Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 120
________________ સર્વજગદાનંદ, (૧૦) સસ્તાધ, (૧૧) વજૂદત્ત, (૧૨) વજૂનાભ, (૧૩) સર્વગુપ્ત, (૧૪) ચિત્રરથ, (૧૫) વિમલવાહન, (૧૬) ધનરથ, (૧૭) સંવર, (૧૮) સાધુસંવર, (૧૯) વરધર્મ, (૨૦) સુનંદ, (૨૧) નંદ, (૨૨) અતિશય, (૨૩) દામોદર, (૨૪) પોટ્ટીલાચાર્ય. ૬. મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરો. મહાવિદેહક્ષેત્રમાં હંમેશાં ચોથા આરા જેવો કાળપ્રવર્તે છે. ત્યાં મોક્ષમાર્ગ નિરંતર ખુલ્લો છે. મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યવીસ તીર્થકરોથી કદી પણ ઓછા તીર્થકરો હોય જ નહિ. એટલે વર્તમાનના વીસ તીર્થંકરો ૮૪ લાખપૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષેસિધાવે તે પછીએ જવખતે બીજા વીસ તીર્થંકરપદને પ્રાપ્ત થવા જ જોઈએ. આ પ્રમાણે મહાવિદેહક્ષેત્રમાં એક તીર્થંકર ગૃહવાસમાં એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે ત્યારે બીજા ક્ષેત્રમાં બીજા તીર્થંકરનો જન્મ થઈ જ જવો જોઈએ. તેઓ પણ એક લાખ પૂર્વના થાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ત્રીજા તીર્થંકરનો જન્મ પણ થઈ જ જવો જોઈએ. આ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રમાં કોઈ એક લાખ પૂર્વના આયુષ્યવાળા (એટલી ઉંમરવાળા), કોઈ બે લાખપૂર્વના આયુષ્યવાળા, એજપ્રમાણે કોઈઠેઠ ૮૩લાખપૂર્વના આયુષ્યવાળા તીર્થકરોગૃહવાસમાં રહેલ હોય. એમ એક એક તીર્થંકરની પાછળ ૮૩-૮૩ તીર્થકરો ગ્રહવાસમાં રહે છે અને એક તીર્થકર (૮૪મા) તીર્થંકરપદ ભોગવતા હાય છે. જયારે આ ચોરાસીમા તીર્થંકરપદ ભોગવતા તીર્થકર મોક્ષે સિધાવે ત્યારે ૮૩મા તીર્થંકર અન્ય ક્ષેત્રમાં તીર્થકરપદને પ્રાપ્ત કરે છે અને કોઈ અન્ય ક્ષેત્રમાં એક તીર્થંકરનો જન્મ થાય છે. એમ એક એક તીર્થંકર પાછળ ૮૩-૮૩ તીર્થકરો ગૃહસ્થાવાસમાં હોવાથી ૨૦ તીર્થકરોની પાછળ૮૩૪૨૦=કુલ ૧૬૬૦તીર્થંકરો હજુગૃહસ્થાવાસમાં હોય છે અને ૨૦ તીર્થકરો તીર્થંકરપદ ભોગવતા હોય છે. આમ મહાવિદેહક્ષેત્રમાં કુલ ૧૬૮૦તીર્થકરો ઓછામાં ઓછા એક જવખતે, (સમકાળે) હોવા જોઈએ. (ઉત્કૃષ્ટ સંખ્યાની વાતતોવળી જુદી જ છે.) આટલા બધા તીર્થંકરો વિચરતા હોવા છતાં પણ આશ્ચર્યની વાત એ છે કે તેઓ કયારેય પરસ્પર મળતા નથી, કારણ કે કોઈ પણ બે તીર્થંકરો કયારેય પરસ્પર મળે નહિ એ સિદ્ધાન્ત છે. એ પ્રમાણે અનાદિકાળથી ચાલ્યું આવે છે અને ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી એ જ પ્રમાણે ચાલતું રહેશે.! ૧૧૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134