Book Title: Nay Praman Syadvad Vaccheno Sambandh ane Antar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249601/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ]. શ્રી જી. . જૈન ગ્રન્થમાલા નય-પ્રમાણુ-સ્યાદ્વાદ વચ્ચેનો સંબંધ અને અંતર [વર્ષો પૂર્વે પ્રગટ થતાં જૈન સાહિત્ય સંશોધકના ત્રીજા ખંડના પ્રથમ અંકમાં પં. સુખલાલજીએ ન્યાયાવતારનાં બે પદ્યોનું પ્રશ્નોત્તરપૂર્વક વિશદ સ્પષ્ટીકરણ કરેલું, જેને વિષે બહુ થોડા જ્ઞાત હશે. સદર લેખ અતીવ સમજવા યોગ્ય ઉપયોગી જણાયાથી અત્ર તેને અક્ષરશઃ ઉતારો આપવામાં આવ્યું છે. ફેર માત્ર ત્યાં બે પદ્ય અનંતર છે, જ્યારે અત્ર તે છૂટા કરી મૂકવામાં આવ્યા છે. ત્રિમાસિકના વિદ્વાન સંપાદકે આના સંબંધમાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે “જે સ્પષ્ટીકરણ ક ૨૯-૩૦ ને વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તો અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્ય જ્ઞાત જેવું છે.” આ ઉપરથી પ્રસ્તુત લેખની મહત્વતા આ વિષયના જ્ઞાતા વિદ્વાન મહાશયને જણાઈ આવશે.] अनेकान्तात्मकं वस्तु, गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मतः ॥२९॥ (ન્યાયાવતાર) અર્થાત-“અનેક ધર્માત્મક વસ્તુ એ સર્વ સંવેદનને પ્રમાણને વિષય મનાય છે અને એક દેશ–અંશ સહિત વસ્તુ એ નયને વિષય મનાય છે.” ૨૯ - પ્રવ-પ્રમાણને વિષય થનારી વસ્તુઓ કરતાં નયને વિષય થનારી વસ્તુઓ શું ત જુદી હોય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તત જુદે જુદે બતાવી શકાય ? Page #2 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ પારમાર્થિક લેખસંગ્રહ ઉદ-ના, એક-બીજાથી જુદા એવા વસ્તુઓના કઈ બે વિભાગ નથી, કે જેમાંથી એક વિભાગ પ્રમાણને વિષય બને અને બીજો વિભાગ નયને વિષય બને. પ્રવે-જે પ્રમાણ અને નયને વિષય થનાર વસ્તુ એક જ હોય, તે પછી બન્નેને વિષયભેદ કેવી રીતે? ઉ૦-વસ્તુ ભલે એક જ હોય, પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષ ધર્મોની પ્રધાનતા છતાં અખંડિતપણે ભાસે છે, ત્યારે તે અનેક ધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કોઈ એક અંશ છૂટા પડી પ્રધાનપણે ભાસે છે, ત્યારે તે એક અંશ વિશિષ્ટ વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ. આંખ સામે કઈ એક ઘેડે આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ એની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે, પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્નરૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘેડા જ ચાક્ષુષ જ્ઞાનને વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં છૂટી પડી ભાસતી નથી કે ઘડારૂપ અખંડ પદાર્થમાંથી આકારાદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખો ઘેડે જ અખંડપણે આંખને વિષય બને છે. એ જ પ્રમાણનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષય થયેલ એ ઘેડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવું હોય, ત્યારે તે ઘડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષ તાઓ કરતાં બુદ્ધિદ્વારા છૂટી પાડી વક્તા કહે છે કે–આ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા ઘોડે લાલ છે, ઊંચો છે કે અમુક આકાર છે. તે વખતે વક્તાના બૌદ્ધિક વ્યાપારમાં કે શ્રોતાની જ્ઞાનક્રિયામાં ઘેડે ભાસમાન છતાં તે માત્ર ગૌણ હોય છે અને તેની વિશેષતાએ જે બીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનને વિષય બનતે ઘેડો અમુક અંશ વિશિષ્ટ વિષય બને છે. એ જ વિષયને નય થવાની રીત છે. આ વક્તવ્યને બીજા શબ્દોમાં–ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે-ભાનમાં અમુક વિશેષતાઓ છતાં, પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાયમાન થાય ત્યારે તે પ્રમાણને વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હેવાથી પ્રમાણ અને નયમાં તેને વિષયભેદ સ્પષ્ટ છે. પ્રવ-પ્રમાણની પેઠે નય પણ જે જ્ઞાન જ હોય