________________ 47. કોઈ દ્વેષ કરે પણ તમે તેમ કરશો નહીં. 48. ક્ષણે ક્ષણે મોહનો સંગ મૂકો. 49. આત્માથી કર્માદિક અન્ય છે, તો મમત્વરૂપ પરિગ્રહનો ત્યાગ કરો. 50. સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવો. 51. એક ચિત્તે આત્મા ધ્યાવો. પ્રત્યક્ષ અનુભવ થશે. 52. બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશો નહીં. 53. અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશો નહીં. 54. સ્ત્રીએ પુરુષાદિક ઉપર અનુરક્ત થવું નહીં. 55. વસ્તુધર્મ યાદ કરો. 56. કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. 57. એકને ઉપયોગમાં લાવશો તો શત્રુ સર્વે દૂર જશે. 58. ગીત અને ગાયન વિલાપ તુલ્ય જાણો. 59. આભરણ એ જ દ્રવ્યભાર (ભાવ) ભારકર્મ.. 60. પ્રમાદ એ જ ભય. 61. અપ્રમાદ ભાવ એ જ અભય પદ છે. 62. જેમ બને તેમ ત્વરાથી પ્રમાદ તજો. 63. વિષમપણું મૂકવું. 64. કર્મયોગે આત્માઓ નવીન નવીન દેહ ધરે છે. 65. અત્યંતર દયા ચિંતવવી. 66. સ્વ અને પરના નાથ થાઓ. 67. બાહ્ય મિત્ર આત્મહિતનો રસ્તો બતાવે તેને અત્યંતર મિત્ર તરીકે - 68. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. અને કદાચિત તજાય એમ ન હોય તો અત્યંતરથી લુબ્ધ અને આસકત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો. 69. ચેતનરહિત કાષ્ઠ છેદતાં કાષ્ઠ દુ:ખ માનતું નથી. તેમ તમે પણ સમદ્રષ્ટિ રાખજો.