Book Title: Vachanamrut 0157 Roj Nishi 1 to 18 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 157 સં. 1946 - રોજનીશી (1) મુંબઈ, કાર્તિક વદ 1, શુક્ર, 1946 નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દ્રષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દ્રષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. (2) મુંબઈ, કાર્તિક વદ 3, રવિ, 1946 આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે 46 વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોહનીયબળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા 1. બારાક્ષરીનો એકેક ઉપલો અક્ષર વાંચવાથી ‘ભગવાન' થશે. 2. બારાક્ષરીનો એકેક ઊતરતો અક્ષર વાંચવાથી ‘ભગવાન’ થશે. 3. સંવત ૧૯૪૬ની રોજનીશી(ડાયરી)માં અમુક મિતિઓએ પોતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. આ રોજનીશીમાંથી કેટલાંક પાનાં કોઇએ ફાડી લીધેલાં જણાય છે. જેટલાં પાનાં રોજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે. તો એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની.....ના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખનો સમય હવે કયો કહેવો ? બાલાવસ્થા? યુવાવસ્થા? જરાવસ્થા? નીરોગાવસ્થા ? રોગાવસ્થા? ધનાવસ્થા? નિર્ધનાવસ્થા ? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા ? 1 સંવત ૧૯૪૬ની રોજનીશી (ડાયરી)માં અમુક મિતિઓએ પોતાની વિચારચર્યા શ્રીમદે લખી છે. આ રોજનીશીમાંથી કેટલાંક પાનાં કોઇએ ફાડી લીધેલાં જણાય છે. જેટલાં પાનાં રોજનીશીમાં વિદ્યમાન છે તે અહીં આપેલ છે.Page Navigation
1