તે બેમાં તફાવત છે? ઉ૦-ઈન્દ્રિની મદદથી કે મદદ સિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે, ત્યારે તે પ્રમાણ કહેવાય છે અને પ્રમાણદ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારકિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે (વચન) ક્રિયા તે નય અને એને પુરગામી જ્ઞાન)-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણેનું અંતર એક એ છે કે-નય Page #4 -------------------------------------------------------------------------- ________________ પારમાધિ લેખસંગ્રહ [ ૨૦ જ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશરૂપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહરૂપે છે, કારણ કે-પ્રમાણવ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાઓ પ્રગટે છે. પ્રવ-પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરો. ઉ૦-પ્ર + માન = (જે જ્ઞાનવડે પ્ર-અબ્રાન્તપણે વસ્તુનું માન-પ્રકાશન (નિર્ણય) થાય તે) પ્રમાણ. ની + અ (નીપ્રમાણદ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહોંચાડવાની ક્રિયા. અ-કરનાર વક્તાને માનસિક વ્યાપાર તે) નય. પ્રવ-જૈન ન્યાય ગ્રન્થોની જેમ જૈનેતર ન્યાય ગ્રન્થમાં નય વિષે મીમાંસા છે કે નહિ? ઉ૦-નથી. જો કે જૈન અને જૈનેતર બન્નેના તર્કગ્રન્થમાં મીમાંસા છે, છતાં નયને પ્રમાણથી છૂટા પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનોએ જ કરી છે. આ રીતે નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનાર ૨૯મા પદ્યનું સ્પષ્ટીકરણ છે. " नयानामेकनिष्टानां, प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वादश्रुतमुच्यते ॥ ३०॥" (ન્યાયાવતાર) અથ-એક-નિષ્ટ એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નાની પ્રવૃત્તિ શ્રુતમાર્ગમાં લેવાથી સંપૂર્ણ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] શ્રી જી. એ. જેન ચન્થમાલા વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. ૩૦ આ નય અને સ્યાદ્વાદના સંબંધને સૂચવનારા પદ્યનું નીચે મુજબ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે– પ્ર-શ્રુત એટલે ? ઉ૦-આગમજ્ઞાન તે શ્રત. પ્ર-શું બધું શ્રત એક જ જાતનું છે કે તેમાં જાણવા જે ખાસ ભેદ છે? ઉ૦-ભેદ છે. પ્રવે-તે કયો? ઉ૦-શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તે અંશગ્રાહી વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર અને બીજે સમગ્રગ્રાહી વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહી તે નયશ્રુત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશ્રુત. આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કેઈ એક તસવ પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આ વિચાર તે તે તરવ પૂરતું સ્યાદ્વાદકૃત અને તેમાંના તે તત્વને લગતા જુદા જુદા અંશો ઉપરના ખંડ વિચારે તે નથુત. આ વિચારે એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયકૃત અને બધાનું પ્રસ્તુત તત્વ પરત્વે એકીકરણ તે તે સ્યાદ્વાદશ્રત. કેઈ એક તવ પરત્વે નય અને સ્યાદ્વાદશતનો જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય. ર૦-દાખલો આપી સમજાવે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ ૧ ૩૧ ઉ-સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરેાગ્યતત્ત્વનું સ્યાદ્વાદશ્રુત છે, પણ આરેાગ્યતત્ત્વને લગતાં આદાન, નિદાન, ચિકિત્સા આદિ જુદા જુદા અંગ્રેા ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશે, એ ચિકિત્સાશાસ્રરૂપ સ્યાદ્વાદશ્રુતના અશે। હાવાથી તે તત્ત્વ પરત્વે નયશ્રુત છે. આ રીતે નયશ્રુત તે અશાના સરવાળેા છે. ૫૦-નય અને સ્યાદ્વાદને જૈનશ્રુતમાં ઘટાવવા હાય તા કેવી રીતે ? . ઉ-જૈનશ્રુતમાંના કોઈ એકાદ શ્રુતને લ્યા કે જે એક જ અભિપ્રાયનું સૂચક હાય. તે નયશ્રુત અને એવાં અનેક અભિપ્રાયાનાં સૂચક અનેક સૂત્રો (પછી ભલે તે પરસ્પરવિરાધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશ્રુત. દાખલા