________________ (9) મુંબઈ, જેઠ સુદ 12, શનિ, 1946 આવતી કાલે રેવાશંકરજી આવવાના છે, માટે ત્યારથી નીચેનો ક્રમ પ્રભુ પાર્શ્વ સચવાવો. 1. કાર્યપ્રવૃત્તિ. 2. સાધારણ ભાષણ - સકારણ. 3. બન્નેનાં અંતઃકરણની નિર્મળ પ્રીતિ. 4. ધર્માનુષ્ઠાન. 5. વૈરાગ્યની તીવ્રતા. (10) મુંબઈ, જેઠ વદ 11, શુક્ર, 1946 તને તારું હોવાપણું માનવામાં ક્યાં શંકા છે ? શંકા હોય તો તે ખરી પણ નથી. (11) મુંબઈ, જેઠ વદ 12, શનિ, 1946 ગઈ કાલ રાત્રે એક અદભુત સ્વપ્ન આવ્યું હતું. જેમાં બેએક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. પ્રથમ સર્વ ભુલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. હવે પછી તે સંબંધી અધિક. (12) મુંબઈ, અષાડ સુદ 4, શનિ, 1946 કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા. જેનું હૃદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે. (13) મુંબઈ, અષાડ સુદ 5, રવિ, 1946 જ્યારે આ વ્યવહારોપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતો: