Page #1
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ
[૧૫] દષ્ટિ એટલે દર્શન. દર્શનને સામાન્ય અર્થ દેખવું” એવો છે. આંખથી જે જે બોધ થાય તેને દેખવું કે “દર્શન’ એમ કહેવાય છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દર્શનને અર્થ “નેત્રજન્યધ” એટલે જ માત્ર નથી; અહીં તેને અર્થ ઘણે વિશાળ છે. કોઈ પણ ઈન્દ્રિયથી થતું જ્ઞાન કે મનથી થતું જ્ઞાન એ બધું અહીં દૃષ્ટિ કે દર્શન રૂપે અભિપ્રેત છે. એટલું જ નહિ, પણ મનની મદદ વિના જ આત્માને જ્ઞાન શક્ય હોય તે તેવું જ્ઞાન પણ અહીં દષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કોઈ પણ જાતને સમ્યફ ધ અને મિથ્યાદષ્ટિ એટલે દરેક જાતને મિથ્થા બોધ.
સમ્યગ્દષ્ટિ અને મિદષ્ટિ જેવા શબ્દો બધી ધર્મપરંપરામાં પ્રચલિત છે. તેથી આપણે સૌ તેનાથી પરિચિત તો છીએ જ; તેમ છતાં તેના અર્થની સમજણમાં અનેક જાતના શ્રમ પ્રવર્તે છે. જ્યારે આપણે જાગીને ભજન ગાઈએ છીએ કે :
ઉઠ, જાગ મુસાફિર, ભોર ભઈ,
અબ ન કહાં જે સેવત હૈ?” ત્યારે આપણે એ ભ્રમે નિવારવાની જ વાત કહીએ છીએ, નિદ્રાત્યાગની નહિ. ગીતામાં કહ્યું કે –
या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । ત્યારે પણ એ જ કહેવામાં આવ્યું છે કે સંયમી અગર સાચી સમજ ધરાવનારે જ જાગે છે અને એ જ બ્રમનિશાથી મુક્ત છે.
દેહ ધારણ કરવો, શ્વાસોચ્છવાસ લે, જ્ઞાનેન્દ્રિયોથી જાણવું, કમેન્દ્રિયોથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકામાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદને અનુભવવાં તે પણ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણ આપનાર અને જીવનને ચલાવનાર “દૃષ્ટિ છે. જે દૃષ્ટિ સાચી તો તેનાથી દેરવાતું જીવન બેટ વિનાનું અને જો દૃષ્ટિ બેટી કે ભૂલભરેલી
Page #2
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ
[ ૯ તે તેનાથી દેરવાતું જીવન ખેડખાંપણવાળું જ હેવાનું. તેથી એ વિચારવું પ્રાપ્ત થાય છે કે સાચી દષ્ટિ એટલે શું અને બેટી દષ્ટિ એટલે શું? આ વિચારીએ તે પહેલાં જાણું લેવું જરૂરી છે કે આપણે નાની ઉંમરથી કેવી રીતે શબ્દોના અર્થો પકડીએ છીએ અને વ્યવહારમાં પડયા પછી અનુભવની વૃદ્ધિ સાથે એ અર્થોમાં કેવી રીતે સુધારા કે પુરવણી કરતા જઈએ છીએ.
બાળક છેક નાનું હોય ત્યારે એ ચિત્ર દ્વારા ચકલ, ઘોડો, હાથી અને મોટર જેવા શબ્દોનો અર્થ ગ્રહણ કરે છે. અમુક અમુક પ્રકારનો આકાર અને રંગ ધરાવનાર વસ્તુ તે બાળકને મન તે વખતે ચકલા, ઘોડે કે હાથી છે. પણ એ બાળક જેમ જેમ મોટું થાય અને જીવનવ્યવહારમાં પડે તેમ તેમ પ્રથમ ગ્રહણ કરેલ અર્થમાં તેને ફેરફાર અને સુધારે વધારે કરવો પડે છે. ઝાડ ઉપર બેઠેલ અને આકાશમાં ઊડતાં ચકલાં એ માત્ર ચિત્રગત ચકલાં નથી. આકૃતિ અને રંગની સમાનતા હોય તેય ઊડતાં અને ચિત્રગત ચકલાં વચ્ચે મહદ્ અંતર છે. આ અંતર જણાતાં જ ઉંમરલાયક બાળક પ્રથમનો અર્થ છોડી ન અર્થ પકડે છે અને પછી કહે છે કે અમુક આકૃતિ અને