________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ
[૧૦૫ છે અને તેને અભ્યાસ કે પરિશીલન મિથાદૃષ્ટિ કહેવાય, ત્યારે તેમણે બુતપરંપરા અને સમજણુના વિકાસને રૂંધાતે અટકાવવા સ્પષ્ટપણે કહ્યું કે જૈનેતર મૃત જ મિથ્યા છે અને જેનશ્રુત જ સમ્યફ છે એમ નથી, પણ દષ્ટિ સાચી અને સમ્યફ હેય તે જૈન કે જૈતતર ગમે તે શ્રત સમ્ય–સાચું હોઈ શકે અને જે દૃષ્ટિ જ મૂળમાં વિપરીત હોય તે જૈન કહેવાતું શ્રત પણ મિથામૃત હોઈ શકે. આ રીતે તેમણે એક જમાનામાં જૈન પરંપરાને એવી શીખ આપી કે તે સંકુચિતમાંથી મુકત બને. તેને પરિણામે અનેક ઉત્તરવત આચાર્યો ને વિદ્વાનો એવા પાકયા કે જેમણે જૈન શ્રુતને ભાષા, વિચાર અને તાત્પર્યથી અનેકધા વિકસાવ્યું. દેવવાચક પેઠે આચાર્ય હરિભદ્ર યોગદષ્ટિસમુચ્ચયમાં બીજી રીતે પણ સમ્યગ્દષ્ટિ શબ્દના અર્થમાં વિકાસ સૂચવ્યું. તેમણે કહ્યું કે બુદ્ધ, કપિલ, જિન આદિની વાણી અને શૈલી ભલે જુદી જુદી હિય, પણ છેવટે તેઓ બધા કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે. સમ્યગ્દષ્ટિ શબ્દના શરૂઆતમાં ગ્રહણ કરાતા અર્થના વિકાસમાં આ કાંઈ જેવી તેવી ફાળ નથી.
એવા અર્થવિકાસનું પહેલું પગથિયું એટલે જીવનમાત્રમાં ચેતનતત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી તેમ જ એવી શ્રદ્ધાને પરિણામે ચેતન ઉપરનાં અજ્ઞાન તેમ જ રાગદ્વેષાદિ આવરણને ચારિત્રના સમ્યફ પુરુષાર્થથી ભેદવાની શક્યતાના ચારિત્રલક્ષી તરવમાં શ્રદ્ધા ધરાવવી તે સમ્યગ્દષ્ટિ અગર આસ્તિકતા. આથી ઊલટું એટલે કે ચેતનતત્વમાં કે ચારિત્ર્યલક્ષી તત્વમાં શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાષ્ટિ અગર નાસ્તિકતા. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિનો અનુક્રમે તત્ત્વવિષયક શ્રદ્ધા કે અશ્રદ્ધા એવો જ અર્થ વિકાસક્રમમાં ફલિત થાય છે. તે પ્રથમના સ્થળ સામ્પ્રદાયિક અર્થ કરતાં ઘણો વિશાળ હોઈ અનેક સમ્પ્રદાયોની તાત્વિક માન્યતાને પિતામાં સમાવે છે. સામ્પ્રદાયિક અર્થમાં માત્ર અમુક સમ્પ્રદાય કે કિકાની ચૂળ આચારવિચારની પ્રણાલિકાઓ, તેને ઈતિહાસ અને માત્ર તેની જ પરિભાષાઓને માનવાનો સમાવેશ થાય છે, જ્યારે ચેતનતત્ત્વ અને ચારિત્રલક્ષી તત્ત્વમાં શ્રદ્ધા સેવવી એ સમ્યગ્દષ્ટિને અર્થ કોઈ એક જ સમ્પ્રદાય કે અમુક જ ફિરકાને નથી લાગુ પડત. તેમાં તો ઉપલક દૃષ્ટિએ પરસ્પરવિરોધી દેખાતા અને વિરોધને લીધે અરસપરસ આખડતા એવા અનેક સમ્પ્રદાયોને સમાસ થાય છે. આ રીતે સમદષ્ટિને અર્થ વિસ્તરતાં અનેક ધર્મપરંપરાઓ એકબીજાની નજીક આવે છે ને તેમનાં વચ્ચે જે સ્થૂળ અર્થને લીધે ગેરસમજદૂતીઓ ઊભી થયેલી હેય તે વિલય પામે છે. વાચક ઉમાસ્વાતિ નામના જૈન આચાર્યે સમ્યગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org