________________ 36 ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા ઉ૦-હા, મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રણ શબ્દનાય છે. માત્ર અહીં એ સાત નામ આપીશું. વિગતમાં નહિ ઉતરીએ. વધારે વિગત અન્યત્ર ચચીશું. (1) નગમ, (2) સંગ્રહ, (3) વ્યવહાર, (4) અજુ સૂત્ર (5) શબ્દ, (6) સમભિરૂ, અને (7) એવંભૂત. આત્મઅસિતત્વ સિદિતાએ સાધનાદિ સિદ્ધિ આત્માનું આંસ્તિત્વ સિદ્ધ થવાથી ધર્મ, અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. જે આત્માનું અસ્તિત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદિની હયાતિ બુદ્ધિગમ્ય થતી નથી, અને તેમ થવાથી નાસ્તિકભાવની પ્રાપ્તિ થવાનો સંભવ રહે છે. ધર્મઅધર્માદિની હયાતિ છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય, તે આત્મા ઈતિયાસક્ત બની અનેક દુષ્કાને આધીન થઈ નિર્વસ પરિણામી થાય છે. તેમ થવાથી કલ્યાણ સાધવાને ગ્ય થઈ શકતો નથી, માટે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનોનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યો તરફ પ્રીતિ અને અસત્કર્તવ્યો તરફ ઉપેક્ષા રહે છે, ધર્મ વા આત્મશ્રેય સાધવાની દઢ જિજ્ઞાસા થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થાય છે અને આત્મા સન્માર્ગ સન્મુખ બને છે, જેને મુમુક્ષદશા કહે છે. તેવી સાચી મુમુક્ષભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને શુદ્ધ વ્યવહાર સમકિત કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org