________________
૧૦ ]
દર્શન અને ચિંતન કેટલાક શબ્દો ઈન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ પડે છે, તે કેટલાક મને ગમ્ય વસ્તુને જ લાગુ પડે છે. જ્યાં શબ્દનો અર્થ ઇન્દ્રિયગમ્ય હોય ત્યાં તેને અર્થની પકડમાં સુધારે વધારે કરવાનું કામ સહેલું છે, પણ જ્યાં શબ્દને અર્થ અતીન્દ્રિય કે મને ગમ્ય માત્ર હોય ત્યાં અર્થના સુધારાવધારાનું કામ કરવું બહુ અધરું છે. ચકલે, ઘેડા, હાથી વગેરે ઇન્દ્રિયગમ્ય છે, એટલે ચિત્રગત અર્થ કરતાં એના સાચા અર્થ તરફ જતાં વાર નથી લાગતી. વળી કઈ બાહ્ય ઈન્દ્રિયમાં ખેડખાંપણ હય, વસ્તુ ખોટી રીતે સમજાય, તોપણ બીજા મારફત એ ભ્રાંતિને સુધારો જલદી થાય છે. કમળાના રોગવાળે માણસ સફેદ વસ્તુને પીળી સમજે ને જ્યાં જાય ત્યાં શંખ પીળે છે એમ કહે છે તેની બાળક સુધાં હાંસી કરે. એટલે એ માણસ સહેલાઈથી પિતાને ભ્રમ સમજી જાય છે ને શંખને પીળા દેખવા છતાં એ તો સફેદ જ છે એવી વિચારપૂર્વક દઢ માન્યતા ધરાવતે થઈ જાય છે. એ જ ન્યાય બીજી બાયિની બાબતમાં પણ લાગુ પડે છે. પણ અતીન્દ્રિય વસ્તુની સમજણ બાબતમાં સુધારાનું કામ તેટલું સરલ નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ શબ્દો ચકલા અને ઘોડા આદિ શબ્દોની પિઠે ઇન્દ્રિયગમ્ય વસ્તુને લાગુ નથી પડતા, પણ મનગમ્ય કે, અતીન્દ્રિય ભાને સ્પર્શ કરે છે. એટલે તે શબ્દોના ખરા અર્થ તરફ જવાનું કે વારસાથી પ્રથમ ધારેલ અર્થમાં સુધારે, ફેરફાર કે વૃદ્ધિ કરવાનું કામ બહુ જ અઘરું હાઈ વિવેક અને પ્રયત્નસાધ્ય છે.
નેત્ર, કાન આદિ બાહ્ય ઇન્દ્રિયો અને અંતર-ઇન્દ્રિય મન એ બેની રચનામાં તેમ જ કાર્યશક્તિમાં બહુ જ મોટું અંતર છે. બાહ્ય ઇન્દ્રિયે જે વસ્તુ તેની સામે વર્તમાન હોય કે તેની સાથે સંબંધમાં આવે તેને જ જાણી શકે. જે વસ્તુ દૂર હોય, અતિદૂર હોય, અતીત હોય કે ભાવી હોય કે સૂક્ષ્મ હેય તેને બાહ્ય ઇન્દ્રિય જાણી ન શકે; પણ મનની મર્યાદાની જુદી છે. એ તે
ત્રી શ્રોત્રમ્' “વફ્યુચક્ષુ: છે. અર્થાત મન એબધી ઈન્દ્રિયોનો રાજા છે. દરેક ઈનિક દ્વારા જે જ્ઞાન થાય તે બધું મનની મદદથી થાય છે, અને છેવટે મન જ જ્ઞાનેન્દ્રિય અને કર્મોનિય દ્વારા થતા બધા જ અનુભવેનું સમાલોચન, પરીક્ષણ અને પૃથકકરણ કરી તેમાંથી સત્ય તારવે છે. એટલું જ નહિ પણ મન... ઈન્દ્રિયની મર્યાદામાં ન હોય તેવા સૈકાલિક અને દૂરવતી તેમ જ સૂક્ષ્મ વિને પણ અવગાહે છે. માત્ર જન્મથી મરણ સુધીના કાળપટને સ્પર્શતા અનુભવને જ નહિ, પણ તેથીયે વધારે અતીત અને અનાગત જીવનના અનુભવો. અને કલ્પનાઓને પણ મને ઘણીવાર સ્પર્શે છે. મનને વિષયપ્રદેશ વધારે સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org