________________
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ
[૧૫] દષ્ટિ એટલે દર્શન. દર્શનને સામાન્ય અર્થ દેખવું” એવો છે. આંખથી જે જે બોધ થાય તેને દેખવું કે “દર્શન’ એમ કહેવાય છે. પરંતુ આ સ્થળે દૃષ્ટિ કે દર્શનને અર્થ “નેત્રજન્યધ” એટલે જ માત્ર નથી; અહીં તેને અર્થ ઘણે વિશાળ છે. કોઈ પણ ઈન્દ્રિયથી થતું જ્ઞાન કે મનથી થતું જ્ઞાન એ બધું અહીં દૃષ્ટિ કે દર્શન રૂપે અભિપ્રેત છે. એટલું જ નહિ, પણ મનની મદદ વિના જ આત્માને જ્ઞાન શક્ય હોય તે તેવું જ્ઞાન પણ અહીં દષ્ટિ કે દર્શનરૂપે અભિપ્રેત છે. સારાંશ એ છે સમ્યગ્દષ્ટિ એટલે કોઈ પણ જાતને સમ્યફ ધ અને મિથ્યાદષ્ટિ એટલે દરેક જાતને મિથ્થા બોધ.
સમ્યગ્દષ્ટિ અને મિદષ્ટિ જેવા શબ્દો બધી ધર્મપરંપરામાં પ્રચલિત છે. તેથી આપણે સૌ તેનાથી પરિચિત તો છીએ જ; તેમ છતાં તેના અર્થની સમજણમાં અનેક જાતના શ્રમ પ્રવર્તે છે. જ્યારે આપણે જાગીને ભજન ગાઈએ છીએ કે :
ઉઠ, જાગ મુસાફિર, ભોર ભઈ,
અબ ન કહાં જે સેવત હૈ?” ત્યારે આપણે એ ભ્રમે નિવારવાની જ વાત કહીએ છીએ, નિદ્રાત્યાગની નહિ. ગીતામાં કહ્યું કે –
या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । ત્યારે પણ એ જ કહેવામાં આવ્યું છે કે સંયમી અગર સાચી સમજ ધરાવનારે જ જાગે છે અને એ જ બ્રમનિશાથી મુક્ત છે.
દેહ ધારણ કરવો, શ્વાસોચ્છવાસ લે, જ્ઞાનેન્દ્રિયોથી જાણવું, કમેન્દ્રિયોથી કામ કરવું, એટલું જ માત્ર જીવન નથી, પણ મનની અને ચેતનની જુદી જુદી ભૂમિકામાં જે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અનેક પ્રકારનાં સંવેદને અનુભવવાં તે પણ જીવન છે. આવા વ્યાપક જીવનનાં પાસાં પણ અનેક છે. એ બધાં પાસાંને દોરવણ આપનાર અને જીવનને ચલાવનાર “દૃષ્ટિ છે. જે દૃષ્ટિ સાચી તો તેનાથી દેરવાતું જીવન બેટ વિનાનું અને જો દૃષ્ટિ બેટી કે ભૂલભરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org