________________ 70. યત્નાથી ચાલવું. 71. વિકારનો ઘટાડો કરજો. 72. સપુરુષનો સમાગમ ચિંતવજો. મળેથી દર્શનલાભ ચૂકશો નહીં. 73. કુટુંબપરિવાર ઉપર અંતરંગ ચાહના રાખશો નહીં. 74. નિદ્રા અત્યંત લેશો નહીં. 75. નકામો વખત જવા દેશો નહીં. 76. વ્યાવહારિક કામથી જે વખત મુક્ત થાઓ તે વખતે એકાંતમાં જઈ આત્મદશા વિચારજો. 77. સંકટ આબે પણ ધર્મ ચૂકશો નહીં. 78. અસત્ય બોલશો નહીં. 79. આર્ત રૌદ્રને ત્વરાથી તજો. 80. ધર્મધ્યાનના ઉપયોગમાં ચાલવું. 81. શરીર ઉપર મમત્વ રાખશો નહીં. 82. આત્મદશા નિત્ય અચળ છે, તેનો સંશય લાવશો નહીં. 83. કોઈની ગુપ્ત વાત કોઈને કરશો નહીં. 84. કોઈ ઉપર જન્મ પર્યત દ્વેષબુદ્ધિ રાખશો નહીં. 85. કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં. 86. કોઈ તારા ઉપર દ્વેષબુદ્ધિ કરે, પણ તું તેમ કરીશ નહીં. 87. ધ્યાન જેમ બને તેમ ત્વરાથી કરજે. 88. કોઈએ કૃતજ્ઞતા કરી હોય તેને પણ સમદ્રષ્ટિએ જુઓ. 89. અન્યને ઉપદેશ આપવાનો લક્ષ છે, તે કરતાં નિજધર્મમાં વધારે લક્ષ કરવો. 90. કથન કરતાં મથન ઉપર વધારે લક્ષ આપવું. 91. વીરના માર્ગમાં સંશય કરશો નહીં. 92. તેમ ન થાય તો કેવલીગમ્ય, એમ ચિંતવજો એટલે શ્રદ્ધા ફરશે નહીં. 93. બાહ્ય કરણી કરતાં અત્યંતર કરણી ઉપર વધારે લક્ષ આપવું.