Book Title: Nay Praman Syadvad Vaccheno Sambandh ane Antar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 10
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૫ વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રમાણિક અંશને નિષેધ કરે. જેમકે–જગત્ નિત્ય જ છે અર્થાત્ અનિત્ય નથી. પ્ર-વિચારો અનંત હોવાથી વિચારાત્મક ન પણ અનંત હોય તે એને સમજવા એ કઠણ નથી શું? ઉ૦-છે જ, છતાં સમજી શકાય. પ્રવ-કેવી રીતે? ઉ૦-ટૂંકમાં સમજાવવા માટે એ બધા વિચારને બે ભાગમાં વહેંચી શકાય. કેટલાક વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનારા હોય છે, કારણ કે-વસ્તુનું વિચારમાં આવતું કેઈ પણ સ્વરૂપ લઈએ તે કાં તે તે સામાન્ય હશે અને કાં તે તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્વવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવાં નામ આપવામાં આવ્યાં છે. પ્રવે-આ સિવાય બીજું ટૂંકું વર્ગીકરણ થઈ શકે? ઉ૦-હા, જેમકે-અર્ચનય અને શબ્દનાય. વિચારે ગમે તે અને ગમે તેટલા હોય, પણ કાં તે તે મુખ્યપણે અને સ્પર્શી ચાલતા હશે અને કાં તે તે મુખ્ય પણે શબ્દને સ્પશી પ્રવૃત્ત થતાં હશે. અર્થસ્પશી તે બધા અર્થનય અને શબ્દસ્પશી તે બધા શબ્દનય. આ સિવાય ક્રિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાર્થનય-એવાં અનેક ગ્ય વર્ગીકરણ થઈ શકે. પ્રવે-આને જરા વિસ્તાર કરે હોય તે શક્ય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11