Book Title: Vachanamrut 0005 Bodh Vachan
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બોધવચન 1. આહાર કરવો નહીં. આહાર કરવો તો પુદગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. 3. આત્મશ્લાધા ચિંતવવી નહીં. 4. ત્વરાથી નિરભિમાની થવું. સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રોગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારવો. 7. કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. 8. મતમતાંતરમાં પડવું નહીં. મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. 10. ત્રિપદનો ઉપયોગ અનુભવવો. 11. અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું. 12. સ્મૃતિમાં નથી તે સંભારો. 13. વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. 14. વેદનીયઉદય ઉદય થાય તો ‘અવેદ' પદ નિશ્ચયનું ચિંતવવું. 15. પુરુષવેદ ઉદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. 16. ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ ‘સ’ દશા ગ્રહવી. 17. પણ બાહ્ય ઉપયોગ દેવો નહીં. 18. મમત્વ એ જ બંધ. 19. બંધ એ જ દુઃખ. 20. દુઃખસુખથી ઉપરાંઠા થવું. 21. સંકલ્પ-વિકલ્પ તજવો. 22. આત્મ-ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય. Page #2 -------------------------------------------------------------------------- ________________ 23. રસાદિક આહાર તજવો. 24. પૂર્વ ઉદયથી ન તજાય તો અબંધપણે ભોગવવો. 25. છે તેની તેને સોંપો. (અવળી પરિણતિ) 26. છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. 27. ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. 28. સમદ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. 29. રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન. 30. સુગંધી પુદ્ગલ સૂંઘવા નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. 31. દુર્ગધ ઉપર દ્વેષ કરવો નહીં. 32. પુદ્ગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. 33. આહાર અનુક્રમે ઓછો કરવો (લેવો.) 34. કાયોત્સર્ગ બને તો અહોરાત્રી કરવો. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં. 35. ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તોપણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું. ‘અમરદશા જાણી ચળવિચળ ન થવું.” 37. એકલા શયન કરવું. 38. એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. 39. શંકા, કંખા કે વિતિગિચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. 40. દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. 41. ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારો. 42. સર્વને સમદ્રષ્ટિએ જુઓ. 43. બાહ્ય મિત્ર ઉપર જે જે ઈચ્છા રાખતા હો તે કરતાં અત્યંતર મિત્રને તાકીદથી ઈચ્છો. 44. બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઈચ્છો. 45. બહાર લડો છો તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો. 46. અહંકાર કરશો નહીં. Page #3 -------------------------------------------------------------------------- ________________ 47. કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. 48. ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. 49. આત્માથી કર્માદિક અન્ય છે, તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. 50. સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો. 51. એક ચિત્તે આત્મા ધ્યાવો. પ્રત્યક્ષ અનુભવ થશે. 52. બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશો નહીં. 53. અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશો નહીં. 54. સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. 55. વસ્તુધર્મ યાદ કરો. 56. કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. 57. એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દૂર જશે. 58. ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો. 59. આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ.. 60. પ્રમાદ એ જ ભય. 61. અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. 62. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. 63. વિષમપણું મૂકવું. 64. કર્મયોગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. 65. અત્યંતર દયા ચિંતવવી. 66. સ્વ અને પરના નાથ થાઓ. 67. બાહ્ય મિત્ર આત્મહિતનો રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે - 68. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. અને કદાચિત તજાય એમ ન હોય તો અત્યંતરથી લુબ્ધ અને આસકત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો. 69. ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુ:ખ માનતું નથી. તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજો. Page #4 -------------------------------------------------------------------------- ________________ 70. યત્નાથી ચાલવું. 71. વિકારનો ઘટાડો કરજો. 72. સપુરુષનો સમાગમ ચિંતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. 73. કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. 74. નિદ્રા અત્યંત લેશો નહીં. 75. નકામો વખત જવા દેશો નહીં. 76. વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. 77. સંકટ આબે પણ ધર્મ ચૂકશો નહીં. 78. અસત્ય બોલશો નહીં. 79. આર્ત રૌદ્રને ત્વરાથી તજો. 80. ધર્મધ્યાનના ઉપયોગમાં ચાલવું. 81. શરીર ઉપર મમત્વ રાખશો નહીં. 82. આત્મદશા નિત્ય અચળ છે, તેનો સંશય લાવશો નહીં. 83. કોઈની ગુપ્ત વાત કોઈને કરશો નહીં. 84. કોઈ ઉપર જન્મ પર્યત દ્વેષબુદ્ધિ રાખશો નહીં. 85. કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં. 86. કોઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહીં. 87. ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે. 88. કોઈએ કૃતજ્ઞતા કરી હોય તેને પણ સમદ્રષ્ટિએ જુઓ. 89. અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે, તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરવો. 90. કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપવું. 91. વીરના માર્ગમાં સંશય કરશો નહીં. 92. તેમ ન થાય તો કેવલીગમ્ય, એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં. 93. બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું. Page #5 -------------------------------------------------------------------------- ________________ 94. ‘હું ક્યાંથી આવ્યો ?', ‘હું ક્યાં જઈશ ?' “શું મને બંધન છે ?' ‘શું કરવાથી બંધન જાય ?' ‘કેમ છૂટવું થાય ?' આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. 95. સ્ત્રીઓના રૂપ ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ દો તો હિત થાય. 96. ધ્યાનદશા ઉપર લક્ષ રાખો છો તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશો તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દ્રષ્ટિએ જોશો. એકચિત્તથી અનુભવ થશે તો તમને એ ઈચ્છા અંદરથી અમર થશે. એ અનુભવસિદ્ધ વચન છે. 97. કોઈના અવગુણ તરફ ધ્યાન આપશો નહીં, પણ પોતાના અવગુણ હોય તે તે ઉપર વધારે દ્રષ્ટિ રાખી ગુણસ્થ થવું. 98. બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઊલટી રીતે વર્તી એટલે છૂટશે. 99. સ્વસ્થાનકે જવાનો ઉપયોગ કરજો. 100. મહાવીરની ઉપદેશેલી બાર ભાવનાઓ ભાવો. 101. મહાવીરના ઉપદેશવચનનું મનન કરો. 102. મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો. 103. પરભાવથી વિરક્ત થા. 104. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો. 105. સમ, દમ, ખમ એ અનુભવો. 106. સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખો (દો). 107. રહેણી ઉપર ધ્યાન દેવું. 108. સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. 109. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. 110. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. 111. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. 112. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. 113. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. 114. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો.) Page #6 -------------------------------------------------------------------------- ________________ 115. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. 116. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. 117. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. 118. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક ઇ. દેહના મમત્વના વિચાર લાવશો નહીં. 119. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, તો તમોને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છુટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઇત્યાદિક ઇ. ઋદ્ધિ પામશો. 120. નવરાશના વખતમાં નકામી ફૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય ! 121. ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. 122. ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધીરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો. 123. તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ. 124. દ્રવ્યદેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવવું આપવા વધારે ત્વરા રાખો. 125. દેવું આપવા વધારે ત્વરા રાખો.