Book Title: Vachanamrut 0157 Roj Nishi 1 to 18
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330277/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 157 સં. 1946 - રોજનીશી (1) મુંબઈ, કાર્તિક વદ 1, શુક્ર, 1946 નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. (2) મુંબઈ, કાર્તિક વદ 3, રવિ, 1946 આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે 46 વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોહનીયબળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા 1. બારાક્ષરીનો એકેક ઉપલો અક્ષર વાંચવાથી ‘ભગવાન' થશે. 2. બારાક્ષરીનો એકેક ઊતરતો અક્ષર વાંચવાથી ‘ભગવાન’ થશે. 3. સંવત ૧૯૪૬ની રોજનીશી(ડાયરી)માં અમુક મિતિઓએ પોતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. આ રોજનીશીમાંથી કેટલાંક પાનાં કોઇએ ફાડી લીધેલાં જણાય છે. જેટલાં પાનાં રોજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે. તો એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની.....ના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખનો સમય હવે કયો કહેવો ? બાલાવસ્થા? યુવાવસ્થા? જરાવસ્થા? નીરોગાવસ્થા ? રોગાવસ્થા? ધનાવસ્થા? નિર્ધનાવસ્થા ? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા ? 1 સંવત ૧૯૪૬ની રોજનીશી (ડાયરી)માં અમુક મિતિઓએ પોતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. આ રોજનીશીમાંથી કેટલાંક પાનાં કોઇએ ફાડી લીધેલાં જણાય છે. જેટલાં પાનાં રોજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું ? તો કે વધારે જિવાયું તોપણ સુખી, ઓછું જિવાયું તોપણ સુખી, પાછળ જન્મવું હોય તોપણ સુખી, ન જન્મવું હોય તોપણ સુખી. | (3) મુંબઈ, માગશર સુદ 1-2, રવિ, 1946 હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠ્ઠ સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) (4) મુંબઈ, પોષ સુદ 3, બુધ, 1946 નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. 1. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશય વિના બીજી વાત ન કરવી જોઈએ. 2. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. 3. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. 4. જેમાં આત્મલાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. 5. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. 6. લોકોથી ધર્મવ્યવહારમાં પડવું નહીં. (5) મુંબઈ, વૈશાખ વદ 4, ગુરૂ, 1946 આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; 2 શ્રી ભગવતીસૂત્ર, શતક 3, ઉદેશક 2. Page #3 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. (6) મુંબઈ, વૈશાખ વદ 5, શુક્ર, 1946 ઇચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઇચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે. ઇચ્છાજયવાળું પ્રાણી ઊર્ધ્વગામીવત્ છે. (7) મુંબઈ, જેઠ સુદ 4, ગુરૂ, 1946 પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે, તમે યોગ્ય થવાની તમારામાં ઇચ્છા ઉત્પન્ન કરો. હું તે ઇચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે મારાં અનુયાયી થયાં, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગયું છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઇચ્છું છું, બીજી રીતે નહીં. જો તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરો, તો ધર્માર્થે મને ઇચ્છો, એવું કરવું ઉચિત ગણું છું; અને જો હું કરું તો ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ થાય એમ થવું જોઈએ. બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે - મતિમાં. તેનો લાભ તમને આપવા ઇચ્છું છું; કારણ ઘણા નિકટનાં તમે સંબંધી છો. તે લાભ તમે લેવા ઇચ્છતાં હો, તો બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઇચ્છજો. વીતરાગભક્તિને બહુ જ ઇચ્છજો. મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો. તમે જે વેળા મારી સંગતિમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજો. વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિનોદી સંભાષણ મારાથી કરજો. હું તમને યુક્ત બોધ આપીશ. તમે રૂપસંપન્ન, ગુણસંપન્ન અને રિદ્ધિ તેમ જ બુદ્ધિસંપન્ન તેથી થશો. પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ. (8) મુંબઈ, જેઠ સુદ 11, શુક્ર, 1946 સવારના છ થી આઠ સુધીનો વખત સમાધિયુક્ત ગયો હતો. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. Page #4 -------------------------------------------------------------------------- ________________ (9) મુંબઈ, જેઠ સુદ 12, શનિ, 1946 આવતી કાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. 1. કાર્યપ્રવૃત્તિ. 2. સાધારણ ભાષણ - સકારણ. 3. બન્નેનાં અંતઃકરણની નિર્મળ પ્રીતિ. 4. ધર્માનુષ્ઠાન. 5. વૈરાગ્યની તીવ્રતા. (10) મુંબઈ, જેઠ વદ 11, શુક્ર, 1946 તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે ? શંકા હોય તો તે ખરી પણ નથી. (11) મુંબઈ, જેઠ વદ 12, શનિ, 1946 ગઈ કાલ રાત્રે એક અદભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. હવે પછી તે સંબંધી અધિક. (12) મુંબઈ, અષાડ સુદ 4, શનિ, 1946 કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા. જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે. (13) મુંબઈ, અષાડ સુદ 5, રવિ, 1946 જ્યારે આ વ્યવહારોપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતો: Page #5 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તોપણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું : ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસપરત્વે ન આવે તો સારું. ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિષહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર - પ્રીતિપૂર્વક ઉતાર. 1. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. 2. તારી (આત્મ)પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. 3. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિપ્ન નડશે, તથાપિ દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. 4. તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપો તેમાં) કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં, મને વ્યવહારસંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઇચ્છતો નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ન પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ, અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિશ્રેણિમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં, અને ટૂંકું કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ. Page #6 -------------------------------------------------------------------------- ________________ (14) મુંબઈ, અષાડ વદ 4, રવિ, 1946 વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે.? (15) મુંબઈ, અષાડ વદ 11, શનિ, 1946 “અણુ છતું, વાચા વગરનું આ જગત તો જુઓ. પાઠાન્તર - 1. કરાવે છે. 2 અણછતું. 3 વાચા વગરનું (16) મુંબઈ, અષાડ વદ, 12, રવિ, 1946 દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે, અને દેખાયાથી ક્ષય થઈ શકે. (17) વવાણિયા, આસો સુદ 10, ગુરૂ, 1946 બીજજ્ઞાન. ભગવાન મહાવીરદેવ. શોધે તો કેવલ જ્ઞાન. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. જ્ઞાની રત્નાકર આ બધી નિયતિઓ કોણે કહી ? અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. ભગવાન મહાવીરદેવ. 3 પાઠાન્તર-૧. કરાવે છે. 4 અણછતું. 5 વાચા વગરનું. Page #7 -------------------------------------------------------------------------- ________________ 10, 9, 8, 7, 6, 4, 3, 2, 1. (18) વવાણિયા, આસો સુદ 11, શુક્ર, 1946 આ બંધાયેલા પામે છે મોક્ષ એમ કાં ન કહી દેવું? એવી કોને ઇચ્છા રહી છે કે તેમ થવા દે છે ? જિનનાં વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં? શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય, કાં છુપાવ્યું હશે ?