________________
૧૦૪ ]
દર્શન અને ચિંતન છેવટના અર્થો સમજી તેમાં ઊંડી સમજણ અને વિવેક દ્વારા સુધાર અને વિકાસ નથી કરતા તે, તેનું આજસુધીના જીવનમાં કેવું અનિષ્ટ પરિણામ દેખાય છે એ ઇતિહાસના જ્ઞાતાને કે વર્તમાન પરિસ્થિતિ નિહાળનારને સમજાવું જરાય અધરું નથી.
ધૂળ ગૂંગળામણ અને સૂક્ષ્મ ગૂંગળામણ વચ્ચે અંતર છે. સ્થળ ગૂંગળામણ સાધારણ વ્યક્તિને પણ સ્પર્શે છે, જ્યારે સૂકમ ગૂંગળામણ દીર્ધદષ્ટિ અને વિચારકનું જ ધ્યાન ખેંચે છે. '×૧૦ ની એક ખેલીમાં કેઈને પૂરવામાં આવ્યો હોય ને તે ચાલતે-દેડતે ગતિશીલ માણસ હોય તે તે એટલે મૂંઝાશે કે ગમે તે રીતે દીવાલ ભેદવા અને બહાર નીકળવાને પ્રયત્ન કરશે અને જયારે તે બહાર નીકળી ખુલ્લું આકાશ જોશે ત્યારે જ નિરાંત અનુભવશે.પણ સમ્યગ્દષ્ટિ કે આસ્તિકતાના શરૂઆતમાં કપેલ અર્થના નાના ચોકામાં પુરાનાર દરેક વ્યકિતને એનાં અનિષ્ટ પરિણામે અનુભવાતાં હોય તો પણ ગૂંગળામણ નથી થતી. તેથી તે એવા કાને માત્ર પોતે જ નથી, પણ એવા ચેકામાં જ પિતાની જાત અને પિતાના સમાજની સલામતી જુએ છે. છતાં કોઈઈ વિરલ વ્યક્તિ દરેક સંપ્રદાય અને ફિરકામાં સમયે સમયે એવી અવશ્ય પાકે છે કે તેની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિની ગતિ–શરૂઆતના ગ્રહણ કરેલ સમ્યગ્દષ્ટિમિશ્રાદષ્ટિ કે આસ્તિક-નાસ્તિક શબ્દોના અર્થની સમજણના ચકામાં ગૂંગળાય છે તેથી તેનાં પડે ભેદીન અને સાચા અર્થ સમજવા મથે છે. એ મંથનને પરિણામે તેવી વ્યકિતઓ એ સમ્યગ્દષ્ટિ, મિચ્છાદષ્ટિ આદિ શબ્દના પારમાર્થિક અર્થને સમજવા સુધી કે તેવા અર્થેની નજીક જવા સુધી વિકાસ કરે છે.
એવી રીતે વિકાસ કરનાર વ્યકિતઓ માટે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દને અર્થે કઈ પણ રીતે વ્યકિત કે સમષ્ટિગત જીવનને હાનિકારક બનતો જ નથી. તેથી જ આપણે જોઈએ છીએ કે બુદ્ધ, મહાવીર અને તેમના જેવા બીજા સંત કે તેમને પગલે ચાલતા અનુગામીઓ પ્રજ્ઞા પ્રાસાદ ઉપર આરૂઢ થઈ પિતાની પ્રતિભા દ્વારા જુદી જુદી વાણીમાં પણ એક જ મુખ્ય વસ્તુ સમજાવતા આવ્યા છે કે જ્ઞાનને, ચિત્તને, આત્માને વિસ્તાર કરો.
ભગવાન મહાવીર બાદ લગભગ આઠમા-નવમા સૈકામાં થયેલ દેવવાચક આચાર્યું જોયું કે સાધારણ લેકે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ શબદના પ્રાથમિક અર્થની સમજણને લીધે એમ ધારી બેઠાં છે કે જેનેતર ગણાતું શ્રત મિથ્યાશ્રુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org