________________ એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું ? તો કે વધારે જિવાયું તોપણ સુખી, ઓછું જિવાયું તોપણ સુખી, પાછળ જન્મવું હોય તોપણ સુખી, ન જન્મવું હોય તોપણ સુખી. | (3) મુંબઈ, માગશર સુદ 1-2, રવિ, 1946 હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠ્ઠ સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) (4) મુંબઈ, પોષ સુદ 3, બુધ, 1946 નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. 1. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશય વિના બીજી વાત ન કરવી જોઈએ. 2. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. 3. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. 4. જેમાં આત્મલાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. 5. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. 6. લોકોથી ધર્મવ્યવહારમાં પડવું નહીં. (5) મુંબઈ, વૈશાખ વદ 4, ગુરૂ, 1946 આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; 2 શ્રી ભગવતીસૂત્ર, શતક 3, ઉદેશક 2.