અમુક રંગવાળું ચકલું પણ આપમેળે બેસે–ઊઠે છે, ચણે છે, છોડે છે અને ચીં ચીં અવાજ પણ કરે છે. ચિત્રગત ઘેડા અને ચાલતા-દોડતા તેમ જ ઘાસ ખાતા ઘોડા વચ્ચે કેટલુંક સામ્ય હોવા છતાં પણ મહદ્ અંતર હોય છે. ઉંમરલાયક થયેલ વ્યક્તિ છેડા ઉપર બેસે, તેને દોડાવે અને તેની સજીવ અનેક ચર્યા જાઓ ત્યારે તે ચિત્ર ઉપર ગ્રહણ કરેલ ઘેડાના અર્થને વિસ્તારી તેને નવો અર્થ ગ્રહણ કરે છે. હાથી શબ્દના અર્થની બાબતમાં પણ એમ જ છે. સડક ઉપર મટર દોડતી હેય ને રસ્તો ઓળંગવો હોય ત્યારે ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ મેટર શબ્દનો અર્થ જ ધ્યાનમાં રહે તે એ માણસ અવશ્ય ચગદાઈ જાય, અને ચિત્ર દ્વારા ગ્રહણ કરેલ હાથીની અર્થે મનમાં રહે છે તે માણસ કદી હાથી ઉપર બેસવાનું સુખ માણું ન શકે કે તેના પગ તળે ચગદાવાનો ભય જ ન રહે. જેમ જેમ વ્યવહારનું ક્ષેત્ર વિસ્તરતું જાય અને નવા અનુભવે થતા જાય તેમ તેમ આપણે નાની ઉંમરથી એન્ન કરેલ ભાણાભંડોળના અર્થોમાં હંમેશાં વિકાસ અને સુધારે કરતા જ રહીએ છીએ, એટલે કે આપણી દષ્ટિને ઉતરોત્તર સમ્યક-યથાર્થ કરતાં રહીએ છીએ. તે જ આપણું જીવન
ખલના વિના ચાલે છે. જે આપણે પ્રથમ પ્રહણ કરેલ શબ્દને અર્થ ઉત્તરોત્તર થતા નવા અનુભવને આધારે ને વધારીએ તે આપણું જીવનતંત્ર કદી સુસંવાદી બની શકે નહિ અને ડગલે ને પગલે મૂંઝવણ ઊભી થાય.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
દર્શન અને ચિંતન કેટલાક શબ્દો ઈન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ પડે છે, તે કેટલાક મને ગમ્ય વસ્તુને જ લાગુ પડે છે. જ્યાં શબ્દનો અર્થ ઇન્દ્રિયગમ્ય હોય ત્યાં તેને અર્થની પકડમાં સુધારે વધારે કરવાનું કામ સહેલું છે, પણ જ્યાં શબ્દને અર્થ અતીન્દ્રિય કે મને ગમ્ય માત્ર હોય ત્યાં અર્થના સુધારાવધારાનું કામ કરવું બહુ અધરું છે. ચકલે, ઘેડા, હાથી વગેરે ઇન્દ્રિયગમ્ય છે, એટલે ચિત્રગત અર્થ કરતાં એના સાચા અર્થ તરફ જતાં વાર નથી લાગતી. વળી કઈ બાહ્ય ઈન્દ્રિયમાં ખેડખાંપણ હય, વસ્તુ ખોટી રીતે સમજાય, તોપણ બીજા મારફત એ ભ્રાંતિને સુધારો જલદી થાય છે. કમળાના રોગવાળે માણસ સફેદ વસ્તુને પીળી સમજે ને જ્યાં જાય ત્યાં શંખ પીળે છે એમ કહે છે તેની બાળક સુધાં હાંસી કરે. એટલે એ માણસ સહેલાઈથી પિતાને ભ્રમ સમજી જાય છે ને શંખને પીળા દેખવા છતાં એ તો સફેદ જ છે એવી વિચારપૂર્વક દઢ માન્યતા ધરાવતે થઈ જાય છે. એ જ ન્યાય બીજી બાયિની બાબતમાં પણ લાગુ પડે છે. પણ અતીન્દ્રિય વસ્તુની સમજણ બાબતમાં સુધારાનું કામ તેટલું સરલ નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ શબ્દો ચકલા અને ઘોડા આદિ શબ્દોની પિઠે ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ નથી પડતા, પણ મનગમ્ય કે, અતીન્દ્રિય ભાને સ્પર્શ કરે છે. એટલે તે શબ્દોના ખરા અર્થ તરફ જવાનું કે વારસાથી પ્રથમ ધારેલ અર્થમાં સુધારે, ફેરફાર કે વૃદ્ધિ કરવાનું કામ બહુ જ અઘરું હાઈ વિવેક અને પ્રયત્નસાધ્ય છે.
નેત્ર, કાન આદિ બાહ્ય ઇન્દ્રિયો અને અંતર-ઇન્દ્રિય મન એ બેની રચનામાં તેમ જ કાર્યશક્તિમાં બહુ જ મોટું અંતર છે. બાહ્ય ઇન્દ્રિયે જે વસ્તુ તેની સામે વર્તમાન હોય કે તેની સાથે સંબંધમાં આવે તેને જ જાણી શકે. જે વસ્તુ દૂર હોય, અતિદૂર હોય, અતીત હોય કે ભાવી હોય કે સૂક્ષ્મ હેય તેને બાહ્ય ઇન્દ્રિય જાણી ન શકે; પણ મનની મર્યાદાની જુદી છે. એ તે
ત્રી શ્રોત્રમ્' “વફ્યુચક્ષુ: છે. અર્થાત મન એબધી ઈન્દ્રિયોનો રાજા છે. દરેક ઈનિક દ્વારા જે જ્ઞાન થાય તે બધું મનની મદદથી થાય છે, અને છેવટે મન જ જ્ઞાનેન્દ્રિય અને કર્મોનિય દ્વારા થતા બધા જ અનુભવેનું સમાલોચન, પરીક્ષણ અને પૃથકકરણ કરી તેમાંથી સત્ય તારવે છે. એટલું જ નહિ પણ મન... ઈન્દ્રિયની મર્યાદામાં ન હોય તેવા સૈકાલિક અને દૂરવતી તેમ જ સૂક્ષ્મ વિને પણ અવગાહે છે. માત્ર જન્મથી મરણ સુધીના કાળપટને સ્પર્શતા અનુભવને જ નહિ, પણ તેથીયે વધારે અતીત અને અનાગત જીવનના અનુભવો. અને કલ્પનાઓને પણ મને ઘણીવાર સ્પર્શે છે. મનને વિષયપ્રદેશ વધારે સૂક્ષ્મ
Page #4
--------------------------------------------------------------------------
________________
અમદષ્ટિ અને દિશાદષ્ટિ
[ ૧૦૧ પણ છે. તેથી મને ગમ્ય વિષયદેશને સ્પર્શતા શબ્દોના અર્થની સાચી સમજણનું કામ પણ વધારે જટિલ હાઈ વધારે પુરુષાર્થની અપેક્ષા રાખે છે.
હવે આપણે સમ્યગ્દષ્ટિ અને મિશ્રાદષ્ટિ તેમ જ તેના સમાનાર્થક આસ્તિક, નાસ્તિક જેવા શબ્દોને લઈ તેના અર્થની સમજણ વિષે વિચાર કરીએ. ઉક્ત શબ્દ બ્રાહ્મણ, બૌદ્ધ અને જેન એ ત્રણ પરંપરાઓ અને દરેક પરંપરાના અંતર્ગત નાનામોટા બધા ફિરકાઓમાં જાણીતા છે. જે કોઈ વ્યક્તિ જૈન પરંપરામાં જન્મી અને ઊછરી હોય તે તેને છેક નાની ઉંમરથી એ શબદોના અર્થ વિષે એવી સમજણ આપવામાં આવી હોય છે કે ભગવાન મહાવીર જેવા પુરુષોને સુદેવ લેખે માનવા, જૈન ગુરૂઓને સુગુરુ લેખે ધારવા અને જૈન પરંપરાગત આચારવિચારોને સ્વીકારવા તે સમ્યગ્દષ્ટિ; આથી વિરુદ્ધ જે કાંઈ હોય તેને સ્વીકારવું તે મિથ્યાષ્ટિ. કહેવાની જરૂર નથી કે નાની ઉંમરમાં વ્યક્તિની સમજણશક્તિ ડી ન હોવાથી તેને માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જેવા શબ્દોને પારમાર્થિક તેમ જ અતીન્દ્રિય અર્થ સમજવો સહેલ ન હૈઈ ઉપર જણાવેલ પ્રાથમિક પૂલ અર્થ જ અંધબેસત થઈ શકે. પરંતુ ઉંમર અને સમજણશક્તિ વધવા સાથે પ્રથમ સમજાયેલ સ્થૂળ અર્થનું સંશોધન કે પરીક્ષણ ન થાય અને એ જ અર્થને વળગી રહેવામાં આવે તો શું પરિણામ આવે એ વિચારવું જરૂરી છે. એ અનિષ્ટ પરિણામ ધ્યાનમાં આવે તે તેને ખરા અર્થ સમજવાની દિશામાં જવાની પ્રેરણા ઉદ્ભવે. હાથી આદિ શબ્દોના ચિત્ર ઉપરથી કપેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી ઘટતો ફેરફાર અને સંશોધન થઈ તેને 5 અર્થ સમજવામાં આવે છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ કે આસ્તિક અને નાસ્તિક શબદના, કાચી સમજણ વખતે, ધારેલ અર્થમાં પ્રત્યક્ષ દર્શનથી સુધારે કે સંશોધન કરવાને અવકાશ નથી એ ખરું, છતાં ઉંમરલાયક થયા પછી અને બીજા વિષયોમાં પાકી સમજણ થયા પછી પણ જે શબ્દોને એને એ અર્થ ધારી રાખવામાં આવે તે સામાજિક વર્તમાન જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં ઘણી જ અસંગતિઓ, ત્રુટિઓ અને વિસંવાદો આવવા પામે છે. દાખલા તરીકે, શરૂઆતના સ્થૂળ અર્થ પ્રમાણે જૈન વ્યક્તિ પિતામાં સભ્ય દૃષ્ટિનું અસ્તિત્વ માનવા-મનાવવા તેમજ મિથ્યાદષ્ટિને અભાવ સાબિત કરવા એટલું તો અવશ્ય કરશે કે જૈન સિવાયની બીજી કોઈ પણ પરંપરામાં પૂજાતા ઈશ્વર કે દેવને તે કુદેવ લેખશે, તે પરંપરાના ગુરુએને કુગુરુ લેખશે, અને તે પરંપરાના આચાર-વિચારને અધર્મ-ધર્મ
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
દર્શન અને ચિંતન લેખશે, એટલું જ નહિ, પણ એ વ્યક્તિ જૈન પરંપરાનાં શાસ્ત્રો સિવાયનાં બીજાં બધાં જ શાસ્ત્રોને મિથ્યાશ્રુત કે કુશ્રુત લેખી તેને ત્યાજ્ય અને ઉપેક્ષણીય ગણશે. તે વ્યક્તિ એવા જૈનેતર શ્રતના પરિચયથી હંમેશાં અલગ રહેવાનો કાળજીપૂર્વક પ્રયત્ન કરશે. આનું પરિણામ એ જ આવે, અને આવેલું આજે પણ જોવાય છે, કે આવા સંસ્કારવાળી વ્યક્તિ બીજી રીતે ગમે તેટલી સમજણમાં આગળ વધી હોય, સામાજિક, આર્થિક, રાજકીય કે સંક્ષણિક ક્ષેત્રમાં તે ગમે તેટલી પ્રતિષ્ઠિત હોય, છતાં આધ્યાત્મિક અને ધાર્મિક કહી શકાય એવાં શાસ્ત્રીની બાબતમાં તેની જિજ્ઞાસા અને સમજણની સીમા બહુ તે એણે માનેલ જૈન શાસ્ત્ર સુધી જ સીમિત રહેવાની. જૈન શ્રત સિવાયનું બીજું ધાર્મિક અને આધ્યાત્મિક મૃત ગમે તેટલું વિવિધ તેમ જ ગમે તેટલું ઉપાગી હોય તે પણ તેવી વ્યક્તિ એમાંથી કોઈ લાભ ઉઠાવી શકશે નહિ, પોતાની જિજ્ઞાસાને સંતોષી શકશે નહિ અને પરિણામે અલ્પમાં બહુ માની લેવાની ટૂંકી સમજણ પિલાતી જ રહેશે. એવી વ્યક્તિ જિજ્ઞાસા અને બુદ્ધિના નાનામાં નાના ખૂણામાં મોટામાં મોટા સમજણના મહેલની કલ્પનાથી રાચશે. સામ્પ્રદાયિક સમજણ તે આનું જ નામ છે, અને તેનું પરિણામ જિજ્ઞાસા, સમજણ તેમ જ વિવેકની અતિ સંકુચિતતા અને બીજાથી પિતાને સાવ જુદા અને ઊંચા માનવાની વૃત્તિમાં જ આવે છે. સામાજિક, રાજકીય અને આર્થિક જેવા વ્યવહાર સામાન્ય રીતે ઠીક ચાલતા હોય તો ઉપર ઉપરથી જેનારને એવી સામ્પ્રદાયિક સંકુચિતતા બાધાકારક નહિ લાગે, પણ સહેજ ઊંડા ઊતરી વિચાર કરીશું તો જણાશે કે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જેવા શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરેલ સ્થૂળ અર્થની સમજણુને પરિણામે આવેલી સંકુચિતતા તે માત્ર વ્યકિતને જ નહિ પણ સમાજ સુદ્ધાને ભારેમાં ભારે હાનિકારક નીવડે છે. આ હાનિ ધળ ધાર્મિક અગર આધ્યાત્મિક પ્રદેશ પૂરતી જ નથી રહેતી, પણ તેની અસર સામાજિક અને રાજકીય જેવા વ્યાવહારિક ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે આવે છે, કેમ કે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયમાં શરૂ થયેલ સંકુચિતતા માત્ર ત્યાં જ નથી અટકતી, પણ તે વ્યક્તિ અને સમાજને બીજા સમાજોથી દૂર રહેવા પ્રેરે છે, એને એકરસ થતાં રોકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે જૈન અને જૈનેતર એવા બે. જુદા સમાજ કપાયા છે. અને તેથી જ જ્યાં સંસ્કાર અને વિચારની સમાનતા હેય ત્યાં પણ એક સમાજની વ્યક્તિને બીજા સમાજની વ્યક્તિ સાથે લગ્નસંબંધથી કે સમાનભાવે ખાનપાનના વ્યવહારથી જોડાતાં ભારે મુશ્કેલી અનુભવવી પડે છે. મુસ્લિમ અને ક્રિશ્ચિયન જેવા સમાજની વાત ન કરીએ, તેય આપણે
Page #6
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ
[ ૧૦૩
જોઈ એ છીએ કે વૈષ્ણવ, રાવ અને બૌદ્ધ જેવા સમાજ સાથે જૈન સમાજને બીજી બધી બાબતમાં સમાનતા હોવા છતાં સામ્પ્રદાયિકતાને કારણે એકરસ થવામાં કેટલા પ્રત્યવાયા નડે છે !
શરૂઆતમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની પ્રાથમિક વ્યાખ્યાએ જૈન અને જૈનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઊભી કરી, પણ ધીરે ધીરે એ વ્યાખ્યા વધારે ટૂંકી થતાં સંકુચિતતા પણ વધારે વિકસી. જૈન પર પરાના ચારે ફિરકામાં એ વ્યાખ્યા નવે રૂપે થવા લાગી, સ્થાનકવાસી ક્રિયામાં જન્મેલ વ્યક્તિને સમ્યગ્દષ્ટિના એવા અથ વારસાગત મળેલા હાય છે કે સ્થાનકવાસી સિવાયના બીજા જૈન ફિરકાઓના પણ ગુરુ અને આચારવિચારાને માનવા કે પાળવા તે સમ્યગ્દષ્ટિ નથી; એટલે કાઇ સ્થાનકવાસી મહાવીરને માનવા છતાં પણ તેમની મૂર્તિ, તીસ્થાના અને શ્વેતાંબર કે દિગ ંબર પર ંપરાના મનાતા શ્રુતને પેાતાનાં આદર અને જિજ્ઞાસાની બહાર જ રાખવાના. એ જ રીતે શ્વેતાંબર મૂર્તિ પૂજક દિગંબર પરંપરાનાં મંદિર, સ્મૃતિ, તી, શાસ્ત્ર, ત્યાગી ગુરુ વગેરેને અસ્પૃશ્ય નહિ તે ઉપેક્ષાદષ્ટિથી જોવાના. દિગંબર ફિરકાની વ્યક્તિ પણ સ્થાનકવાસી કે શ્વેતાંબર ફ્રિકાના શાસ્ત્ર અગર આચારવિચાર વિષે એવી જ કટ્ટરતા સેવવામાં સમ્યગ્દર્શન સાચવ્યાનું અભિમાન રાખવાની. તેરાપથી હશે તે તે પણ ઉપરના ત્રણે ક્રિકાના આચારવિચારને અનુસરવામાં કે તેને સમ્યક્ લેખવામાં પેાતાને આધ્યાત્મિક વિનિપાત જોવાને.
જે વાત જૈન પંરપરાને ઉદ્દેશથી ઉપર કહેવામાં આવી છે તે જ વાત જી પરપરાને પણ તેટલે જ અંશે, બલ્કે કયારેક કયારેક લગે વધારે અંશે, લાગુ પડે છે. વૈદિક હરશે તે તે જૈન, બૌદ્ધ જેવી અવૈદિક પર પરાના બધા જ આચારવિચારાને તેમ જ શાસ્ત્રોને સ્પર્શ કરવામાં નાસ્તિકતા લેખો અને વેદ-સ્મૃતિ-પુરાણ જેવાં વૈશ્વિક ગણાતાં શાસ્ત્રો સિવાયનાં શાસ્ત્રઓને ધમ દૃષ્ટિએ વિચારવામાં પણ આસ્તિકતાનો અર્થ નહિ જુએ. તે હંમેશને માટે પોતાની જિજ્ઞાસાના પ્રદેશથી અવૈદિક ગણાતાં શ્રુતને—પછી તે ગમે તેટલું સુસગત અને મહત્ત્વનું હોય તાપણુ—દૂર જ રાખશે. ઔદ્ધ ફ્રિકામાં સામ્પ્રદાયિક દૃષ્ટિએ જેણે સમ્યગ્દષ્ટ અને મિથ્યાષ્ટિને અથ ધાર્યો હશે તે પણ તેવી જ રીતે બૌદ્વૈતર ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રથી અસ્પૃષ્ટ રહેવામાં પોતાની સમ્યગ્દષ્ટિ પોષાતી જોશે. આ રીતે જુદી જુદી ધમ પર’પરાને અનુસરનારા અનેક સમાજો સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, આસ્તિકતા, નાસ્તિકતા જેવા આધ્યાત્મિક અને પારમાર્થિ ક અર્થના મુચક શબ્દોના પ્રાથમિક, સ્થૂળ અને કામચલાઉ અર્થાને
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
દર્શન અને ચિંતન છેવટના અર્થો સમજી તેમાં ઊંડી સમજણ અને વિવેક દ્વારા સુધાર અને વિકાસ નથી કરતા તે, તેનું આજસુધીના જીવનમાં કેવું અનિષ્ટ પરિણામ દેખાય છે એ ઇતિહાસના જ્ઞાતાને કે વર્તમાન પરિસ્થિતિ નિહાળનારને સમજાવું જરાય અધરું નથી.
ધૂળ ગૂંગળામણ અને સૂક્ષ્મ ગૂંગળામણ વચ્ચે અંતર છે. સ્થળ ગૂંગળામણ સાધારણ વ્યક્તિને પણ સ્પર્શે છે, જ્યારે સૂકમ ગૂંગળામણ દીર્ધદષ્ટિ અને વિચારકનું જ ધ્યાન ખેંચે છે. '×૧૦ ની એક ખેલીમાં કેઈને પૂરવામાં આવ્યો હોય ને તે ચાલતે-દેડતે ગતિશીલ માણસ હોય તે તે એટલે મૂંઝાશે કે ગમે તે રીતે દીવાલ ભેદવા અને બહાર નીકળવાને પ્રયત્ન કરશે અને જયારે તે બહાર નીકળી ખુલ્લું આકાશ જોશે ત્યારે જ નિરાંત અનુભવશે.પણ સમ્યગ્દષ્ટિ કે આસ્તિકતાના શરૂઆતમાં કપેલ અર્થના નાના ચોકામાં પુરાનાર દરેક વ્યકિતને એનાં અનિષ્ટ પરિણામે અનુભવાતાં હોય તો પણ ગૂંગળામણ નથી થતી. તેથી તે એવા કાને માત્ર પોતે જ નથી, પણ એવા ચેકામાં જ પિતાની જાત અને પિતાના સમાજની સલામતી જુએ છે. છતાં કોઈઈ વિરલ વ્યક્તિ દરેક સંપ્રદાય અને ફિરકામાં સમયે સમયે એવી અવશ્ય પાકે છે કે તેની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિની ગતિ–શરૂઆતના ગ્રહણ કરેલ સમ્યગ્દષ્ટિમિશ્રાદષ્ટિ કે આસ્તિક-નાસ્તિક શબ્દોના અર્થની સમજણના ચકામાં ગૂંગળાય છે તેથી તેનાં પડે ભેદીન અને સાચા અર્થ સમજવા મથે છે. એ મંથનને પરિણામે તેવી વ્યકિતઓ એ સમ્યગ્દષ્ટિ, મિચ્છાદષ્ટિ આદિ શબ્દના પારમાર્થિક અર્થને સમજવા સુધી કે તેવા અર્થેની નજીક જવા સુધી વિકાસ કરે છે.
એવી રીતે વિકાસ કરનાર વ્યકિતઓ માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દને અર્થે કઈ પણ રીતે વ્યકિત કે સમષ્ટિગત જીવનને હાનિકારક બનતો જ નથી. તેથી જ આપણે જોઈએ છીએ કે બુદ્ધ, મહાવીર અને તેમના જેવા બીજા સંત કે તેમને પગલે ચાલતા અનુગામીઓ પ્રજ્ઞા પ્રાસાદ ઉપર આરૂઢ થઈ પિતાની પ્રતિભા દ્વારા જુદી જુદી વાણીમાં પણ એક જ મુખ્ય વસ્તુ સમજાવતા આવ્યા છે કે જ્ઞાનને, ચિત્તને, આત્માને વિસ્તાર કરો.
ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લેકે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબદના પ્રાથમિક અર્થની સમજણને લીધે એમ ધારી બેઠાં છે કે જેનેતર ગણાતું શ્રત મિથ્યાશ્રુત
Page #8
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ
[૧૦૫ છે અને તેને અભ્યાસ કે પરિશીલન મિથાદૃષ્ટિ કહેવાય, ત્યારે તેમણે બુતપરંપરા અને સમજણુના વિકાસને રૂંધાતે અટકાવવા સ્પષ્ટપણે કહ્યું કે જૈનેતર મૃત જ મિથ્યા છે અને જેનશ્રુત જ સમ્યફ છે એમ નથી, પણ દષ્ટિ સાચી અને સમ્યફ હેય તે જૈન કે જૈતતર ગમે તે શ્રત સમ્ય–સાચું હોઈ શકે અને જે દૃષ્ટિ જ મૂળમાં વિપરીત હોય તે જૈન કહેવાતું શ્રત પણ મિથામૃત હોઈ શકે. આ રીતે તેમણે એક જમાનામાં જૈન પરંપરાને એવી શીખ આપી કે તે સંકુચિતમાંથી મુકત બને. તેને પરિણામે અનેક ઉત્તરવત આચાર્યો ને વિદ્વાનો એવા પાકયા કે જેમણે જૈન શ્રુતને ભાષા, વિચાર અને તાત્પર્યથી અનેકધા વિકસાવ્યું. દેવવાચક પેઠે આચાર્ય હરિભદ્ર યોગદષ્ટિસમુચ્ચયમાં બીજી રીતે પણ સમ્યગ્દષ્ટિ શબ્દના અર્થમાં વિકાસ સૂચવ્યું. તેમણે કહ્યું કે બુદ્ધ, કપિલ, જિન આદિની વાણી અને શૈલી ભલે જુદી જુદી હિય, પણ છેવટે તેઓ બધા કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે. સમ્યગ્દષ્ટિ શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરાતા અર્થના વિકાસમાં આ કાંઈ જેવી તેવી ફાળ નથી.
એવા અર્થવિકાસનું પહેલું પગથિયું એટલે જીવનમાત્રમાં ચેતનતત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમ જ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમ જ રાગદ્વેષાદિ આવરણને ચારિત્રના સમ્યફ પુરુષાર્થથી ભેદવાની શક્યતાના ચારિત્રલક્ષી તરવમાં શ્રદ્ધા ધરાવવી તે સમ્યગ્દષ્ટિ અગર આસ્તિકતા. આથી ઊલટું એટલે કે ચેતનતત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્વમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાષ્ટિ અગર નાસ્તિકતા. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિનો અનુક્રમે તત્ત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એવો જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. તે પ્રથમના સ્થળ સામ્પ્રદાયિક અર્થ કરતાં ઘણો વિશાળ હોઈ અનેક સમ્પ્રદાયોની તાત્વિક માન્યતાને પિતામાં સમાવે છે. સામ્પ્રદાયિક અર્થમાં માત્ર અમુક સમ્પ્રદાય કે કિકાની ચૂળ આચારવિચારની પ્રણાલિકાઓ, તેને ઈતિહાસ અને માત્ર તેની જ પરિભાષાઓને માનવાનો સમાવેશ થાય છે, જ્યારે ચેતનતત્ત્વ અને ચારિત્રલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા સેવવી એ સમ્યગ્દષ્ટિને અર્થ કોઈ એક જ સમ્પ્રદાય કે અમુક જ ફિરકાને નથી લાગુ પડત. તેમાં તો ઉપલક દૃષ્ટિએ પરસ્પરવિરોધી દેખાતા અને વિરોધને લીધે અરસપરસ આખડતા એવા અનેક સમ્પ્રદાયોને સમાસ થાય છે. આ રીતે સમદષ્ટિને અર્થ વિસ્તરતાં અનેક ધર્મપરંપરાઓ એકબીજાની નજીક આવે છે ને તેમનાં વચ્ચે જે સ્થૂળ અર્થને લીધે ગેરસમજદૂતીઓ ઊભી થયેલી હેય તે વિલય પામે છે. વાચક ઉમાસ્વાતિ નામના જૈન આચાર્યે સમ્યગ
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
દર્શન અને ચિંતન દષ્ટિને અર્થ બતાવતાં કહ્યું છે કે આધ્યાત્મિક અને ચારિત્રલક્ષી તમાં શ્રદ્ધા સેવવી તે જ સમ્યગ્દર્શન. આપણે જોઈએ છીએ કે આ વ્યાખ્યામાં કોઈ એક ફિરકાની બાહ્ય આચારવિચારની પ્રણાલીઓને સ્પર્શ જ નથી; માત્ર તત્ત્વના વાસ્તવિક સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવવાને જ પર્શ છે.
તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દષ્ટિ હોય તો પણ તે અર્થ છેવટને નથી. છેવટને અર્થ તે તત્વસાક્ષાત્કાર છે. તત્વશ્રદ્ધા એ તત્વસાક્ષાત્કારનું એક
પાન માત્ર છે. જ્યારે એ સોપાન દઢ હોય ત્યારે જ યથોચિત પુસ્વાર્થથી તત્વને સાક્ષાત્કાર થાય છે, એટલે કે સાધક જીવનમાત્રમાં ચેતન તત્ત્વને સમાનભાવે અનુભવે છે અને ચારિત્ર્યલક્ષી તો માત્ર શ્રદ્ધાનો વિષય ન રહેતાં જીવનમાં વણાઈ જાય છે, એકરસ થઈ જાય છે. આનું જ નામ તત્ત્વસાક્ષાત્કાર અને એ જ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ તેમ જ એકમાત્ર અર્થ, આ અંતિમ અર્થમાં તવશ્રદ્ધારૂપ પહેલાનો અર્થ તે સમાઈ જ જાય છે, કેમ કે જ્યારે તવસાક્ષાત્કાર થાય ત્યારે શ્રદ્ધા તો જીવન્ત બને છે.
ઉપરની ચર્ચાથી નીચનો ભાવ સંક્ષેપમાં ફલિત થાય છે. સમ્પ્રદાયગત અને રિસાગત માત્ર સ્થળ આચારવિચારની પ્રણાલિકા વગેરેમાં શ્રદ્ધા સેવવી તે સમ્યગ્દષ્ટિ શબ્દનો અર્થ. આ અર્થ દરેક સમ્પ્રદાયને ન્યાય આપે છે, અને અંદરોઅંદરના વિરોધને શમાવી એકબીજાને નજીક આણે છે. તવસાક્ષાત્કાર એ સમ્યગ્દષ્ટિ શબ્દને અંતિમ અને મુખ્ય અર્થ છે. આ અર્થ જેણે જીવનમાં સિદ્ધ કર્યો હોય તે જ ખરે સિદ્ધ, બુદ્ધ કે સંત છે.
ઉપર સૂચવેલ ત્રણ અર્થેનું પરસ્પર તારતમ સમજવા માટે એક વ્યવહારુ દાખલે આપો ય ગણાશે. શિશુ અવસ્થાની કન્યા ઢીંગલીને મા કલ્પી તેની સાથે બાળકોનાં ઢીંગલાને બેસાડે છે ને તેમાં માતા તેમ જ સંતતિનો અર્થ જુએ છે. તે જ કન્યા ઠીક ઠીક ઉંમરે પહોંચતાં પોતાનામાં જ માતૃત્વની અનિવાર્ય શક્યતા વિષે શ્રદ્ધા સેવે છે. તે જ કન્યા સમય પાકતાં અને અનુગુણ સંજોગે મળતાં પિતાનામાં માતૃત્વને સાક્ષાત્કાર પણ કરે છે. ત્રણે અવસ્થામાં માતૃત્વ સમાન છે. પણ પહેલી અવસ્થામાંના માતૃત્વદર્શન કરતાં બીજી અવસ્થાનું માતૃત્વદર્શન અને છેવટનું માતૃત્વદર્શન એ સાવ ભિન્ન ભિન્ન છે. એ જ રીતે સમ્યગ્દષ્ટિ જેવા આધ્યાત્મિક ભાવનાસૂચક શબ્દના ઉપર વર્ણવેલ અર્થોનું તારતમ્ય કાંઈક સમજી શકાય અને ચકલા વગેરેના ચિત્રગત અર્થ કરતાં જીવતા ચકલાના
Page #10
--------------------------------------------------------------------------
________________ સમ્યગ્દષ્ટિ અને પ્રિયદષ્ટિ [ 107 અર્થમાં રહેલ તારતમ્ય પ્રથમ અપાયેલ દાખલ પણ વધારે સ્પષ્ટતાથી સમજી શકાય. સમ્યગ્દષ્ટિના ઉપર સુચવેલ ત્રણ અર્થોમાં જેમ જેમ આગળ પ્રગતિ થાય છે તેમ તેમ પહેલાંના અર્થ સાથે સંકળાયેલ ભ્રમ પણ દૂર થવા પામે છે. આધ્યાત્મિક મુસાફરને ઉદ્દેશી જે જાગવાની વાત પેલા “ઉઠ જાગ,. મુસાફિર!” ભજનમાં કહી છે તે આ જ આધ્યાત્મિક જાગૃતિ છે. પ્રિબુદ્ધજીવન, ૧૫–૯–પર