા તે ઉલટાં આચરણ પણ કરે છે. આ અનુભવ હિંદુસ્તાનમાં આપણને ડગલે ડગલે થાય છે. કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબ કિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલીક થઈ પડ્યા છે, ને કેઈને જવાબદાર હેય તેમ નથી. જેમ કુદરત પોતે રેજનું પેદા કરી રેજનું જમે છે. તેમ જાહેર સંસ્થાઓનું હોવું જોઈએ એ વિષે મને શંકા જ નથી. જે સંસ્થાને લેકે મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાને અધિકારજ નથી. પ્રતિવર્ષ મળતું ફાળો તે તે સંસ્થાની લોક પ્રિયતાની અને તેના સંચાલકની પ્રમાણિકતાની કસોટી છે. અને દરેક સંસ્થાએ એ કસેટી ઉપર ચઢવું જોઈએ એ મારો અભિપ્રાય છે. ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38