________________ બોધવચન 1. આહાર કરવો નહીં. આહાર કરવો તો પુદગલના સમૂહને એકરૂપ માની કરવો, પણ લુબ્ધ થવું નહીં. 3. આત્મશ્લાધા ચિંતવવી નહીં. 4. ત્વરાથી નિરભિમાની થવું. સ્ત્રીનું રૂપ નીરખવું નહીં. સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રોગયુક્ત થવું નહીં, પણ અનિત્યભાવ વિચારવો. 7. કોઈ નિંદા કરે તે ઉપર દ્વેષબુદ્ધિ રાખવી નહીં. 8. મતમતાંતરમાં પડવું નહીં. મહાવીરનો પંથ વિસર્જન કરવો નહીં. 10. ત્રિપદનો ઉપયોગ અનુભવવો. 11. અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વીસરી જવું. 12. સ્મૃતિમાં નથી તે સંભારો. 13. વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મૂંઝાવું નહીં. 14. વેદનીયઉદય ઉદય થાય તો ‘અવેદ' પદ નિશ્ચયનું ચિંતવવું. 15. પુરુષવેદ ઉદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. 16. ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. ત્વરાથી આગ્રહ ‘સ’ દશા ગ્રહવી. 17. પણ બાહ્ય ઉપયોગ દેવો નહીં. 18. મમત્વ એ જ બંધ. 19. બંધ એ જ દુઃખ. 20. દુઃખસુખથી ઉપરાંઠા થવું. 21. સંકલ્પ-વિકલ્પ તજવો. 22. આત્મ-ઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય.