Book Title: Aapana Tirthankaro
Author(s): Taraben R Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 119
________________ ૩૦. અનેકજાતિ વૈચિત્ર્ય - વર્ણ વસ્તુની વિવિધતા, વિચિત્રતા, સુંદરતા વ્યકત કરતાં ૩૧. આરોપિત વિશેષતા – બીજાં વચનોની અપેક્ષાએ વિશિષ્ટ ૩૨. સત્ત્વપ્રધાનતા – સત્ત્વ અર્થાત્ સાહસપ્રધાન ૩૩. વર્ણ-પદ-વાકય-વિવિકતતા-વર્ણ, પદ, વાકયના ઉચ્ચારનીવચ્ચેયોગ્ય અંતરવાળાં ૩૪. અવ્યુચ્છિતિ – અખંડ ધારાબદ્ધ તથા વિવક્ષિત અર્થ સહિત પરિપૂર્ણ ૩૫. અખેદિત્વ – ખેદ, શ્રમ કે આયાસરહિત, સુખપૂર્વક કહેવાતાં વચનો; સાંભળનારને પણ ખેદ, શ્રમ ન પહોંચાડનાર વચનો. - ૪. તીર્થંકર ભગવાનની માતાનાં સ્વપ્ન તીર્થંક૨ભગવાનનો જીવ પૂર્વભવથી ચ્યવીને માતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય ત્યારે તેમની માતાને ચૌદ શુભઅને શુદ્ધ સ્વપ્ન અનુક્રમે અનિદ્રાવસ્થામાં દેખાય છે. એ સ્વપ્નો નીચે પ્રમાણે છે ઃ (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) અભિષેકયુકત લક્ષ્મી, (૫) પુષ્પમાળા, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, .(૯) કુંભ, (૧૦) પદ્મસરોવ૨, (૧૧) ક્ષીરસમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ, (૧૪) નિર્ધમ અગ્નિ. (સ્વપ્નોના ક્રમમાં સંકેતરૂપ અપવાદ પણ હોય છે. શ્રી ઋષભદેવ ભગવાનનીમાતાએપ્રથમસ્વપ્નમાંવૃષભ જોયો હતો અને શ્રી મહાવીર સ્વામીની માતાએ પ્રથમ સ્વપ્નમાં સિંહ જોયો હતો.) ૫. પૂર્વ ભવના દીક્ષાગુરુ તીર્થંક૨ ભગવાન પોતે સ્વયંદીક્ષિત હોય છે. તેમના કોઈ ગુરુ હોતા નથી. તેમને જન્મથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોય છે અને સ્વયંદીક્ષિત થતાં જ તેમને મનઃપર્યવજ્ઞાન પ્રગટ થાય છે. તીર્થંકર ભગવાનને પૂર્વના મનુષ્ય ભવમાં દીક્ષાગુરુ હોય છે. શ્રી ઋષભદેવથી મહાવી૨ સ્વામી સુધીના વર્તમાન ચોવીસીના તીર્થંકરોના પૂર્વભવના દીક્ષાગુરુ અનુક્રમે નીચે પ્રમાણે છે ઃ (૧) વજ્રસેન, (૨) અરિદમન, (૩) સંભ્રાન્ત, (૪) વિમલવાહન, (૫) સીમંધર, (૬) પિહિતાશ્રવ, (૭) અરિદમન, (૮) યુગંધર, (૯) Jain Education International ૧૧૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134