________________ 115. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. 116. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. 117. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. 118. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક ઇ. દેહના મમત્વના વિચાર લાવશો નહીં. 119. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, તો તમોને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છુટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઇત્યાદિક ઇ. ઋદ્ધિ પામશો. 120. નવરાશના વખતમાં નકામી ફૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય ! 121. ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. 122. ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધીરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો. 123. તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ. 124. દ્રવ્યદેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવવું આપવા વધારે ત્વરા રાખો. 125. દેવું આપવા વધારે ત્વરા રાખો.