Book Title: Aatmakathana Amrut Binduo
Author(s): Mohandas Karamchand Gandhi, Gandhiji
Publisher: Balabhai Virchand Desai
View full book text
________________
આત્મકથાનાં અમૃતબિંદુ
મનના વિકારાને જીતવા એ જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાંચે મને કઠિન લાગે છે. હિંદુસ્તાનમાં આવ્યા પછી પણ હું મારામાં સંતાઇ રહેલા વિકારાને જોઇ શક્યા છું, શરમાયા છું પણ હાર્યાં નથી. સત્યના પ્રયોગ કરતાં મેં રસ લુચા છે, આજે તુટી રહચેા છું, પણ હું જાણું છું કે મારે હજી વિકટ માગ કાપવાના છે. તેને સારૂ મારે શૂન્યવત બનવાનું છે.
૧
મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પેાતાને સહુથી છેલ્લા ન મૂકે ત્યાં લગી તેની મુકિત નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. અને એ નમ્રતા વિના મુકિત કોઇ કાળે નથી એ અનુભવ સિદ્ધ વાત છે.
૯૩
મારે મન સત્ય જ સર્વોપરિ છે અને તેમાં અગણિત વસ્તુઓને સમાવેશ થઇ જાય છે. આ સત્ય તે સ્થૂલ-વાચાનું – સત્ય નહિ. આ તે। જેમ વાચાનું તેમ વિચારનું ખરૂં. આ સત્ય તે આપણું ક૨ેલુ' સત્ય જ નહિ, પણ સ્વતંત્ર ચિર સ્થાયી સત્ય એટલે કે પરમેશ્વર જ.
૩
સત્યના શેાધકને રજકણથી પણ નીચે રહેવુ પડે છે. જગત્ આખું રજકણને કચડે છે, પણ સત્યના પૂજારી તે
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 33 34 35 36 37 38