________________ (14) મુંબઈ, અષાડ વદ 4, રવિ, 1946 વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે.? (15) મુંબઈ, અષાડ વદ 11, શનિ, 1946 “અણુ છતું, વાચા વગરનું આ જગત તો જુઓ. પાઠાન્તર - 1. કરાવે છે. 2 અણછતું. 3 વાચા વગરનું (16) મુંબઈ, અષાડ વદ, 12, રવિ, 1946 દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે, અને દેખાયાથી ક્ષય થઈ શકે. (17) વવાણિયા, આસો સુદ 10, ગુરૂ, 1946 બીજજ્ઞાન. ભગવાન મહાવીરદેવ. શોધે તો કેવલ જ્ઞાન. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. જ્ઞાની રત્નાકર આ બધી નિયતિઓ કોણે કહી ? અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. ભગવાન મહાવીરદેવ. 3 પાઠાન્તર-૧. કરાવે છે. 4 અણછતું. 5 વાચા વગરનું.