તરીકે– ‘વડુને નેપ થળÆફ ' એ સૂત્ર ત્યેા. એનો અભિપ્રાય એ છે કે નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસૂચક છે, એટલે નારકી જીવના ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારકી જીવની સ્થિરતાનું વર્ણન કરનાર ખીજા સૂત્રો લ્યા. પ્રોવાળું મંતે ! વય વ્હારું ટિફ પન્નતા ? Go - गोयमा ! जहणेणं दस वाससहस्साई उक्कोसेणं तेत्तीस सागरोवमाई ठिई पन्नत्ता | ( માવતી પૃ. ૧૩, રા. ૧, ૩. ૧) એ બધા જ સૂત્રેા જુદા જુદા નારકી પરત્વે નચવાય છે અને એક સાથે મળે ત્યારે સ્યાદ્વાદશ્રુત બને છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૨] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પ૦-ત્યારે એમ થયું કે-વાક્ય એ નય અને વાક્યસમૂહ તે સ્યાદ્વાદઃ અને જો એમ હોય તે પ્રશ્ન થાય છે કે–એ એકજ વાક્ય સ્યાદ્વાદાત્મક-અનેકાનદ્યોતક હોઈ શકે? ઉ૦-હોઈ શકે. પ્રટ-કેવી રીતે? કારણ કે-એક વાક્ય એ કે એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કેઈ એક અંશને સ્પર્શ કરી શકે, બીજા અંશેને સ્પર્શ ન કરી શકે. તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદ્વાદયુત કેવી રીતે કહી શકાય? ઉ૦-અલબત્ત, દેખીતી રીતે એક વાક્ય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે, પણ જ્યારે વક્તા તે વાક્યવડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતાં તે અંશ સિવાયના બીજા અંશને પણ એક જ સાથે પ્રતિપાદન કરવા ઈછે, ત્યારે તે ઇતર અંગેનું પ્રતિપાદનના સૂચક સ્યાત શબ્દને વાક્યમાં પ્રવેગ કરે છે અથવા તે સ્યાત શબ્દો ઉચ્ચાર કર્યા સિવાય પણ જ્યારે વક્તા તે શબ્દના ભાવને મનમાં રાખી વાક્યને ઉચ્ચારે છે, ત્યારે તે વાક્ય સાક્ષાત્ અંશ માત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્થાત્ શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ ઈતર સમગ્ર અંગેના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાયેલું હોવાને લીધે સ્યાદ્વાદશત કહેવાય છે. પ્ર-વક્તા સ્યાત્ શબ્દને પ્રયોગ ન કરે તેમજ તેને ભાવ પણ મનમાં ન રાખે, તે તે જ વાકય કયી કેટિમાં આવે ? Page #8 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૩ ઉ૦-નયકૃતની કટિમાં આવે. પ્રવે-જ્યારે વક્તા પિતાને ઈષ્ટ એવા એક અંશનું નિરાકરણ જ કરતો હોય ત્યારે તે વાક્ય ક્યા શ્રતની કેટિમાં આવે ? ઉ૦-દુર્નય અથવા મિથ્યાતની કેટિમાં આવે. પ્રક-કારણ શું? ઉ૦-વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અંશોમાંથી એક જ અંશને સાચા ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઈ બીજા સાચા અંશોને અ૫લાપ કરે છે, તેથી તે વાક્ય એક અંશ પૂરતું સાચું હોવા છતાં ઈતર અંશેના સંબંધમાં વિચ્છેદ પૂરતું હું હેવાથી દુશ્રુત કહેવાય છે. પ્રવે-આવા અનેક દુનય વાકયે મળે તે સ્યાદ્વાદશ્રત બને ખરું? ઉ૦–ના, કારણ કે આવા વાક્યો પરસ્પર એકબીજાને વિરોધ કરતા હોવાથી વ્યાઘાત-અથડામણુ પામે છે. તે પિતપોતાની કક્ષામાં રહેલા વસ્તુના અંશ માત્રનું પ્રતિપાદન કરવાને બદલે બીજાની કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપણું બતાવવાની મઘ ક્રિયા કરે છે, તેથી તે મિથ્યાશ્રત છે અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસે એક સમૂહબદ્ધ થઈ કેઈ એક કાર્ય સાધી નથી શક્તા, ઉલટું તે એકબીજાના કાર્યના બાધક બને છે, તેમ અનેક દુર્નચ વાકયો એક સાથે મળી કેઈ એક વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તે બાજુએ રહી, તે એકબીજાના Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] શ્રી જી. એ. જૈન ચન્થમાલા આંશિક અર્થના સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રગટ થતાં અટકાવે છે. - પ્રવ-કઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુનય, નય અને સ્વાદુવાદ-એ ત્રણે શ્રત ઘટાવવાં હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તે શી રીતે? | ઉ-કેઈએ જગતના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે-જગત્ નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આને ઉત્તર આપ નાર વક્તાને જે પ્રમાણથી એ નિશ્ચય થયે હેય કેજગત્ નિત્ય-અનિત્ય ઉભયરૂપ છે અને તે પછી તે ઉત્તરમાં જણાવે છે કે-જગત્ નિત્યરૂપેય છે અને અનિત્યરૂપેય છે. તે એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરોધી એવા બે અંશોના પ્રતિપાદન બે વાક હોવા છતાં તે બંને મળી સ્યાદ્વાદશ્રુત છે, કારણ કે-એ પ્રત્યેક વાકય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પિતપોતાની દૃષ્ટિએ પ્રતિપાદન કરે છે અર્થાત્ પિતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રગટ કરે છે, છતાં પ્રતિપક્ષીની મર્યાદાને તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી. ઉક્ત બંને વાક્યોમાંથી કેઈ એકાદ જ વાય લઈએ તે તે નયકૃત હોઈ શકે, પણ એ ત્યારે જ કે જે વક્તાએ એ વાક્યને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે જેલું હોવા છતાં વિધી બીજા અંશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હેય. આથી ઊલટું એ બે વાક્યમાંથી કઈ એક વાક્ય દુનયકૃત હેઈ શકે, પણ તે ત્યારે કે જો વક્તા એ વાક્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫ વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રમાણિક અંશને નિષેધ કરે. જેમકે–જગત્ નિત્ય જ છે અર્થાત્ અનિત્ય નથી. પ્ર-વિચારો અનંત હોવાથી વિચારાત્મક ન પણ અનંત હોય તે એને સમજવા એ કઠણ નથી શું? ઉ૦-છે જ, છતાં સમજી શકાય. પ્રવ-કેવી રીતે? ઉ૦-ટૂંકમાં સમજાવવા માટે એ બધા વિચારને બે ભાગમાં વહેંચી શકાય. કેટલાક વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનારા હોય છે, કારણ કે-વસ્તુનું વિચારમાં આવતું કેઈ પણ સ્વરૂપ લઈએ તે કાં તે તે સામાન્ય હશે અને કાં તે તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્વવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવાં નામ આપવામાં આવ્યાં છે. પ્રવે-આ સિવાય બીજું ટૂંકું વર્ગીકરણ થઈ શકે? ઉ૦-હા, જેમકે-અર્ચનય અને શબ્દનાય. વિચારે ગમે તે અને ગમે તેટલા હોય, પણ કાં તે તે મુખ્યપણે અને સ્પર્શી ચાલતા હશે અને કાં તે તે મુખ્ય પણે શબ્દને સ્પશી પ્રવૃત્ત થતાં હશે. અર્થસ્પશી તે બધા અર્થનય અને શબ્દસ્પશી તે બધા શબ્દનય. આ સિવાય ક્રિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાર્થનય-એવાં અનેક ગ્ય વર્ગીકરણ થઈ શકે. પ્રવે-આને જરા વિસ્તાર કરે હોય તે શક્ય છે? Page #11 -------------------------------------------------------------------------- ________________ 36 ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા ઉ૦-હા, મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રણ શબ્દનાય છે. માત્ર અહીં એ સાત નામ આપીશું. વિગતમાં નહિ ઉતરીએ. વધારે વિગત અન્યત્ર ચચીશું. (1) નગમ, (2) સંગ્રહ, (3) વ્યવહાર, (4) અજુ સૂત્ર (5) શબ્દ, (6) સમભિરૂ, અને (7) એવંભૂત. આત્મઅસિતત્વ સિદિતાએ સાધનાદિ સિદ્ધિ આત્માનું આંસ્તિત્વ સિદ્ધ થવાથી ધર્મ, અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. જે આત્માનું અસ્તિત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદિની હયાતિ બુદ્ધિગમ્ય થતી નથી, અને તેમ થવાથી નાસ્તિકભાવની પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે. ધર્મઅધર્માદિની હયાતિ છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય, તે આત્મા ઈતિયાસક્ત બની અનેક દુષ્કાને આધીન થઈ નિર્વસ પરિણામી થાય છે. તેમ થવાથી કલ્યાણ સાધવાને ગ્ય થઈ શકતો નથી, માટે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યો તરફ પ્રીતિ અને અસત્કર્તવ્યો તરફ ઉપેક્ષા રહે છે, ધર્મ વા આત્મશ્રેય સાધવાની દઢ જિજ્ઞાસા થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થાય છે અને આત્મા સન્માર્ગ સન્મુખ બને છે, જેને મુમુક્ષદશા કહે છે. તેવી સાચી મુમુક્ષભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને શુદ્ધ વ્યવહાર સમકિત કહે છે.