________________ 23. રસાદિક આહાર તજવો. 24. પૂર્વ ઉદયથી ન તજાય તો અબંધપણે ભોગવવો. 25. છે તેની તેને સોંપો. (અવળી પરિણતિ) 26. છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. 27. ક્ષણિક સુખ ઉપર લુબ્ધતા કરવી નહીં. 28. સમદ્રષ્ટિમાં ગજસુકુમારનું ચરિત્ર વિચારવું. 29. રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યજ્ઞાન. 30. સુગંધી પુદ્ગલ સૂંઘવા નહીં; સ્વાભાવિક તેવી ભૂમિકામાં ગયા તો રાગ કરવો નહીં. 31. દુર્ગધ ઉપર દ્વેષ કરવો નહીં. 32. પુદ્ગલની હાનિવૃદ્ધિ ઉપર ખેદખિન્ન કે રાજી થવું નહીં. 33. આહાર અનુક્રમે ઓછો કરવો (લેવો.) 34. કાયોત્સર્ગ બને તો અહોરાત્રી કરવો. (નીકર) એક કલાક કરવા ચૂકવું નહીં. 35. ધ્યાન એકચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું. ધ્યાન કર્યા પછી ગમે તે પ્રકારનો ભય ઉત્પન્ન થાય તોપણ બીવું નહીં. અભય આત્મસ્વરૂપ વિચારવું. ‘અમરદશા જાણી ચળવિચળ ન થવું.” 37. એકલા શયન કરવું. 38. એકાકી વિચાર હંમેશ અંતરંગ લાવવો. 39. શંકા, કંખા કે વિતિગિચ્છા કરવી નહીં, જેમ ત્વરાએ આત્મહિત થાય એવાની સોબત કરવી. 40. દ્રવ્યગુણ જોઈને પણ રાજી થવું નહીં. 41. ખટદ્રવ્યના ગુણપર્યાય વિચારો. 42. સર્વને સમદ્રષ્ટિએ જુઓ. 43. બાહ્ય મિત્ર ઉપર જે જે ઈચ્છા રાખતા હો તે કરતાં અત્યંતર મિત્રને તાકીદથી ઈચ્છો. 44. બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છો તેથી ઊલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઈચ્છો. 45. બહાર લડો છો તે કરતાં અત્યંતર મહારાજાને હરાવો. 46. અહંકાર કરશો નહીં.