Book Title: Nay Praman Syadvad Vaccheno Sambandh ane Antar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૨૬ ]. શ્રી જી. . જૈન ગ્રન્થમાલા નય-પ્રમાણુ-સ્યાદ્વાદ વચ્ચેનો સંબંધ અને અંતર [વર્ષો પૂર્વે પ્રગટ થતાં જૈન સાહિત્ય સંશોધકના ત્રીજા ખંડના પ્રથમ અંકમાં પં. સુખલાલજીએ ન્યાયાવતારનાં બે પદ્યોનું પ્રશ્નોત્તરપૂર્વક વિશદ સ્પષ્ટીકરણ કરેલું, જેને વિષે બહુ થોડા જ્ઞાત હશે. સદર લેખ અતીવ સમજવા યોગ્ય ઉપયોગી જણાયાથી અત્ર તેને અક્ષરશઃ ઉતારો આપવામાં આવ્યું છે. ફેર માત્ર ત્યાં બે પદ્ય અનંતર છે, જ્યારે અત્ર તે છૂટા કરી મૂકવામાં આવ્યા છે. ત્રિમાસિકના વિદ્વાન સંપાદકે આના સંબંધમાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે “જે સ્પષ્ટીકરણ ક ૨૯-૩૦ ને વિવેચનમાં કરવામાં આવ્યું છે તે તો અમારા અભિપ્રાય પ્રમાણે અદ્વિતીય અને અનન્ય જ્ઞાત જેવું છે.” આ ઉપરથી પ્રસ્તુત લેખની મહત્વતા આ વિષયના જ્ઞાતા વિદ્વાન મહાશયને જણાઈ આવશે.] अनेकान्तात्मकं वस्तु, गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मतः ॥२९॥ (ન્યાયાવતાર) અર્થાત-“અનેક ધર્માત્મક વસ્તુ એ સર્વ સંવેદનને પ્રમાણને વિષય મનાય છે અને એક દેશ–અંશ સહિત વસ્તુ એ નયને વિષય મનાય છે.” ૨૯ - પ્રવ-પ્રમાણને વિષય થનારી વસ્તુઓ કરતાં નયને વિષય થનારી વસ્તુઓ શું ત જુદી હોય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તત જુદે જુદે બતાવી શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11