________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ
[ ૧૦૩
જોઈ એ છીએ કે વૈષ્ણવ, રાવ અને બૌદ્ધ જેવા સમાજ સાથે જૈન સમાજને બીજી બધી બાબતમાં સમાનતા હોવા છતાં સામ્પ્રદાયિકતાને કારણે એકરસ થવામાં કેટલા પ્રત્યવાયા નડે છે !
શરૂઆતમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની પ્રાથમિક વ્યાખ્યાએ જૈન અને જૈનેતર વચ્ચે સંકુચિતતાની દીવાલ ઊભી કરી, પણ ધીરે ધીરે એ વ્યાખ્યા વધારે ટૂંકી થતાં સંકુચિતતા પણ વધારે વિકસી. જૈન પર પરાના ચારે ફિરકામાં એ વ્યાખ્યા નવે રૂપે થવા લાગી, સ્થાનકવાસી ક્રિયામાં જન્મેલ વ્યક્તિને સમ્યગ્દષ્ટિના એવા અથ વારસાગત મળેલા હાય છે કે સ્થાનકવાસી સિવાયના બીજા જૈન ફિરકાઓના પણ ગુરુ અને આચારવિચારાને માનવા કે પાળવા તે સમ્યગ્દષ્ટિ નથી; એટલે કાઇ સ્થાનકવાસી મહાવીરને માનવા છતાં પણ તેમની મૂર્તિ, તીસ્થાના અને શ્વેતાંબર કે દિગ ંબર પર ંપરાના મનાતા શ્રુતને પેાતાનાં આદર અને જિજ્ઞાસાની બહાર જ રાખવાના. એ જ રીતે શ્વેતાંબર મૂર્તિ પૂજક દિગંબર પરંપરાનાં મંદિર, સ્મૃતિ, તી, શાસ્ત્ર, ત્યાગી ગુરુ વગેરેને અસ્પૃશ્ય નહિ તે ઉપેક્ષાદષ્ટિથી જોવાના. દિગંબર ફિરકાની વ્યક્તિ પણ સ્થાનકવાસી કે શ્વેતાંબર ફ્રિકાના શાસ્ત્ર અગર આચારવિચાર વિષે એવી જ કટ્ટરતા સેવવામાં સમ્યગ્દર્શન સાચવ્યાનું અભિમાન રાખવાની. તેરાપથી હશે તે તે પણ ઉપરના ત્રણે ક્રિકાના આચારવિચારને અનુસરવામાં કે તેને સમ્યક્ લેખવામાં પેાતાને આધ્યાત્મિક વિનિપાત જોવાને.
જે વાત જૈન પંરપરાને ઉદ્દેશથી ઉપર કહેવામાં આવી છે તે જ વાત જી પરપરાને પણ તેટલે જ અંશે, બલ્કે કયારેક કયારેક લગે વધારે અંશે, લાગુ પડે છે. વૈદિક હરશે તે તે જૈન, બૌદ્ધ જેવી અવૈદિક પર પરાના બધા જ આચારવિચારાને તેમ જ શાસ્ત્રોને સ્પર્શ કરવામાં નાસ્તિકતા લેખો અને વેદ-સ્મૃતિ-પુરાણ જેવાં વૈશ્વિક ગણાતાં શાસ્ત્રો સિવાયનાં શાસ્ત્રઓને ધમ દૃષ્ટિએ વિચારવામાં પણ આસ્તિકતાનો અર્થ નહિ જુએ. તે હંમેશને માટે પોતાની જિજ્ઞાસાના પ્રદેશથી અવૈદિક ગણાતાં શ્રુતને—પછી તે ગમે તેટલું સુસગત અને મહત્ત્વનું હોય તાપણુ—દૂર જ રાખશે. ઔદ્ધ ફ્રિકામાં સામ્પ્રદાયિક દૃષ્ટિએ જેણે સમ્યગ્દષ્ટ અને મિથ્યાષ્ટિને અથ ધાર્યો હશે તે પણ તેવી જ રીતે બૌદ્વૈતર ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રથી અસ્પૃષ્ટ રહેવામાં પોતાની સમ્યગ્દષ્ટિ પોષાતી જોશે. આ રીતે જુદી જુદી ધમ પર’પરાને અનુસરનારા અનેક સમાજો સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, આસ્તિકતા, નાસ્તિકતા જેવા આધ્યાત્મિક અને પારમાર્થિ ક અર્થના મુચક શબ્દોના પ્રાથમિક, સ્થૂળ અને કામચલાઉ અર્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org